ધર્મ પરિવર્તન પર ગૌરી ખાને કરી મોટી વાત, ઈસ્લામનો સન્માન કરું છું, પણ....
Gauri Khan On Aryan khan Religion : કોફી વિથ કરનની પહેલી સીઝનમાં ગૌરી ખાને પોતાના ધર્મ પરિવર્તનને લઈને મોટી વાત કહી હતી, હાલ તેનુ આ નિવેદન વાયરલ થયું છે. શાહરૂખ ખાનના પરિવારમાં ઈદ અને દિવાળી બંને ઉજવવામાં આવે છે. આ સાથે જ ગણેશ ચતુર્થી તથા અન્ય તહેવારોને પણ સમાન મહત્વ આપવામાં આવે છે.
Trending Photos
Gauri Khan On Aryan khan Religion : બોલિવુડમાં સૌથી પાવરફુલ કપલ અને ક્યુટ કપલમાં ગૌરી ખાન અને શાહરૂખનને કોઈ મ્હાત આપી શકે તેમ નથી. આટલા વર્ષોમાં પણ તેમની પોપ્યુલારિટી યથાવત છે. આટલા વર્ષો વીતી ગયા, ત્રણ સંતાનો સાથેનો ખાન પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે. ભેલ શાહરૂખ ખાન મુસ્લિમ અન ગૌરી ખાન હિન્દુ હોય, પરંતુ તેઓએ એકબીજાના ધર્મને લઈને ક્યારેય સવાલો ઉઠાવ્યા નથી. તેમના લગ્નને 30 થી વધુ વર્ષ થઈ ગયા છે. પરંતુ આયર્ન, સુહાના અને અબરામમાં ક્યારેય ધર્મ આડે આવ્યો નથી.
શાહરૂખ ખાનના પરિવારમાં ઈદ અને દિવાળી બંને ઉજવવામાં આવે છે. આ સાથે જ ગણેશ ચતુર્થી તથા અન્ય તહેવારોને પણ સમાન મહત્વ આપવામાં આવે છે. આવામાં ગૌરી ખાનને જ્યારે મોટા દીકરા આર્યનના ધર્મ વિશે પૂછ્યુ તે તેમણે રસપ્રદ જવાબ આપ્યો.
આર્યન કહે છે, હું એક મુસ્લિમ છું
ગૌરી ખાનનુ ધર્મ પરિવર્તનનુ એક નિવેદન ભારે ચર્ચામાં આવ્યું છે. ગૌરી ખાને કોફી વિથ કરણની સીઝન-1 માં શાહરૂખ અને તેમના ધર્મ વિશે પૂછવામાં આવ્યું હતું. ત્યારે તેણે કહ્યું હતું કે, દુર્ભાગ્યથી શાહરૂખ, તેમના માતાપિતા નથી, અને જો તેઓ હોત તો ઘરના વડીલ હોત. પરિવારની સંભાળ રાખત. પરંતું અમારા પરિવારમાં આવું કંઈક નથી. એ હું છું.
ભલે દિવાળી હોય કે હોળી હોય, કોઈ પણ તહેવાર હોય, બાળકોને સંભાળવાની જવાબદારી મારા પર આવે છે. તેથી મારા સંતાનો પર હિન્દુ ધર્મનો પ્રભાવ વધારે હોઈ શકે છે. પરંતુ આર્યનની વાત હોય તો, તે શાહરૂખને વધુ પસંદ કરે છે. તેથી તે એના જ ધર્મનું પાલન કરશે. મને લાગે છે કે, તે હંમેશા કહે છે કે, હું એક મુસ્લિમ.
હું મારો ધર્મ નહિ બદલું
ગૌરી ખાને કહ્યું હતું કે, ભલે મારા લગ્ન મુસ્લિમ પરિવારમાં થયા હોય, અને હું લગ્ન કરીને આ પરિવારમાં આવી હોઉ. પરંતુ તેનો મતલબ એ નથી કે હું મારો ધર્મ બદલીને મુસ્લિમ બની જઉં. હુ આ વાતમાં વિશ્વાસ નથી કરતી. મને લાગે છે કે, દરેક કોઈ એક વ્યક્તિ છે અને તે પોતાના ધર્મનુ પાલન કરે છે. ગૌરી ખાને કહ્યુ હતું કે, હું શાહરૂખના ધર્મનું સન્માન કરું છું, પરંતુ તેનો મતલબ એ નથી કે હુ મારો ધર્મ બદલી દઉ અને મુસલમાન બની જઉં.
ઉલ્લેખનીય છે કે, જ્યારે શાહરૂખ ખાન સાથે લગ્ન કરવા માટે ગૌરી ખાનાન માતાપિતાએ આ સંબંધનો ઈન્કાર કર્યો હતો ત્યારે એક્ટરે તેમને મનાવી લીધા હતા. શાહરૂખે એકવાર કહ્યું હતુ કે, તેના ઘરે હિન્દુ-મુસ્લિમ જેવું કંઈ નથી. તેઓ મુસ્લિમ છે, તેમની પત્ની હિન્દુ છે અને તેમના સંતાનો હિન્દુસ્તાન છે. ગૌરી અને શાહરૂખ ખાનના લગ્ન 25 ઓક્ટોબર, 1991 માં થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે