આ બેંકમાં ખાતુ હોય તો ચેતી જજો, બેંક મેનેજર અને એકાઉન્ટન્ટે કર્યો લાખોનો ગોટાળો
Banking Fraud : બ્રાન્ચ મેનેજર અને એકાઉન્ટન્ટએ બેન્કના પોતાના હોદ્દાનો દુરૂપયોગ કર્યો, હિસાબમાં ગોટાળા કરી ૮૩ બચત/લોન ખાતાના સહી વગરના વિડ્રોઅલ વાઉચરો બનાવ્યા, વિડ્રોઅલ વાઉચરો મારફતે, ખાતા ધારકોના ખાતામાંથી પૈસા ઉપાડી લેવાયા
Trending Photos
Mehsana News તેજસ દવે/મહેસાણા : બેંકો દ્વારા અવાર-નવાર કહેવામાં આવતું હોય છે કે ગ્રાહકો છેતરપિંડીથી સાવધાન રહે. કોઈને ઓટીપી ન આપે કે કોઈને એટીએમ કે એકાઉન્ટની વિગતો પણ ન આપે પરંતુ આજે એક ચોંકાવનારી ઘટના વિશે જણાવીશું કે જ્યાં બેંકના મેનેજર અને એકાઉન્ટન્ટે જ બેંક સાથે ગોટાળો કરી નાંખ્યો. બેંકના મેનેજર અને એકાઉન્ટન્ટ જ એવા ઠગ નીકળ્યા કે બેંકને જ છેતરીને લાખો કરોડોનું કરી નાખ્યું. શું છે આખો કિસ્સો અને કેવી રીતે બેંક મેનેજર અને એકાઉન્ટ એ બેંકને ચુનો લગાવ્યો જોઈએ આ અહેવાલમાં
- મહેસાણાની બેંકને લાખો કરોડો ચુનો
- બેંકનાં મેનેજર અને એકાઉન્ટ જ નીક્ળ્યા ઠગ
- ખોટા બચત ખાતા ખોલી કરોડોની ઠગાઈ
ઘટના છે મહેસાણાના કડી તાલુકાના નંદાસણની. નંદાસણની શ્રી મહિલા સેવા સહકારી બેંકના તત્કાલીન શાખામાં 1444 લોન ધારકોના ખોટા બચત ખાતા ખોલીને રૂપિયા 6 કરોડનો ચૂનો બેંકના જ મેનેજર અને એકાઉન્ટે લગાવી દીધો. ખાતેદારોની સંમતિ વગર જ નાણા ઉપાડવાના વાઉચર બનાવી રૂપિયા 6.6 કરોડ ચાંઉ કરી લીધા. મેનેજર તરીકે દીપા પ્રકાશભાઈ મહેતા અને એકાઉન્ટન્ટ તરીકે રીન્કુ દુર્ગા પ્રસાદ શર્મા ફરજ બજાવતા હતા. જાન્યુઆરી 2024માં ઓડિટ દરમિયાન નંદાસણના બેંકના તત્કાલીન મેનેજર દીપા મહેતા રોકડ હિસાબ રજૂ કરી ન શકતા તપાસમાં હિસાબ મુજબની રોકડની વિગતો છુપાવેલી હોવાનું બહાર આવ્યું હતું.
83 જેટલા બચત લોન ખાતાના ખાતેદારોની સહી વગરના પેમેન્ટ માટેના વાઉચર પણ મળી આવ્યા. આ સાથે જ બ્રાન્ચ મેનેજર દીપા મહેતાના કેટલાક સગાઓના ખાતામાં પણ લોનની રકમ જમા થયેલી હોવાનું ખુલ્યું હતું. તો આ ખુરાફાતી મેનેજર અને એકાઉન્ટન્ટે મળીને અન્ય કર્મીઓને પણ ડરાવી ધમકાવીને કોડ ઓપન કરાવી લોનો મંજૂર કરી હતી
- પોલીસે આરોપીઓ વિરુદ્ધ નોંધી ફરિયાદ
- ગુનો નોંધી ધરપકડનાં ચક્રો ગતિમાન
- હવે આરોપીઓની જેલમાં થશે મહેમાનગતિ
બ્રાન્ચ મેનેજર અને એકાઉન્ટન્ટ સાથે મળીને ભાવેશ શાહેનું કૌભાંડ બહાર આવતા જ નંદાસણ પોલીસ મથકે આ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ બીઆર ગ્રુપનો ભાવેશ શાહ મહિલાઓના આર્થિક વિકાસ માટે સ્વરોજગારી માટે કામ કરતો હોવાનું જણાવી અલગ-અલગ બેંકોમાંથી સ્વરોજગારીની લોનો મેળવતા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે.....હવે આ ત્રણેય વિરુદ્ધ નંદાસણ પોલીસે ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે