શાબાસ સુરતીઓ! ડાયમંડ સીટીના એક આર્કિટેક્ટે 7200 હીરાથી બનાવ્યું PM મોદીનું પોટ્રેટ, જાણો ક્યાંથી આવ્યો આઈડિયા?
Happy Birthday PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે તેમનો 73મો જન્મદિવસ ઉજવશે. તેમના જન્મદિવસને ખાસ બનાવવા માટે સુરતના એક ચાહકે અનોખું પોટ્રેટ બનાવ્યું છે. આમાં તેણે 7200 હીરાનો ઉપયોગ કર્યો છે. આ પોટ્રેટ બનાવવામાં તેને ચાર મહિનાનો સમય લાગ્યો હતો.
Trending Photos
Happy Birthday PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે તેમનો 73મો જન્મદિવસ ઉજવશે. મોદીના જન્મદિવસની ખાસ ઉજવણી કરવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતના ડાયમંડ સિટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચાહક અને વ્યવસાયે આર્કિટેક્ટે 7200 હીરા સાથેનું પોટ્રેટ તૈયાર કર્યું છે. તેઓ તેને પીએમ મોદીને તેમના 73માં જન્મદિવસ પર ગિફ્ટ કરવા માંગે છે. પીએમ મોદીના આ અનોખા પોટ્રેટને તૈયાર કરવામાં સુરતના આર્કિટેક્ટને લગભગ ચાર મહિનાનો સમય લાગ્યો હતો.
17 સપ્ટેમ્બરે જન્મદિવસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે 73 વર્ષના થશે. ભાજપના કાર્યકરો તેમના સૌથી મોટા અને લોકપ્રિય નેતાનો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવવાની તૈયારી કરી રહ્યા છે, પરંતુ પીએમ મોદીના ચાહક વિપુલ જેપી વાલા, જેઓ ગુજરાતના સુરતના છે, તે હાલ અહેવાલોમાં ચમકી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીના સમર્થક અને આર્કિટેક્ટ એન્જિનિયર હોવાને કારણે તેમણે પોતાના અંદાજમાં પીએમ મોદીનું અનોખું પોટ્રેટ બનાવ્યું છે. વિપુલભાઈ આ પોટ્રેટ પીએમ મોદીને તેમના જન્મદિવસ પર ગિફ્ટ કરવા માંગે છે.
કેવી રીતે આવ્યો વિચાર?
પ્રધાનમંત્રી મોદીની ડાયમંડની તસવીર બનાવવા અંગે વિપુલ જેપી વાલા કહે છે કે તેમને આ વિચાર ત્યારે આવ્યો જ્યારે વડાપ્રધાન મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની પત્નીને હીરા જડેલી હસ્તકલા આપી હતી. વિપુલના કહેવા પ્રમાણે, પીએમ મોદીના આ અનોખા પોટ્રેટમાં ચાર પ્રકારના હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જો કે વિપુલે આ તસવીર બનાવવા માટે કેટલો ખર્ચ થયો તે જણાવ્યું નથી, પરંતુ ચર્ચા છે કે આ ખર્ચ કરોડોમાં હશે.
4.31 કરોડમાં વેચાયો હતો સૂટ
અગાઉ સુરતના એક હીરાના વેપારીએ વડાપ્રધાન મોદીને નરેન્દ્ર દામોદર દાસ લખેલો સૂટ ભેટમાં આપ્યો હતો. જેની ખૂબ ચર્ચા પણ થઈ હતી. આ સૂટ વડાપ્રધાને 2015માં તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથેની મુલાકાત દરમિયાન પહેર્યો હતો, ત્યારબાદ આ સૂટ 4.31 કરોડ રૂપિયામાં વેચાયો હતો. વડાપ્રધાન મોદી તેમને મળેલી ભેટોની હરાજી કરે છે અને તેમાંથી મળેલી રકમનો ઉપયોગ ગંગાની સફાઈ માટે કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે