હવે શાળામાં શિક્ષકો છૂટથી મોબાઈલ નહિ વાપરી શકે, મૂકાયો આ પ્રતિબંધ

Mobile Ban : અમદાવાદમાં ભણાવતા સમયે શિક્ષકો નહીં વાપરી શકે મોબાઈલ..સ્કૂલમાં પ્રવેશતા સમયે આચાર્ય પાસે જમા કરાવવા આદેશ..રિસેસ દરમિયાન કરી શકાશે મોબાઈલનો ઉપયોગ...
 

હવે શાળામાં શિક્ષકો છૂટથી મોબાઈલ નહિ વાપરી શકે, મૂકાયો આ પ્રતિબંધ

Ahmedabad News અતુલ તિવારી/અમદાવાદ : જો હવે સ્કુલમાં મોબાઇલ વાપરતા હોવ તો ચેતી જજો. કારણ કે, શૈક્ષણીક કાર્ય દરમિયાન મોબાઇલના વપરાશ પર પ્રતિબંધ મૂકાયો છે. અમદાવાદના ડીઇઓએ આ અંગે પરિપત્ર જાહેર કર્યો છે. અનેક સ્કુલોમાં શૈક્ષણીક કાર્ય દરમિયાન શિક્ષકો મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે હવે શાળામાં શિક્ષકો છૂટથી મોબાઈલ નહિ વાપરી શકે. 

મોબાઈલ વાપરશે તો કાર્યવાહી થશે 
અમદાવાદની શાળાઓમાં ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઇલ વાપરવા પર પ્રતિબંધ મૂકાયો છે. શૈક્ષણીક કાર્ય દરમિયાન શિક્ષકોના મોબાઇલના વ્યક્તિગત વપરાશ પર પ્રતિબંધ લગાવાયો છે. અમદાવાદના ડીઇઓએ આ પરિપત્ર જાહેર કર્યો છે. જે મુજબ, સ્કુલમાં પ્રવેશતાની સાથે જ શિક્ષકોએ પોતાનો મોબાઈલ આચાર્ય પાસે જમા કરાવવાનો રહેશે. શિક્ષકો રિશેષ દરમિયાન જ મોબાઇલનો ઉપયોગ કરી શકશે. જે શિક્ષકો ચાલુ કામગીરીમાં મોબાઇલનો ઉપયોગ કરતા ઝડપાશે તો તેમની સામે દંડનીય કાર્યવાહી થશે. આચાર્યને મોબાઇલ રજીસ્ટર જાળવવા પણ સુચના અપાઈ છે. 

 

અમદાવાદ DEOના આ નિર્ણયથી શું શિક્ષણના સ્તરમાં થશે સુધારો? #Gujarat #Ahmedabad #BreakingNews pic.twitter.com/iVGxIXVJuG

— Zee 24 Kalak (@Zee24Kalak) August 3, 2023

 

રિસેષમાં વાપરી શકાશે મોબાઈલ
આ વિશે અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે, કચેરીમાં કેટલાક વાલીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે શિક્ષકો શૈક્ષણિક કાર્ય સમયે મોબાઈલનો બિનજરૂરી ઉપયોગ કરે છે. શૈક્ષણિક કાર્યના હેતુ માટે મોબાઈલનો ઉપયોગ યોગ્ય છે, પરંતુ વ્યક્તિગત કામમાં શિક્ષણકાર્ય દરમિયાન મોબાઈલ ના વાપરવા આદેશ કર્યો છે. વર્ગખંડમાં શિક્ષકો વ્યક્તિગત રીતે મોબાઈલ ના વાપરે એ ઇચ્છનીય છે. રિસેષ સમયે શિક્ષકો મોબાઈલ વાપરી શકશે. શિક્ષકોએ પોતાનો મોબાઈલ આચાર્યને જમા કરાવવો પડશે, આચાર્યો વર્ગખંડના સમય દરમિયાન મોબાઈલ લોક એન્ડ કીમાં રાખે. બાળકો પર શિક્ષકો પૂરતું ધ્યાન રહે, એ ઉદેશથી અમે પરિપત્ર કર્યો છે. કોઈ શિક્ષક શૈક્ષણિક કાર્ય સમયે વ્યક્તિગત રીતે મોબાઇલનો ઉપયોગ કરતા ઝડપાશે તો દંડનીય કાર્યવાહી થશે. આ માટે આચાર્યને મોબાઇલ રજિસ્ટર પણ જાળવવા માટે સૂચના આપી છે. 

