માર્કેટમાં ફરી વાપસી કરશે Nokia N73, 200MP નો હશે કેમેરો, લુક જોઈને તમે પણ કહેશો-વાહ!

નવા નોકિયા એન73માં 200 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સરની સાથે પેન્ટા સેટઅપ (5 રિયર કેમેરા) હોઈ શકે છે. નવા ફોનની કેટલીક તસવીરો સામે આવી છે. 

માર્કેટમાં ફરી વાપસી કરશે Nokia N73, 200MP નો હશે કેમેરો, લુક જોઈને તમે પણ કહેશો-વાહ!

નવી દિલ્હીઃ નોકિયાનો સૌથી પોપ્યુલર સ્માર્ટફોન Nokia N73 આશરે 16 વર્ષ બાદ વાપસી કરવાનો છે. પોતાના જમાનામાં ફ્રંટ કેમેરો, મોટી ડિસ્પ્લે અને દમદાર કેમેરા સાથે આવનાર આ ફોન નવા અવતારમાં પણ ધમાલ મચાવી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે Nokia N73 માં 200 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સરની સાથે પેન્ટા કેમેરા સેટઅપ (5 રિયર કેમેરા) મળી શકે છે. નવા ફોનની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તેની ડિઝાઇનની જાણકારી મળી રહી છે. 

ચીનની ટેક્નોલોજી વેબસાઇટ CNMO એ નવા નોકિયા ફોનની વિગત શેર કરી છે. જાણવા મળ્યું કે નોકિયાના આ ફોનમાં 200 મેગાપિક્સલ સેમસંગ ISOCELL HP1 પ્રાઇમરી સેન્સર હશે, જેને સપ્ટેમ્બર 2021માં લાવવામાં આવ્યું હતું. આ કેમેરા સેન્સર મોટોરોલાના Motorola Frontier ફોનમાં પણ જોવા મળી શકે છે. 

જે તસવીરો સામે આવી છે તેમાં જાણવા મળે છે કે પાછળની તરફ પેન્ટા કેમેરા સેટઅપ આપવામાં આવશે. તેમાં એક મોટી સાઇઝનું સેન્સર હશે અને ચાર નાની સાઇઝના કેમેરા. સાથે ડ્યુલ એલઈડી ફ્લેશ પણ જોઈ શકાય છે. તેમાં બ્લેક કલર ઓપ્શન અને કર્વ્ડ કિનારા આપવામાં આવ્યાં છે. ફોનની ડાબી બાજુ વોલ્યૂમ રોકર અને પાવર બટન જોઈ શકાય છે. 

નોંધનીય છે કે વિશ્વમાં પ્રથમવાર 5 રિયર કેમેરાવાળો ફોન નોકિયાનો Nokia 9 PureView હતો, જેને 2019માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોને પોતાની ખાસ ડિઝાઇન અને ગોલાકાર કેમેરા પ્લેસમેન્ટને કારણે લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું. પરંતુ સોફ્ટવેરમાં ખામીને કારણે તેનું વધુ વેચાણ થઈ શક્યું નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news