RBI Repo Rate : હવે વધી જશે ઇએમઆઇ, આરબીઆઇએ વધાર્યો રેપો રેટનો દર
આરબીઆઇ તરફથી રેપો રેટ વધારવાની અસર બેંકોના કરોડો ગ્રાહકો પર પડશે. કેન્દ્રીય બેંક તરફથી રેપો રેટ વધવાથી બેંક ગ્રાહકોને આપેલી લોન મોંઘ કરે દેશે. વ્યાજ દર વધવાની અસર ઇએમઆઇ પર પડશે. પહેલાં કરતાં ગ્રાહકોની ઇએમઆઇ વધી જશે.
Trending Photos
Repo Rate: દેશમાં ગત વર્ષથી ચાલી રહેલી સસ્તી લોનનો દૌર ખતમ થયો છે. રિઝર્વ બેંકાએ આજે રેપો રેટમાં વધારાની જાહેરાત કરી છે. આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતાં રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે આગામી પોલીસી સમીક્ષા પહેલાં દરમાં વધારાની જાહેરાત કરી છે. રેપોરેટમાં 0.40 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને રેપો રેટ દર હવે વધીને હવે 4.4 ટકા થઇ છે.
ગર્વનરે જાણકારી આપી કે બદલાતી પરિસ્થિતિઓને જોતાં મે મહિનાની શરૂઆતમાં એમપીસીની બેઠક યોજાઇ હતી. જેમાં દર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગત પોલિસી સમીક્ષા બેઠકમાં જ રિઝર્વ બેંકએ વધતી જતી મૉંઘવારીની ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ સંભવાના બની ગઇ હતી કે રિઝર્વ બેંક હવે ગ્રોથના બદલે મોંઘવારીને નિયંત્રણમાં રાખવા પર પોતાનું ધ્યાન કેંદ્રીત કરશે. જોકે મોંઘવારીમાં ભારે વધારાને જોતાં રિઝર્વ બેંકએ આ પગલું ભરવા માટે આગામી સમીક્ષાની રાહ જોવાનો નિર્ણય કર્યો હતો. રેપો રેટના દરમાં વધેલા દર તાત્કાલિક પ્રભાવથી લાગૂ પડશે.
રેપો રેટમાં કધારાની સાથે ઇએમઆઇ વધી જશે કારણ કે બેંકોનો લોન ખર્ચ વધી જશે. રેપો રેટ દર તે દર હોય છે બેંક રિઝર્વ બેંકમાંથી ધન ઉઠાવે છે. તેના વધવાની સાથે જ બેંકોની લોન ખર્ચ વધી જશે અને તે ગ્રાહકો પર પડશે. તેનાથી આગામી સમયમાં હોમ લોન, ઓટો લોન અથવા પર્સનલ લોન તમામ મોંઘી બની જશે.
શેરબજારમાં પણ વેચાવલીનો દૌર
આરબીઆઇ ગર્વનરે પોતાના સંબોધનમાં કહ્યું કે ગ્લોબલ ઇકોનોમીની સ્થિતિ બગડતી જાય છે. અર્થવ્યવસ્થા પર મોંઘવારનું દબાણ યથાવત છે. સતત વધતી જતી મોંઘવારી ચિંતાજનક છે. યુદ્ધના લીધે મોંઘવારી અને ગ્રોથનું અનુમાન બદલાયું છે. આરબીઆઇ તરફથી રેપો રેટ વધાર્યા બાદ શેરબજારમાં વેચાવલી વધી ગઇ છે.
આરબીઆઇ તરફથી રેપો રેટ વધારવાની અસર બેંકોના કરોડો ગ્રાહકો પર પડશે. કેન્દ્રીય બેંક તરફથી રેપો રેટ વધવાથી બેંક ગ્રાહકોને આપેલી લોન મોંઘ કરે દેશે. વ્યાજ દર વધવાની અસર ઇએમઆઇ પર પડશે. પહેલાં કરતાં ગ્રાહકોની ઇએમઆઇ વધી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે