વિધીના લેખ તો જુઓ,આ વર્ષે ભાઈ-બહેનના લગ્ન હતા તે પહેલાં જ દીકરાએ શહીદી વ્હોરી, આખું ગામ રોયું!

અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા તાલુકાના નાનકડા એવા ગામ ધારાનાનેસનો યુવાન રાવીરાજ ધાખડા ભારતીય સેનાનો જવાન હતો, જમુકાશ્મીરમાં ફરજ બજાવતો હતો અને ચાલુ ફરજ દરમ્યાન બ્લડ કેન્સર થવાના કારણે દિલ્હી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમને શહીદી વહોરી હતી. 

વિધીના લેખ તો જુઓ,આ વર્ષે ભાઈ-બહેનના લગ્ન હતા તે પહેલાં જ દીકરાએ શહીદી વ્હોરી, આખું ગામ રોયું!

કેતન બગડા/અમરેલી: અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના ધારાનાનેસ ગામના ભારતીય સેનાનો જવાન શહીદ થતા આજે પાર્થિવ દેહ વતન પહોંચતા અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં દેશપ્રેમી લોકો ઉમટ્યા હતા. અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના નાનકડા એવા ગામ ધારાનાનેસનો યુવાન રવીરાજ ધાખડા ભારતીય સેનાનો જવાન હતો. 

No description available.

જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતો હતો અને ચાલુ ફરજ દરમ્યાન બ્લડ કેન્સર થવાના કારણે દિલ્હી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. જેના કારણે આજે તેમનો પાર્થિવ દેહ રાજુલા શહેરમાં પહોચતા રાજુલાના સમગ્ર વેપારીઓ સહિત લોકોએ શહેર 2 કલાક સજ્જડ બંધ પાળી વિરને શ્રધાંજલિ આપવા માટે દેશભક્તો ઉમટી પડ્યા હતા. કાઠી ક્ષત્રિય સમાજમાંથી આવતો યુવાન હોવાને કારણે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો સાથે તમામ જ્ઞાતિના અગ્રણીઓ વેપારીઓ વિવિધ સંસ્થાના લોકો અંતિમ યાત્રામાં જોડાય વીર જવાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 

રાજુલા પૂજાબાપુ ગૌશાળાથી અંતિમયાત્રા શરૂ થતા રાજુલા શહેરના મુખ્યમાર્ગો ઉપર સ્વયંભૂ લોકો ઉમટી પડ્યા હતા. પ્રથમ વખત રાજુલા શહેરના બાળકોથી લઈ વૃદ્ધ સુધીના લોકો વીર જવાનના પાર્થિવદેહના અંતિમ દર્શન કરી સન્માન આપતા જોવા મળ્યા હતા. ધારાનાનેસ ગામમાં પહોંચી ભારતીય સેના દ્વાર ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પરિવારમાં આફ ફાટ્યા જેવી સ્થિતિ રુદ્રન જોવા મળ્યું હતું. પરિવારનો એકનો એક પુત્ર રાવીરાજ ધાખડા હતો. આ વર્ષે જ ભાઈ બહેનના લગ્ન થવાના હતા પરંતુ તે પહેલાં જ શહીદી વ્હોરી છે. ત્યારે સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. 

No description available.

રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીષભાઈ ડેરએ જણાવ્યું રાજુલાના ધારાનાનેસ ગામ એટલે ખોબા જેવડું ગામ છે. કાઠી સમાજના યુવાન સેનાના સેનિક રાવીરાજભાઈ ધાખડા વર્ષોથી કાશ્મીરમાં ફરજ બજાવતા હતા. તેમના શહીદના સમાચાર મળતા શ્રદ્ધાંજલિ પાઠવવા માટે રાજુલા શહેરના લોકો સાથે હું આવ્યો છું. શહીદી થાય ત્યારે સમગ્ર શહેર અને રાજ્યમાં દેશમાં સૌવને દુઃખ થાય આવનારા સમયમાં જે યુવાનો જવાનો સીમાડા સાચવી રહ્યા છે, તેની રક્ષા થાય અને ભગવાનને પ્રાર્થના કરું છું. એમના ચરણોમાં તેમને સ્થાન આપે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news