ઉત્તરાયણ પર્વને લોકોમાં લઇ ઉત્સાહ, અમદાવાદમાં ઘાતક દોરાથી આ તાર આપશે રક્ષણ!
ઉતરાયણમાં દોરીથી ઘણા લોકોનો જીવ જતો હોય છે અને આવી ઘટના જાહેરમાં ના થાય તે માટે જનતાનો જીવ બચાવવા માટે જીવ દયાની કામગીરીમાં એએમસીની હાઈડ્રોલીક વાન અને 108 ની ટીમ પણ સાથ સહકાર આપી રહી છે.
Trending Photos
અમદાવાદ: ઉતરાણને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મિશન સેફ ઉતરાયણ ફાઉન્ડેશનની દર વર્ષે જીવ દયા માટે અનોખી પહેલ હોય છે. અમદાવાદ શહેરના અનેક પુલ ઉપર દોરીથી કોઈનો જીવ ના જાય તે માટે પુલ ઉપર તાર લગાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલ ctm ના બંને ઓવરબ્રિજ ઉપર કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
ઉતરાયણમાં દોરીથી ઘણા લોકોનો જીવ જતો હોય છે અને આવી ઘટના જાહેરમાં ના થાય તે માટે જનતાનો જીવ બચાવવા માટે જીવ દયાની કામગીરીમાં એએમસીની હાઈડ્રોલીક વાન અને 108 ની ટીમ પણ સાથ સહકાર આપી રહી છે. ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સેફ ઉત્તરાયણને લઈ અમદાવાદમાં મિશન સેફ ઉતરાયણ ફાઉન્ડેશન દ્વારા કામગીરી શરૂ કરી દેવાઈ છે. જેમાં શહેરના ઓવરબ્રિજ પર મનોજ ભાવસાર અને તેમની ટીમ દ્વારા તાર બાંધવાની શરૂઆત કરી દેવાઈ છે.
આ પણ વાંચો:
મહત્વનું છે કે મનોજભાઈ અને તેમની ટીમ દ્વારા દરવર્ષે ઉત્તરાયણ પહેલા જીવ દયા માટે આ અનોખી પહેલ કરવામાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે CTMના બંને ઓવરબ્રિજ પર આ કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે, સાથે જ શહેરના બાકીના પૂલ ઉપર પણ આજ રીતે તાર બાંધવામાં આવશે. ઉતરાયણમાં દોરીથી ઘણા લોકોનો જીવ જતો હોય છે અને આવી ઘટના જાહેરમાં ના થાય તે માટે જનતાનો જીવ બચાવવા માટે જીવ દયાની કામગીરીમાં AMCની હાઈડ્રોલીક વાન અને 108 ની ટીમ પણ સાથ સહકાર આપી રહી છે.
આ પણ વાંચો:
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે