અરવલ્લી : સરકારી નોકરીની આશાએ આવેલા યુવકનું હોમગાર્ડ ભરતી મેળા દરમિયાન મોત થયું

અરવલ્લી : સરકારી નોકરીની આશાએ આવેલા યુવકનું હોમગાર્ડ ભરતી મેળા દરમિયાન મોત થયું
  • મોડાસાના સાકરીયા હૉમગાર્ડની ભરતમાં પહોંચેલા યુવકનું મોત નિપજ્યું
  • ફિઝીકલ ટેસ્ટ પછી છાતીમાં દુખાવો ઉપડતા સાર્વજનિક લઇ જવાયો
  • સાર્વજનિક હૉસ્પિટલ લઇ જતાં તબીબીએ મૃત જાહેર કર્યો

સમીર બલોચ/અરવલ્લી :હાલ ગુજરાતમાં સરકારી ભરતીની મોસમ ચાલી રહી છે. હોમગાર્ડ, જીઆરડી, એલઆરડી અને પીએસઆઈની ભરતી માટે યંગસ્ટર્સ કમર કરી રહ્યાં છે. પરંતુ ગણતરીની સંખ્યામાં સરકારી નોકરી માટે મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા છે. મોટી સંખ્યામા યુવકો ભરતી માટે પહોંચ્યા છે. ત્યારે સરકારી નોકરીની આશાએ આવેલા એક આશાસ્પદ યુવકનું ભરતી દરમિયાન મોત નિપજ્યુ છે. 

અરવલ્લી જિલાના સરડોઇ ,ટીંટોઈ અને ધનસુરા વિસ્તારના હોમગાર્ડમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે મોડાસાના સાકરીયા ખાતે આવેલા પોલીસ ગ્રાઉન્ડ ખાતે ભરતી કેમ્પ યોજાયો હતો જેમાં ત્રણેય વિસ્તારો માઠીના 243 ઉમેદવારો ભરતીમાં જોડાવા માટે આવ્યા હતા. ત્યારે આ ભરતીમાં મોડાસા તાલુકાના મોટી ઈસરોલ પાસે આવેલા ભીલકુવા ગામનો રણજીતસિંહ રજુસિંહ પરમાર (ઉંમર 25 વર્ષ) નામનો ઉમેદવાર પણ ભરતીમાં આવ્યો હતો. આ ઉમેદવારે ભરતીમાં ફિઝીલ ટેસ્ટ આપ્યા બાદ સર્ટિફિકેટ વેરિફિકેશન કરાવતો હતો. તેવામાં અચાનક ચક્કર આવી તબિયત લથડી હતી. જેથી સ્થળ ઉપર હાજર ડોક્ટરની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ બાદ વધુ સારવાર માટે સ્થળ ઉપર હાજર એમ્બ્યુલન્સમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જ્યા આ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારે યુવાનના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. મૃત્યુ પામનાર યુવક આર્થિક ગરીબ પરિસ્થિતિનો અને નિરાધાર હતો. યુવકને સંતાનમાં ત્રણ બાળકો છે. ત્યારે પરિવાર જાણો દ્વારા મૃતકના પરિવારને આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગ કરી છે 

આ યુવક નોકરીની આશાએ ભરતી મેળામાં આવ્યો હતો. તેમણે નાનપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. જેથી કાકાએ તેનો ઉછેર કર્યો હતો.  આ વાતની માહિતી મળતા જ યુવકના મોતના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં અત્યારે હોમ ગાર્ડની ભરતી ચાલી રહી છે. જેમાં આજે મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો ઉમટી પડ્યા છે. આ માટે યંગસ્ટર્સ વહેલી રાત્રે 3.00 વાગ્યાથી લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. હોમગાર્ડની નોકરી એવી હોય છે કે જેમાં કાયમી પગાર નથી હોતો. માત્ર માનદવેતન હોય છે. છતાં પણ તેની ભરતીમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા છે. જે બતાવે છે કે સરકારી નોકરીમાં દિવસેને દિવસે લોકોનો રસ વધી રહ્યો છે. નર્મદા જિલ્લાની જો વાત કરીએ તો નર્મદા જિલ્લામાં રાજપીપળામાં 125 જગ્યા માટે 1258, મહિલાની 20 જગ્યા માટે 380 અને કેવડિયા 89 ની જગ્યા માટે 1060 અને મહિલાની 18 જગ્યા સામે 333 ઉમેદવારી નોંધાવી છે. જેની ભરતી પ્રકિયા ચાલુ છે. મોટી સંખ્યામાં ઉમેદવારોની ભરતી ચાલી રહી છે ત્યારે કેવડીયા એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતેની ભરતી કરવામાં આવી રહી છે. જેમાં આજે દોડ તેમજ છાતીનું માપ અને તમામ કસોટી લેવામાં આવી રહી છે. ત્યારે મોટી સંખ્યામાં ઉમટેલા ઉમેદવારો બતાવે છે કે ગુજરાતમાં કારમી મોંઘવારીના કારણે સાથે-સાથે બેરોજગારી પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news