મહારાષ્ટ્રના રાજકીય સંગ્રામ પર SC આજે કરશે સુનવણી, દેશભરની રહેશે નજર
મહારાષ્ટ્ર (Maharashtra)માં ચાલી રહેલા રાજકીય ગતિરોધ પર દેશની સૌથી મોટી કોર્ટ આજે (26 નવેમ્બર)ના રોજ ચૂકાદો સંભળાવશે. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari) દ્વારા મહારાષ્ટ્ર (Maharashtra)માં ભાજપ-અજિત પવાર (Ajit Pawar)ને સરકાર બનાવવા માટે આમંત્રણના મામલે પોતાનો આદેશ મંગળવારે સવારે 10:30 વાગે સોમવારે પેન્ડીંગ રાખ્યો હતો.
Trending Photos
નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra)માં ચાલી રહેલા રાજકીય ગતિરોધ પર દેશની સૌથી મોટી કોર્ટ આજે (26 નવેમ્બર)ના રોજ ચૂકાદો સંભળાવશે. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari) દ્વારા મહારાષ્ટ્ર (Maharashtra)માં ભાજપ-અજિત પવાર (Ajit Pawar)ને સરકાર બનાવવા માટે આમંત્રણના મામલે પોતાનો આદેશ મંગળવારે સવારે 10:30 વાગે સોમવારે પેન્ડીંગ રાખ્યો હતો. આ પ્રકારે ભાજપ-અજિત પવારને એક દિવસની રાહત મળી ગઇ છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર પર ચૂકાદો મંગળવારે સવારે 10:30 વાગે સંભળાવશે. કોર્ટમાં સરકાર દ્વારા સોલિસિટર તુષાર મહેતા રજૂ થયા. તેમણે કોર્ટને કહ્યું કે તે ભાજપને એનસીપી (NCP) દ્વારા આપવામાં આવેલો સમર્થન પત્ર લઇને આવ્યા છે. જેના આધાર પર રાજ્યપાલે નિર્ણય કર્યો.
288 સભ્ય સદનમાં ભાજપના 105 ધારાસભ્ય છે, તો બીની તરફ એનસીપીએ 54 સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. ભાજપે દાવો કર્યો હતો કે અન્ય 11 અપક્ષ ધારાસભ્યોના સમર્થન બાદ તેમની પાસે 170 ધારાસભ્યો ધારાસભ્યોની સંખ્યા છે. આ સાથે જ તુષાર મહેતાએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના નિર્ણયની ન્યાયિક સમીક્ષા પર વાંધો વ્યક્ત કર્યો. તુષાર મહેતાએ આગળ કહ્યું કે ત્યારબાદ રાષ્ટ્રપાલે રાષ્ટ્રપતિને સૂચના આપી. જાણકારીનો હવાલો આપતાં તેમણે રાષ્ટ્રપતિ પાસે રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન દૂર કરવાનો અનુરોધ કર્યો હતો.
આ પહેલાં સોમવારે દેવેન્દ્ર ફડણવીસના વકીલ મુકુલ રોહતગીએ દલીલ કરતાં કહ્યું કે અજિત પવારે કહ્યું કે અમારું સમર્થન તમારી સાથે છે. તે લોકો હોર્સ ટ્રેડિંગ કરી રહ્યા છે અને અમારી પર આરોપ લગાવી રહ્યા છે. ચૂંટણીમાં અમારી સાથી શિવસેનાએ ચૂંટણી પછી અમારો સાથે છોડી દીધો. પછી એનસીપી આવી અને અમારા સભ્યો 170 થઇ ગયા. રાજ્યપાલે અમને આમંત્રણ આપ્યું. અજિત પવાર અમારી સાથે છે. એક પવાર બીજી તરફ બેસ્યા છે. જેમના પારિવારીક ઝઘડા સાથે અમારે કંઇ લેવાદેવા નથી. આ કેસ યેદુરપ્પા કેસથી અલગ છે. કેસ પર વિસ્તૃત સુનાવણીની જરૂર છે, તેને ઉતાવળમાં પુરો ઉકેલી ન શકાય.
ગર્વનરના વકીલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે દેવેંદ્વ ફડણવીસનો પત્ર જેમાં લખવામાં આવ્યું છે. તેમની સાથે NCP ના MLA s ના સાથે 11 અપક્ષોનું સમર્થન છે. અજિત પવાર ધારાસભ્ય દળના નેતા છે. તેમણે પત્ર વાંચ્યો. જેમાં કહેવામાં આવ્યું હતું કે મને તમામ એનસીપી ધારાસભ્યોનું સમર્થન છે. અમે નક્કી કર્યું છે કે ફડણવીસને સમર્થન આપીશું. પત્રમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ શાસન વધુ ન ચાલવું જોઇએ, એટલા માટે તેમને સરકાર બનાવવાનું આમંત્રણ આપવામાં આવે.
રાજ્યપાલ દ્વારા રાજૂ કરવામાં આવેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટને અજિત પવારનો પત્ર સોંપ્યો જેમાં 54 ધારાસભ્યોના નામ હતા. તેમણે જણાવ્યું કે 21 ઓક્ટોબરના રોજ ચૂંટણી થઇ, 24ના રોજ પરિણામ જાહેર થયા, ભાજપ પાસે 105 સભ્યો છે શિવસેનાના 56 એનસીપીના 54 છે. શિવસેના અને ભાજપની પ્રી પોલ એલાઇન્સ હતી. સૌથી પહેલાં ભાજપને બોલાવવામાં આવી તે બહુમત સાબિત ન કરી શકી ત્યારબાદ શિવસેનાને બોલાવવામાં આવી પરંતુ બહુમત સાબિત ન કરી શકી ત્યારબાદ એનસીપીને બોલાવવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે