મહેસાણા જિલ્લાના અમિત પટેલે 51 દિવસ સુધી જીવલેણ વાયરસ સામે જંગ લડી કોરોનાને હરાવ્યો
Trending Photos
તેજસ દવે, મહેસાણાઃ કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો કોરોના ગ્રસ્ત બન્યા અને સરકારના પ્રયત્ન અને હોસ્પિટલના આરોગ્ય કર્મીઓની અથાગ મહેનત અને સારી સારવાર ને કારણે આજે મહેસાણા જિલ્લાની નૂતન કોવિડ હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. આ હોસ્પિટલમાં કોરોનાની સારવાર મેળવી રહેલ વિસનગર શહેરના 45 વર્ષીય અમિત પટેલ કે જેઓ 51 દિવસ સુધી કોરોના સામે લડી સ્વસ્થ બન્યા છે.
નૂતન કોવિડ હોસ્પિટલના સુપ્રિટેનડેન્ટ ડો.પંકજ નિમબાકરે જણાવ્યું હતું કે અમિત પટેલ ને 35 દિવસ સુધી વેન્ટિલેટર તથા બાયપેપ જેવા જીવન રક્ષક મશીન પર સારવાર આપવામાં આવી હતી. અહીં કોરોનાની બીજી લહેર માં 800 જેટલા દર્દીઓ સારવાર મેળવવા દાખલ થયા હતા જેમાંથી 650 દર્દીઓ સ્વસ્થ બન્યા છે.
ગાંધીનગરના બેંક મેનેજરે સાપ પકડવા માટે નોકરીમાંથી રાજીનામું ધર્યું, અત્યાર સુધી પકડ્યા 1600 સાપ!
કદાચ ઉત્તર ગુજરાત આ આ પ્રથમ દર્દી હશે કે આટલા લાંબા સમયની સારવાર પછી સાજા થયા છે. વધુ માં તેમણે જણાવ્યું હતું કે અમારી આરોગ્યની ટિમ ની મેહનત નું આ પરિણામ છે. આજે સ્વસ્થ થઈને ઘરે પરત ફરી રહેલા દર્દી અમિત પટેલે નૂતન હોસ્પિટલ ના ડોકટર તથા આરોગ્ય કર્મીઓને ધન્યવાદ આપી પોતાને નવું જીવન આપ્યું હોવાનું જણાવ્યું હતું. અને ખાસ સરકારનો આવી સારી સારવાર બદલ આભાર માન્યો હતો.
અમેરિકાનું આ દેશ જોડે કેમ છેલ્લાં 20 વર્ષથી ચાલી રહ્યું છે યુદ્ધ? અત્યાર સુધી થઈ ચૂક્યો છે 145 લાખ કરોડનો ખર્ચ
જ્યારે દર્દી ના કાકા ડાહ્યાભાઈ પટેલે જણાવ્યું હતું કે મારા ભત્રીજા અમિત ને અહીં 51 દિવસ સુધી મળેલી સારી સારવારને કારણે તેને નવજીવન આપ્યું છે. આ માટે સરકાર અને આ નૂતન હોસ્પિટલ ના અમે આભારી છીએ.કોરોના મહા મારી મા ડોક્ટરો સાચા અર્થ માં દેવદૂત બની ને લોકોને નવું જીવન આપી રહ્યા છે. આજે 51 દિવસની સારી સારવાર ને કારણે અહીં આવેલા મોટા ભાગ ના દર્દી ઓ સ્વસ્થ થઈને સ્વગૃહે પરત ફર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે