અમદાવાદમાં આજથી ફેરીયાઓ, દુકાનદારો માસ્ક નહીં પહેરે તો એએમસી ફટકારશે મોટો દંડ

નેહરાએ વધુમાં કહ્યું કે "આ જ સંદર્ભે એએમસી દ્વારા બીજો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે કે ઘણા સમય પહેલા માસ્ક અમદાવાદમાં ફરજિયાત કરવામાં આવ્યાં હતાં અને 5000 રૂપિયા સુધીનો સામાન્ય નાગરિકને પણ જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ દંડની જોગવાઈ છે. 
 

 અમદાવાદમાં આજથી ફેરીયાઓ, દુકાનદારો માસ્ક નહીં પહેરે તો એએમસી ફટકારશે મોટો દંડ

અમદાવાદઃ શહેરમાં સતત વધી રહેલાં કેસોનો રોકવા માટે કોર્પોરેશન દ્વારા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. હવે આજથી શહેરમાં માસ્ક ન પહેરતા ફેરીયાઓ, દુકાનદારો માસ્ક પહેરશે નહીં તો તેને મોટો દંડ ફટકારવામાં આવશે. અમદાવાદ મનપાના કમિશનર વિજય નેહરાએ કહ્યું હતું કે, ફેરીઆઓને ફ્રીમાં સેનેટાઇઝર અને માસ્ક આપવામાં આવશે.  

જાણો નવા નિયમો વિશે...
-આજથી નવા નિયમો જાહેર જેમાં માસ્ક ન પહેરવા બદલ 2 હજારથી લઈને 50,000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ
- ફેરિયાઓ જો નિયમનો ભંગ કરે તો ઓછામાં ઓછા 2000 રૂપિયાના દંડની જોગવાઈ
- અન્ય દુકાનો જેમ કે કરિયાણાની દુકાનો, દૂધની ડેરી વગેરેમાં જો નિયમનો ભંગ થયો તો 5000 રૂપિયા સુધીનો દંડ
- સુપરમાર્કેટ્સ કે મોલમાં અમલ નહીં થાય તો 50,000 રૂપિયા સુધીનો દંડ

60મો સ્થાપના દિવસઃ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, જાણો ઈતિહાસ અને વર્તમાન  

ફેરિયાઓમાં મફત માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ
તેમણે કહ્યું કે સુપરસ્પ્રેડર્સના સંપર્કમાં આવતા પહેલા નાગરિકોએ કાળજી લેવી. નેહરાએ કહ્યું કે "એએમસી દ્વારા સાડા ત્રણ લાખ કોટન માસ્ક તૈયાર કરાવવામાં આવ્યાં છે. આજથી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેટલા પણ ફેરિયાઓ છે ખાસ કરીને શાકભાજી વેચતા લોકો છે તેમને માસ્કનું વિના મૂલ્યે વિતરણ શરૂ કરી રહ્યાં છીએ. આ તમામને હેન્ડ સેનેટાઈઝરનું પણ વિતરણ શરૂ કરીએ છીએ. આપણે વધુમાં વધુ પગલા લઈ રહ્યાં છે જેથી કરીને કોઈ પણ ફેરિયા કે વિક્રેતા પાસે માસ્ક ન પહેરવાનું કારણ ન રહે." બીજી વાત બેનર છપાવવામાં આવી રહ્યાં છે જે શાકભાજીવાળાની લારી ઉપર લગાવાશે ,જેથી કરીને નાગરિકોને ખબર પડે કે ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતોની કાળજી  રાખવી. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે સુનિશ્ચિત કરવામાં આવશે." 

દુકાનદારો અને ફેરિયાઓ માટે નવા નિયમો, ભારે દંડની જોગવાઈ
નેહરાએ વધુમાં કહ્યું કે "આ જ સંદર્ભે એએમસી દ્વારા બીજો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે કે ઘણા સમય પહેલા માસ્ક અમદાવાદમાં ફરજિયાત કરવામાં આવ્યાં હતાં અને 5000 રૂપિયા સુધીનો સામાન્ય નાગરિકને પણ જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ દંડની જોગવાઈ છે. હવે જ્યારે મે મહિનામાં લોકડાઉન ખુલશે ત્યારે તે આપણી ટેવમાં પરિવર્તન થાય અને ખાસ કરીને જેટલી પણ દુકાનો છે તેમા જેટલા પણ દુકાનના માલિકો કે કર્મચારીઓ બધા જ માસ્ક ફરજિયાતપણે પહેરે, સેનેટાઈઝર ફરજિયાત રાખે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તેના માટે આજથી દુકાનદારો , ફેરિયાઓ અથવા સુપરમાર્કેટ્સ કે ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ માટે બે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે. જેમાં જો નાગરિકોને પણ 1000થી લઈને 5000 સુધીનો દંડ થતો હોય તો ત્યારે આવા ફેરિયાઓ અને દુકાનદારો કે જેમને વારંવાર સુચના આપેલી છે, અને ફેરિયાઓને તો માસ્ક સેનેટાઈઝરની સગવડ આપેલી છે, તેમાં પણ ગરીબ ફેરિયાઓને ફ્રી વિતરણ કરીએ છીએ ત્યારે જો પહેલી મેથી જે કોઈ દુકાનદાર માસ્ક વગર જણાશે તો તેમને સામાન્ય નાગરિક કરતા પાંચ ગણો વધુ દંડ કરવામાં આવશે. ફેરિયાઓને પણ ઓછામાં ઓછો 2000 રૂપિયા દંડ થશે."

તેમણે કહ્યું કે બીજા જે શોપકિપર્સ છે જેમ કે કરિયાણાવાળાઓ, દૂધની ડેરીના સંચાલકો છે તેમને 5000 રૂપિયા સુધીનો દંડ થશે અને સુપરમાર્કેટ્સને 50,000 રૂપિયા સુધીનો દંડ થશે. આ ઉપરાંત જો કોઈ ફેરિયો પહેલી મે થી માસ્ક વગર જોવા મળશે તો તેમનું ફેરિયા લાયસન્સ ત્રણ મહિના માટે રદ કરવામાં આવશે. એજ રીતે કોઈ પણ દુકાનદાર પહેલી મે થી જો માસ્ક પહેર્યા વગર જોવા મળશે તો શોપ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ મળેલુ લાયસન્સ ત્રણ મહિના માટે રદ કરાશે અને દુકાન પણ બંધ કરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news