ગુજરાતમાં વરસાદ ક્યારે? કેરળમાં પ્રિ-મોન્સૂન વરસાદ આવ્યા બાદ અંબાલાલ પટેલે કરી આગાહી

Cyclone Remal Live Updates : પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાએ મચાવ્યો તરખાટ, પરંતું તેને કારણે ગુજરાતમાં વહેલા વરસાદની આગાહી આવી, 4 જુને સમગ્ર ગુજરાતમાં પ્રિ-મોન્સૂન વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી 

ગુજરાતમાં વરસાદ ક્યારે? કેરળમાં પ્રિ-મોન્સૂન વરસાદ આવ્યા બાદ અંબાલાલ પટેલે કરી આગાહી

Ambalal Patel Prediction : હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટીની આગાહી કરી છે. જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે. ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોનસુન એક્ટિવિટીની અસર થઈ શકે છે. તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. 

4 જૂન સુધીમાં આખા ગુજરાતમાં વરસાદ
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારૂ રહેશે. સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે. 

હવામાન વિભાગની આગાહી પણ કહે છે કે, આજથી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતા લોકોને રાહત મળશે. બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. હાલ ગરમીને લઇ કોઈ એલર્ટ નથી. પરંતુ પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થયો છે. ગઈકાલે અમદાવાદમાં તાપમાન 45.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાનમાં નોંધાયું હતું. હાલ પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમથી પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થશે. 25 - 30 km ની ઝડપે પવન ફૂંકાશે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દરિયામાં ડીપ સ્ટીપ પ્રેસર ગ્રેડિયન્ટ બનતા દરિયામાં પવનની ગતિવિધિ વધી છે. દરિયા માટે હવામાન વિભાગે યેલો અલર્ટ જાહેર કર્યું છે. 

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું કે, આ વર્ષે દેશમાં 106 ટકા વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ થશે. 

તો આજે ગિરનાર ઉપર આંધી સાથે ભારે પવનને કારણે રોપવે બંઘ રાખવામાં આવ્યો છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર આંધીના વાદળો છવાયા છે. આ કારણે ભક્તોને સવારથી કુદરતી નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. પવનની ગતિ વધુ હોવાથી 2 દિવસથી રોપવે બંધ છે. ગૃરું દત્ત ભગવાનના ચરણ પખાડતા વાદળો પસાર થઈ રહ્યાં છે. ભર ઉનાળે પવન અને આંધીના વાદળોનો નજારો જોઈ લોકોમાં અચરજ છવાયુ છે. ગિરનાર પર્વત પર વાદળોની સફેદ ચાદર છવાઈ છે. ગિરનાર પર્વત પર કુદરતી નજારો જોવા લોકો સીડી પર થંભી જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news