વિવાદિત ધારાસભ્યની ચીમકી, 'ચૌદમુ રતન ન બતાડું તો મારૂં નામ મધુ શ્રીવાસ્તવ નહીં’

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરીથી બેફામ નિવેદનબાજી કરી છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ફરી ચૌદમું રતન બતાવવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે જણાવ્યું છે કે MGVCLના ભ્રષ્ટ અધિકારીઓને નહીં છોડુ. પશુપાલકોને ન્યાય ના મળે તો બરોડા ડેરીમાં હલ્લાબોલ કરીશું.

વિવાદિત ધારાસભ્યની ચીમકી, 'ચૌદમુ રતન ન બતાડું તો મારૂં નામ મધુ શ્રીવાસ્તવ નહીં’

ચિરાગ જોષી/વડોદરા: ફરી એકવાર વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વિવાદિત નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરીથી બેફામ નિવેદનબાજી કરી છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ફરી ચૌદમું રતન બતાવવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે જણાવ્યું છે કે MGVCLના ભ્રષ્ટ અધિકારીઓને નહીં છોડુ. પશુપાલકોને ન્યાય ના મળે તો બરોડા ડેરીમાં હલ્લાબોલ કરીશું. તમને જણાવી દઈએ કે મધુ શ્રીવાસ્તવ અગાઉ પણ અનેક વખત વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બરોડા ડેરીના વિવાદ મામલે એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પશુપાલકોને ન્યાય નહીં મળે તો ડેરીમાં જઈને હલ્લાબોલ કરીશ. ફેટના ભાવમાં વધારો નહીં થાય તો મધુ શ્રીવાસ્તવે આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. MGVCL દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે નિવેદન આપ્યું હતું. તેમણે આ મુદ્દે અધિકારીઓને 14મું રતન બતાવવાની ફરી એકવાર ચીમકી આપી હતી. ટકાવારી લેતા અધિકારીઓને મધુ શ્રીવાસ્તવએ ચીમકી ઉચ્ચારી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પાદરા ખાતે આયોજિત અન્નોત્સવ દિવસના કાર્યક્રમાં વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. અહીં સંબોધન દરમિયાન મધુ શ્રીવાસ્તવની જીભ લપસી ગઈ હતી. મધુ શ્રીવાસ્તવે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવા માટે જણાવ્યું હતું, એટલું જ નહી તેઓએ ધમકીના સ્વરમાં કહ્યું હતું કે, જો અધિકારીઓ કામ ના કરે તો કહેજો, તેમને ચૌદમું રતન ના બતાડું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં. અગાઉ પણ મધુ શ્રીવાસ્તવ આ પ્રકારનું નિવેદન કરી ચૂક્યા છે. 

તેમણે જે કોઈ પણ અધિકારીઓ હોય અને કામ ના કરતા હોય તો ચૌદમું રતન દેખાડવાની અને જો ના દેખાડું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં એવી ધમકી આપી હતી. તેઓએ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જે કોઈ પણ ઉમેદવાર હોય તેને જંગી બહુમતીથી જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આવો એક વીડિયો મધુ શ્રીવાસ્તવનો પાદરામાં વાયરલ થયો હતો.

નોંધનીય છે કે, મધુ શ્રીવાસ્તવ અગાઉ પણ અનેક વખત વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે. અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન જનસભાને સંબોધવા દરમિયાન મધુ શ્રીવાસ્તવે એવો બફાટ કર્યો હતો કે, પોલીસ અને કલેક્ટરને તો હું મારા ખિસ્સામાં રાખુ છું. તેમના આ નિવેદન પર અનેક રાજકીય પાર્ટીઓએ વાંધો ઉઠાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news