MATAR Gujarat Chutani Result 2022: ખેડા જિલ્લાની માતર બેઠક પર ભાજપે બાજી મારી

MATAR Gujarat Vidhan Sabha Result 2022: માતર વિધાનસભા બેઠક પર 1,28,786 પુરૂષ મતદારો છે. જ્યારે 1,23,349  મહિલા મતદારો છે. માતર વિધાનસભા બેઠક પર 2,52,144 મતદારો છે.

MATAR Gujarat Chutani Result 2022: ખેડા જિલ્લાની માતર બેઠક પર ભાજપે બાજી મારી

MATAR Gujarat Vidhan Sabha Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે. ગુજરાતના ઈતિહાસની અત્યાર સુધીની આ સૌથી અલગ પ્રકારની ચૂંટણી બની રહેશે. કારણકે, અત્યાર સુધી ગુજરાતમાં વર્ષોથી ભાજપ-કોંગ્રેસ આ બન્ને મુખ્ય રાજકીય પક્ષો જ સામ-સામે લડતા દેખાતા હતાં. જોકે, આ વર્ષે તસવીર બદલાઈ ગઈ છે. અને હવે આમ આદમી પાર્ટી પિચ્ચરમાં આવતા ગુજરાતની તમામ બેઠકો પર ત્રિ-પાંખિયો જંગ જામ્યો છે.

ત્યારે જોઈએ મતદારોએ કઈ તરફ પસંદગીનો કળશ ઢોળે છે. શું કોંગ્રેસના હાથને મળે છે મતદારોનો સાથ? દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં ચાલશે મફતની રેવડી અને ઝાડુનો જાદુ? કે પછી ફરી એકવાર ગુજરાતમાં ખિલશે કમળ? ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આજે પરિણામનો દિવસ છે. જાણો પરિવર્તન કે પુનરાવર્તન.

માતર વિધાનસભાનું પરિણામઃ

ખેડા જિલ્લાની માતર બેઠક પર આ વખતે ફરી એકવાર ભાજપે બાજી મારી છે. ભાજપના ઉમેદવાર કલ્પેશ પરમારે આ બેઠક પરથી જંગી લીડ સાથે જીત હાંસલ કરી છે.

માતર Gujarat Election Result 2022: માતર વિધાનસભા બેઠક (ખેડા)

માતર વિધાનસભાની બેઠક પર 2002થી ભાજપનો કબજો છે. રાકેશ રાવ ચૂંટાયા પછી 2007 અને 2012માં દેવુસિંહ ચૌહાણે આ બેઠક જાળવી રાખી હતી. ત્યારપછી બાદ 2014માં થયેલી પેટાચૂંટણીમાં અને ત્યારપછબાદ 2017માં કેસરીસિંહ સોલંકીએ આ બેઠક પર ભાજપના કમળને ખીલાવ્યું હતું.  માતર બેઠક પર ક્ષત્રિય સમાજના 39.60 ટકા, મુસ્લિમ સમાજના 14.27 ટકા, પટેલ સમાજના 11.66 ટકા, અનુસૂચિત જાતિના 5.84 ટકા અને અન્ય જ્ઞાતિના 20.12 ટકા મતદારો છે.

2022ની ચૂંટણી

2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે કલ્પેશ પરમારને ટિકિટ આપી છે. તો  કૉંગ્રેસે સંજય પટેલને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ લાલજી પરમારને ટિકિટ આપી છે. 

2017ની ચૂંટણી
માતરના ઈતિહાસની વાત કરીએ તો 2017માં ભાજપના ઉમેદવાર કેસરીસિંહ સોલંકીને 81,509 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર સંજય પટેલને 79,103 મત મળ્યા હતા. કૉંગ્રેસના ઉમેદવાર સંજય પટેલ 2,406 મતોથી હાર્યા હતા. 

2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને 71,021 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર સંજય પટેલને 64,534 મત મળ્યા હતા. કૉંગ્રેસના ઉમેદવાર સંજય પટેલ 6,487 મતોથી હાર્યા હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news