મહેસાણા : નાની અમથી વાતમાં મિત્રએ બીજા મિત્રના પેટમાં છરી મારી દીધી

મહેસાણા (Mehsana) માં બાયપાસ હાઈવે ઉપર જમવા ગયેલ મિત્રો વચ્ચે નાની અમથી વાતમાં હત્યા સુધીની ઘટના બની જવા પામી હતી. હાઈવે પરની એક હોટલ પર જમવા જતા રૂપિયા આપવા આ મિત્રો વચ્ચે તકરાર થાય છે, અને આ તકરારમાં ને તકરારમાં એક મિત્રએ બીજા મિત્રના પેટમાં છરી મારી દેતા એક યુવકનું મોત (Murder) થવા પામ્યું છે.
મહેસાણા : નાની અમથી વાતમાં મિત્રએ બીજા મિત્રના પેટમાં છરી મારી દીધી

તેજશ દવે/મહેસાણા :મહેસાણા (Mehsana) માં બાયપાસ હાઈવે ઉપર જમવા ગયેલ મિત્રો વચ્ચે નાની અમથી વાતમાં હત્યા સુધીની ઘટના બની જવા પામી હતી. હાઈવે પરની એક હોટલ પર જમવા જતા રૂપિયા આપવા આ મિત્રો વચ્ચે તકરાર થાય છે, અને આ તકરારમાં ને તકરારમાં એક મિત્રએ બીજા મિત્રના પેટમાં છરી મારી દેતા એક યુવકનું મોત (Murder) થવા પામ્યું છે.

ઉજ્જૈન દર્શને જઈ રહેલા વડોદરાના બિલ્ડરની કારને મધ્યપ્રદેશમાં અકસ્માત, ચારના મોત

મહેસાણાના બાયપાસ હાઈવે ઉપર ગત રાત્રે એક મિત્રએ જ બીજા મિત્રના પેટમાં છરી ભોંકી દઈને ઘાતકી હત્યા કરી નાખવાની ચોકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. સમગ્ર ઘટનાની હકીકત પર નજર કરીએ તો, મહેસાણાના રાજીવ બ્રિગેડનગરમાં રહેતો મનોજસિંહ ઉર્ફે મનુજી અજમલજી વાઘેલા બાયપાસ હાઈવે પરની રાજ ફ્રાય સેન્ટર પર જમવા ગયો હતો. દરમ્યાન કિરણજી વનરાજજી ઠાકોર અને સાથી મિત્ર હીરાજી વિહાજી વાઘેલા રાજ ફ્રાય સેન્ટર પર પહોચ્યા હતા. જ્યાં પહોચતા જ મનોજસિંહના જમવાના રૂપિયા આપવા મુદ્દે ફરીયાદી કિરણજી અને મૃતક હીરાજી વચ્ચે માથાકૂટ થઇ હતી. 

આ માથાકૂટ જોતજોતામાં મારામારીમાં પરિણમતા મનોજસિંહ વાઘેલાએ હીરાજી વાઘેલાના પેટની ડાબી બાજુએ છરી મારતા હીરાજીનું મોત નિપજ્યું હતું. તેને તાત્કાલિક મહેસાણાની હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પણ તે પહેલા જ તેણે જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બનતા મહેસાણા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આરોપી મનોજસિંહ ઉર્ફે મનુજી અજમલજી વાઘેલાની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી તેવી માહિતી મહેસાણાના ડીવાયએસપી મંજીતા વણઝારાએ આપી હતી. 

આમ, માત્ર જમવાના પૈસા મુદ્દે થયેલી મિત્રો વચ્ચેની માથાકૂટ મારામારીમાં પરિણમતા એક મિત્ર એ બીજા મિત્રની છરી મારી હત્યા કરી નાખતા સનસનાટી પ્રસરી જવા પામી છે. જો કે, હજુ પણ પોલીસ તપાસ કરી રહી છે કે આ ઘટનામાં બીજી હકીકતો પણ સામે આવે. જેની માટે મહેસાણા તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ તેજ કરી છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news