આને કહેવાય આસ્થા! મહેસાણાથી છેલ્લા 17 વર્ષથી જતા એક સંઘની છે ખાસ ખાસિયત, દર વર્ષે ધજામાં...
મહેસાણાથી છેલ્લા 17 વર્ષથી એક ભક્ત મંડળ માં અંબાના દર્શન માટે પગપાળા યાત્રા સંઘ લઈને પ્રસ્થાન કરે છે. આ સંઘની એક ખાસિયત પણ રહી છે કે જેઓ સંઘમાં લઈ જવાતી ધજાની સાઈઝમાં દર વર્ષે લંબાઈમાં પણ વધારો કરતા આવ્યા છે.
Trending Photos
તેજસ દવે/મહેસાણા: ભાદરવો આવે એટલે ભક્તો માઁ અંબાના દર્શનની અનોખી ઘેલછા અને ભક્તિ ઉભરાઈ આવતી હોય છે. ગુજરાતના ખૂણેખૂણેથી માઇભક્તો પગપાળા ચાલીને અરવલ્લીની ગિરિમાળા પર બિરાજમાન માં અંબાના દર્શન માટે પગપાળા પહોંચતા હોય છે. ત્યારે ભક્તોમાં માઁ અંબાના ચરણોમાં અર્પણ કરવા અને પોતાની મનોકામના પૂર્ણ કરવા અનેક ચીજ વસ્તુઓ ચોક્કસ સાથે લઈ જતા હોય છે તેમાં પણ ધજાનું સવિશેષ મહત્વ જોવા મળે છે.
મહેસાણાથી છેલ્લા 17 વર્ષથી એક ભક્ત મંડળ માં અંબાના દર્શન માટે પગપાળા યાત્રા સંઘ લઈને પ્રસ્થાન કરે છે. આ સંઘની એક ખાસિયત પણ રહી છે કે જેઓ સંઘમાં લઈ જવાતી ધજાની સાઈઝમાં દર વર્ષે લંબાઈમાં પણ વધારો કરતા આવ્યા છે. આ વર્ષે આ પદયાત્રીઓ 111 ફૂટ લાંબી ધજા માં અંબાના શિખર ઉપર ચડાવશે. આ ધજામાં પણ વિશેષતા જોવા મળી રહી છે.
જેમાં સાર્ટિન કાપડમાંથી બનાવેલી જે એક વર્ષ કરતા વધુ સમય માટે તેનો રંગ અને મટેરિયલ પણ સચવાય છે. સાથે સાથે તેમાં એક બ્રાહ્મણ યુવાન અને આ પદયાત્રી મંડળનો એક સભ્ય તેમાં માં અંબાની આહલાદક એમરોડરી વર્ક કરી પ્રતિકૃતિ કંડારી તેની શોભામાં ચારચાંદ લગાવે છે.
આ બ્રાહ્મણ યુવા કારીગરની કળાની લિમ્કા ગૃપ ઓફ ઈન્ડયા એ પણ તેની નોંધ લીધી છે, અને સન્માનિત પણ કર્યા છે. હવે આ ધજા માં અંબાના શિખર પર પદયાત્રા સંઘ દ્વારા ભાદરવી પૂનમના દિવસે લહેરાતી અને દર્શન માટે જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે