અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો ત્રાસ વધ્યો: અનેક ચાર રસ્તાઓ પર શરૂ કરાયું અમૃતતુલ્ય પીણું

અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જેણા કારણે આગામી 48 કલાક તાપમાન યથાવત રહી શકે છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે 2 દિવસ બાદ પવનની દિશા બદલાશે. 2 દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે.

અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો ત્રાસ વધ્યો: અનેક ચાર રસ્તાઓ પર શરૂ કરાયું અમૃતતુલ્ય પીણું

ઝી ન્યૂઝ/અમદાવાદ: રાજ્યભરમાં કાળઝાળ ગરમીથી શહેરીજનો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં કાળઝાળ ગરમીનું પ્રમાણ હજુ યથાવત રહેશે, નજીકના સમયમાં ગરમીમાંથી રાહત મળે તેવા કોઈ સમાચાર દેખાઈ રહ્યા નથી. બીજી બાજુ હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બીજી બાજુ સુરેન્દ્ર નગરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. ગઈકાલે (સોમવાર) 44 ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યું હતું.

અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જેણા કારણે આગામી 48 કલાક તાપમાન યથાવત રહી શકે છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે 2 દિવસ બાદ પવનની દિશા બદલાશે. 2 દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીથી શહેરીજનો પરેશાન છે ત્યારે અમુક સેવાભાવી સંસ્થાઓ લોકોની રક્ષાકાજે આગળ આવી છે. અમદાવાદમાં શહેરીજનોને ગરમીથી રાહત આપવા શહેર પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોમાં છૂટ અપાઈ છે. એવામાં અનેક ચાર સ્તાઓ પર વિનામૂલ્યે છાશ વિતરણ પણ શરૂ કરાયું છે. 

અમદાવાદના સેન્ટ ઝેવિયર્સ કોલેજ સામે પણ વિના મૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરાયું છે. કાળઝાળ ગરમીથી રાહત મેળવવા રાહદારીઓ વિનામૂલ્યે થતી છાશ વિતરણનો લાભ લેવા રોકાય છે. જેના કારણે રોજના 2500 ગ્લાસ છાશ વિતરણ વિનામૂલ્યે કરાઈ રહ્યું છે.

શહેરીજનોની જુદી જુદી જગ્યાઓ પર થતા વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રો પર ભારે ભીડ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં હીટવેવની અસર વર્તાશે. આગામી બે દિવસ બાદ શહેરીજનોને ગરમીથી સામાન્ય રાહત મળે એવી પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news