મોરારીબાપુએ ગુજરાતના આ મહારાજાને ભારતરત્ન આપવાની કરી માંગ

ભાવનગર રાજ્યના સ્વ.નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ‘ભારતરત્ન’થી નવાજવા પ્રસિદ્ધ રામ કથાકાર મોરારીબાપુએ સૂચન કર્યું છે. ભાવનગર શહેરવાસીઓ હાલ ભાવનગરનો 299મો જન્મદિવસ ઉજવી રહ્યું છે. ત્યારે આ ઉજવણીના ભાગીદાર થવા માટે દેશ દુનિયાના અનેક લોકો જોડાઇ રહ્યા છે. ત્યારે ભાવનગરને તેના જન્મદિને મોરારીબાપુએ શુભેચ્છા પાઠવી.
મોરારીબાપુએ ગુજરાતના આ મહારાજાને ભારતરત્ન આપવાની કરી માંગ

નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગર રાજ્યના સ્વ.નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ‘ભારતરત્ન’થી નવાજવા પ્રસિદ્ધ રામ કથાકાર મોરારીબાપુએ સૂચન કર્યું છે. ભાવનગર શહેરવાસીઓ હાલ ભાવનગરનો 299મો જન્મદિવસ ઉજવી રહ્યું છે. ત્યારે આ ઉજવણીના ભાગીદાર થવા માટે દેશ દુનિયાના અનેક લોકો જોડાઇ રહ્યા છે. ત્યારે ભાવનગરને તેના જન્મદિને મોરારીબાપુએ શુભેચ્છા પાઠવી.

મોરારીબાપુએ ઉત્તર પ્રદેશના લલિતપુરથી ભાવેણાના જન્મોત્સવના સમગ્ર આયોજન માટે મંત્રી જીતુ વાઘાણીને અને અન્ય ટીમ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપીને આ કાર્યક્રમના આયોજન માટે રાજીપો વ્યક્ત કર્યો છે. 

તો સાથે મોરારી બાપુએ આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી પ્રસંગે એક નમ્ર સુચન પણ કર્યું કે, આઝાદીનો અમૃત મહોત્સવ અને ભાવનગરનો જન્મદિવસ બંને સાથે ઉજવી રહ્યા છીએ. ત્યારે મારા મનમાં એક નમ્ર વિચાર જન્મ્યો છે. તેમણે જણાવ્યું હતું કે હું કોઈ પણ જાતની અપેક્ષારહિત છું અને રહેવા ઇચ્છું છું. પણ ભાવનગર રાજ્યના એક નાના એવા તલગાજરડા ગામનાં નિવાસી તરીકે હું ઈચ્છું કે ભાવનગરના એ મહારાજા સાહેબ કે જેમણે અખંડ ભારતની સ્થાપના માટે સમગ્ર દેશમાં સૌથી પહેલું પોતાનું રાજ્ય અર્પણ કરેલું. ત્યારે આવા નેક દિલ નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારતરત્નથી સન્માનવા જોઈએ.

કથાકાર મોરારીબાપુએ એમ પણ સૂચન કર્યું હતું કે, ભાવનગરના એરપોર્ટને વિકસિત કરીને તેની સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ જોડવું જોઈએ, સાથે ભાવનગરનું એરપોર્ટ એકદમ આધુનિક બને અને તેનું નવું નામાભિધાન પણ કરી શકાય.

મોરારીબાપુએ ભાવનગર રાજ્યના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ગૌરવ વધે તે માટેના કરેલા નમ્ર સુચન માટે સૌ કોઈએ તેને આવકાર આપવો જોઈએ અને આ સૂચનને રાજકીય રીતે બળ મળે તેમ સૌ કોઈ ભાવનગરવાસીઓ ઈચ્છી રહ્યાં છે.

આ પણ વાંચો : 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news