મહેસાણા દૂધ સાગર ડેરી ઘી કાંડ માં ફરાર ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોરની ધરપકડ, 6 દિવસના રિમાંડ મંજૂર
મહેસાણા દૂધ સાગર ડેરીના ઘી માં પામોલિન તેલનું ભેળસેળ કરી ડેરીને 37 કરોડ 53 લાખનું નુકશાન કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાના આરોપ સાથે તારીખ 5/8/2020 ના રોજ ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન સહિત એમ.ડી. સહિત પાંચ લોકો વિરુદ્ધ મહેસાણા બી ડિવિજન પોલીસ મથકમાં ગુનો નોધવામાં આવ્યો હતો.
- મહેસાણાની દૂધસાગર ડેરીનો ઘીમાં ભેળસેળનો મામલો
- ડેરી ના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોરની ધરપકડ
- કોર્ટે આરોપીના 6 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Trending Photos
તેજસ દવે, મહેસાણાઃ મહેસાણા દૂધ સાગર ડેરી ઘી કાંડ કેસ મામલે ફરાર ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોરની પોલીસે ધરપકડ કરી છે. ઘી માં ભેળસેળ કરી ડેરીને 37.કરોડ 53 લાખનું નુકશાન કર્યું હોવાની ફરિયાદ મામલે આશાબેન ઠાકોર ની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા ડેરી ના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોરને મહેસાણા કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. પોલીસ દ્વારા 10 દિવસ ના રિમાન્ડ માંગ્યા હતા. સ્પેશિયલ સરકારી વકીલ વિજય બારોટની દલીલ આધારે આખરે કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં.
મહેસાણા દૂધ સાગર ડેરીના ઘી માં પામોલિન તેલનું ભેળસેળ કરી ડેરીને 37 કરોડ 53 લાખનું નુકશાન કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાના આરોપ સાથે તારીખ 5/8/2020 ના રોજ ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન સહિત એમ.ડી. સહિત પાંચ લોકો વિરુદ્ધ મહેસાણા બી ડિવિજન પોલીસ મથકમાં ગુનો નોધવામાં આવ્યો હતો.
એફ આઈ આર નોધાયા બાદ ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર ફરાર થઈ ગયા હતા ત્યારે પોલીસે વાઇસ ચેરમેન મોઘજીભાઈ ચોધરી ડેરીના એમડી સહિત ચાર લોકોની ધરપકડ કરી લીધી હતી. ત્યારે પોલીસે ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોરની શોધખોળ શરૂ કરી હતી તેવામાં વિસનગર dyspને બાતમી મળી કે આશાબેન ઠાકોર પોતાના ઘરે આવે છે. ત્યારે પોલીસે આશબેન ઠાકોરની તેમના ઘરેથી ધરપકડ કરી વિસનગર dysp કચેરી ખાતે લાવ્યા હતા. આશાબેન ઠાકોર કોરોના ટેસ્ટ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી છે. અને આ કેસમાં વધુ તપાસ શરુ કરી છે જોકે ડેરી ઘી કાંડ મુદ્દે પોલીસ ફરિયાદ નોધાયા બાદ આશાબેન ઠાકોર ફરાઈ થઈ ગયા હતા. ત્યારે અંગત બાતમી આધારે આશાબેન ઠાકોર ને પકડવામાં પોલીસ ને સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે