મોરારી બાપુના 'ગઢમાં' બાગેશ્વર બાબા નાંખશે ધામા, જાણો ગુજરાતમાં ક્યાં ભરાશે દરબાર

Bageshwar Dhaam Sarkar Gujarat Visit: છેલ્લા કેટલાંક સમયથી ટીવીના સમાચારો અને સોશિયલ મીડિયામાં છવાયેલાં બાગેશ્વર બાબા હવે ગુજરાત આવી રહ્યાં છે. ગુજરાતમાં બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રી કથાકાર મોરારિબાપુના 'ગઢ'માં દસ્તક નાંખવાના છે. જાણો કાર્યક્રમની સંપૂર્ણ જાણકારી....

મોરારી બાપુના 'ગઢમાં' બાગેશ્વર બાબા નાંખશે ધામા, જાણો ગુજરાતમાં ક્યાં ભરાશે દરબાર

Dhirendra Shastri Gujarat Visit: બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં પણ તેમનો દિવ્ય દરબાર ભરશે. શાસ્ત્રી બે દિવસ માટે સૌરાષ્ટ્ર પ્રવાસ પર હશે. ગુજરાતમાં તેમનો આ પહેલો કાર્યક્રમ છે. આ મામલે વિવાદો થાય તો પણ નવાઈ નહીં. ગુજરાતમાં પણ બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર સજશે. 1 અને 2 જૂનના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રી સૌરાષ્ટ્રના કેન્દ્ર એવા રાજકોટમાં દિવ્ય દરબાર યોજશે.

આ પ્રથમ વખત બનશે જ્યારે બાગેશ્વર બાબા તરીકે જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં કાર્યક્રમ કરશે. સૌરાષ્ટ્રને પ્રખ્યાત રામકથાકાર મોરારી બાપુનો ગઢ માનવામાં આવે છે. તેઓ પોતે ભાવનગરના છે. થોડા દિવસો પહેલાં મોરારી બાપુએ બાગેશ્વર સરકારથી દૂરી બનાવી લીધી હતી, હવે તેઓ પોતે બાગેશ્વર સરકારને પગલે રાજકોટ આવી રહ્યા છે. બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ નક્કી થયા બાદ રાજકોટમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

રેસકોર્સ મેદાન પર કાર્યક્રમ-
રાજકોટના રેસકોર્સ મેદાનમાં કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો બે દિવસીય કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમ નક્કી થતાં જ રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્યાંગ દરબાર માટે લોકોની ઉત્સુકતા વધી છે. શાસ્ત્રી હાલ પટનામાં છે અને ત્યાં કાર્યક્રમો કરી રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમના સંગઠન સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે બે દિવસના કાર્યક્રમ માટે પોલીસ અને વહીવટીતંત્રની સૈદ્ધાંતિક મંજૂરી લેવામાં આવી છે. આ કાર્યક્રમમાં VIPની હાજરીની શક્યતાને ધ્યાનમાં રાખીને તૈયારીઓમાં ઓછામાં ઓછા બે સપ્તાહનો સમય લાગશે. ટૂંક સમયમાં બાગેશ્વર ધામ સરકારના કાર્યક્રમો મુજબ રેસકોર્સ મેદાનમાં દિવ્ય દરબારનું નિર્માણ શરૂ કરવામાં આવશે.

બાપુના ઘરમાં દસ્તક આપશે ધીરેન્દ્ર શાસ્ત્રી-
રામ કથાકાર મોરારી બાપુ ભલે આખા ગુજરાતના છે પરંતુ ભાવનગર તેમનું જન્મસ્થળ છે. આવા સંજોગોમાં રાજકોટમાં બાગેશ્વર ધામ સરકારના આગમનને બાપુ સાથે જોડવામાં આવી રહ્યું છે. શાસ્ત્રીએ અગાઉ એક કાર્યક્રમમાં ભાગ લેતી વખતે મોરારી બાપુના વખાણ કર્યા હતા અને તેમને આધુનિક યુગના તુલસી ગણાવ્યા હતા, પરંતુ થોડા દિવસો પહેલા રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન જ્યારે મોરારી બાપુને બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે હું તેમને ઓળખતો નથી. હવે જોવાનું એ રહેશે કે રાજકોટની મુલાકાતે આવેલા બાગેશ્વર ધામ સરકાર મોરારી બાપુને મળવા જાય છે કે પછી બંને વચ્ચે અંતર રહે છે.

સમિતિએ કાર્યક્રમ રાખ્યો છે-
ધીરેન્દ્ર શાસ્ત્રી સૌપ્રથમવાર સૌરાષ્ટ્રના પાટનગર તરીકે ઓળખાતા રાજકોટમાં કાર્યક્રમ કરશે. આ કાર્યક્રમનું આયોજન બાગેશ્વર ધામ સમિતિ રાજકોટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રી જે રીતે હેડલાઈન્સ બનાવી રહ્યા છે તે જોતા રાજકોટ ઈવેન્ટમાં મોટી સંખ્યામાં લોકો આવે તેવી અપેક્ષા છે. સમિતિના જણાવ્યા અનુસાર, કાર્યક્રમની વિગતવાર માહિતી ટૂંક સમયમાં શેર કરવામાં આવશે. જેથી આ કાર્યક્રમમાં અનેક મોટી હસ્તીઓ આવે તેવી શક્યતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news