ડમી સ્કૂલ સામે આપનો વિરોધ 
રાજ્યમાં ચાલતી ડમી સ્કૂલ મામલે આમ આદમી પાર્ટીની પ્રેસ કોંફરન્સ કરી સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. ત્યારે એજ્યુકેશન સેલના વાઇસ પ્રેસિડેન્ટ શીતલબેન ઉપાધ્યાયે જણાવ્યું કે, ડમી સ્કૂલ સામે સરકાર 15 દિવસમાં એક્શન નહીં લે તો કાયદો હાથમાં લઈ તાળાબંધી કરીશું. કોઈપણ એક્શન અમારી સામે લેવાશે, ડરીશું નહીં, સરકાર પગલાં લે, નહીં તો અમે તાળાબંધી કરીશું. મીડિયાના અભિયાનથી અમદાવાદ ખાતે DEO થોડા જાગૃત થયા, એમણે પ્રયાસ કર્યો છે એ બદલ મીડિયાનો આભાર. સરકારના બહેરા કાન સુધી અમે કરેલું સ્ટિંગ પહોંચાડવામાં આવ્યું હતું. હજુય માત્ર અમદાવાદના DEO જાગૃત થયા છે, પણ સ્થિતિ સમગ્ર રાજ્યમાં એક જેવી જ છે. ડમી સ્કૂલો સાથે સાંઠગાંઠ કરી માફિયાઓ કામ કરી રહ્યા છે. શિક્ષણ સાથે રાજનીતિ કરવી યોગ્ય નથી, શિક્ષણને ખતમ કરવાનું બંધ કરવામાં આવે. શૈક્ષણિક કાર્યના હેતુ માટે મોબાઈલનો ઉપયોગ યોગ્ય છે, પરંતુ વ્યક્તિગત કામમાં શિક્ષણકાર્ય દરમિયાન મોબાઈલ ના વાપરવા આદેશ કર્યો છે.

 

 

આપના પ્રવક્તા વિક્રમ દવેએ કહ્યું કે, જૂન મહિનામાં એક સ્ટિંગ અમે કર્યું હતું, કેમ પરિણામ બોર્ડના નબળા આવ્યા તેનો એ પુરાવો હતો. બાળકો સ્કૂલમાં જતા જ નથી તે સાબિત થયું છે. નૈતિક ફરજના અનુસંધાને 28 જૂને પ્રેસ કરી હતી, અમે કહ્યું હતું કે, બોથરા, આકાશ જેવા કલાસ અમદાવાદમાં 3 લાખ સુધી ફી ઉઘરાવે છે. પરીક્ષા આપવા માટે બાળકો માટે ડમી સ્કૂલની વ્યવસ્થા કરી, તેમને પણ ફી અપાવે છે. માફિયા જેવું આ સ્ટ્રક્ચર ઉભું થયું છે. હજુ સરકારે સીમિત પગલાં અમદાવાદ પૂરતા મર્યાદિત લીધા છે, ગુજરાતમાં હજુય પગલાં નથી લેવાયા. સરકારે સકંજો કસવાની જરૂર છે, નિયમ બનાવી યોગ્ય પગલાં લેવા જોઈએ. એક મહિના પછી આપણે રાજ્યનું હિત થાય ત્યાં પહોંચ્યા છીએ. સુરત, વડોદરા, જામનગરમાં પણ આવા કલાસ ચાલે છે, જેની સામે પગલાં જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news