AMTS-BRTS બસમાં મુસાફરી માટે વેક્સીન જરૂરી, અમદાવાદના મેયરે લોકોને કરી અપીલ

અમદાવાદના મેયર કિરીટ પરમાર (Mayor Kirit Parmar) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, AMTS અને BRTS માં મુસાફરી કરવા માટે વેક્સીન (Vaccine) લેવા જણાવ્યું હતું. અમદાવાદના મેયરે તમામ લોકોને વેક્સીન લેવા અપીલ કરી છે

AMTS-BRTS બસમાં મુસાફરી માટે વેક્સીન જરૂરી, અમદાવાદના મેયરે લોકોને કરી અપીલ

અર્પણ કાયદાવાલા/ અમદાવાદ: કોરોનાની (Corona) સંભવિત ત્રીજી લહેરનો (Third Wave) સામનો કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તૈયાર થઈ ગયું છે. ત્યારે અમદાવાદના મેયર કિરીટ પરમાર (Mayor Kirit Parmar) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, AMTS અને BRTS માં મુસાફરી કરવા માટે વેક્સીન (Vaccine) લેવા જણાવ્યું હતું. અમદાવાદના મેયરે તમામ લોકોને વેક્સીન લેવા અપીલ કરી છે.

કોરોનાની (Corona) સંભવિત ત્રીજી લહેરને (Third Wave) લઇને રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) શહેરમાં કોરોનાની ત્રીજી લહેર પહેલા વેક્સીનેશન જરૂરી છે. જેને લઇને અમદાવાદના મેયર કિરીટ પરમારે (Mayor Kirit Parmar) વેક્સીનેશન અંગે મોટી જાહેરાત કરી છે. અમદાવાદના મેયરે પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી AMTS અને BRTS માં મુસાફરી કરવા માટે વેક્સીન લેવી જરૂરી છે. આ ઉપરાંત તમામ લોકોએ વેક્સીન (Vaccine) લેવા અપીલ કરી છે.

મુસાફર પોતાની જવાબદારી સમજીને વેકસીન લે અને મુસાફરી કરી શકે છે. અમદાવાદમાં AMTS અને BRTS ના મુસાફરોએ વેકસીન લીધી છે કે નહીં, તે અંગે તપાસ કરવાનો નિર્ણય કરાયો છે. તંત્ર દ્વારા મુસાફરો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. બસના મુસાફરોએ વેક્સીન લીધાનું સર્ટિફિકેટ અથવા તો મેસેજ બતાવવો પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news