પોરબંદરમાં એક માળ સુધી પૂરના પાણી : રીક્ષામાં બેસેલું દિવ્યાંગ દંપતી ફસાયું, દિલધડક રેસ્ક્યૂ કરી બચાવી લેવાયો જીવ
Porbandar Flood : પોરબંદરમાં રોકડિયા હનુમાન પાસે પરામાં રહેતા 13 લોકોને રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડાયા, અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Trending Photos
Porbandar Flood Alert : અવિરત વરસાદથી આખું પોરબંદર પાણી પાણી થયું છે. છેલ્લા 22 કલાકમાં 18 ઈંચ વરસાદ વરસ્યો છે. રાણાવાવ, કુતિયાણામાં પણ ધોધમાર વરસાદ છે. આ કારણે સ્કૂલોમાં જાહેર કરાઈ રજા, તો વેસ્ટર્ન રેલવે દ્વારા કેટલીક ટ્રેનો રદ કરવામા આવી છે. પોરબંદરમાં એક માળ સુધી પૂરના પાણી ફરી વળ્યાં છે. તો અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ કારણે પૂરના પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા છે. રોકડીયા હનુમાન સામે મફતીયા પરામાંથી 13 લોકોના રેસ્ક્યૂ કરી અને સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા છે. લોકોના ઘરમાં પાણી ઘુસેલા હતા એક માળ સુધી પાણી ભરાયેલા હતા. તો વૃદ્ધોવય દિવ્યાંગ દંપતીનું ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યું.
પાણીના પ્રવાહમાં રીક્ષા પણ તણાવા લાગી
પોરબંદરના શિમલા આઈસ ફેક્ટરી પાસે ઓરિએન્ટ ફેક્ટરીથી નીકળતા વોકળામાં વૃદ્ધોવય દિવ્યાંગ પતિ પત્ની રીક્ષાની અંદર બેસેલા હતા, ત્યારે ધોધમાર વહેતું પાણી ફરી વળ્યું હતું. આ કારણે દંપતી પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા. તથા પાણીના પ્રવાહમાં રીક્ષા પણ વહેતી તેવી પરિસ્થિતિ હાલત થઈ ગઈ હતી અને દંપતીના જીવ તાવળે ચોંટી ગયા હતા. તેઓએ ફાયર વિભાગનો સંપર્ક કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ ઘટના પર પહોંચી હતી. મહા મહાન મહેનતે દિલધડક રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી.
પોરબંદરમાં લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ
છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન થયા છે. આજ સવારથી જ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. પોરબંદરમાં તો 24 કલાકમાં 19 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે પોરબંદરમાં જનજીવન પ્રભાવિત થયું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકો માટે ઘરની બહાર નિકળવું મુશ્કેલ થયું છે. આવી જ સ્થિતિ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને કલ્યાણપુરની છે. સતત વરસાદથી અહીં નદીઓમાં નવા નીર આવ્યા છે. તો બીજી તરફ દ્વારકા-લીંબડી વચ્ચેનો હાઈવે બંધ થઈ ગયો છે. ગામના આંતરિક રસ્તાઓ બંધ થઈ જતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. જૂનાગઢમાં ફરી જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે. ઘેડ પંથકમાં ફરી પાણી ભરાયા છે તો ગીર જંગલમાં નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ગીર સોમનાથના વેરાવળમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જેના કારણે હાઈવે પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો. તો દેવકા નદી બે કાંઠે વહી. આવી જ સ્થિતિ રાજકોટના ધોરાજી-ઉપલેટામાં જોવા મળી રહી છે. જ્યાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું વિશેષ જોર જોવા મળી રહ્યું છે.
સૌરાષ્ટ્રની નદીઓમાં આવ્યું ઘોડાપૂર
સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ગીર વિસ્તારની સાથે દ્વારકામાં આવેલી નદી પણ બે કાંઠે વહી રહી છે. ક્યાંક નદી કિનારે રમણીય દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો ક્યાંક નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જૂનાગઢના સિલોદર પાણખણથી નોરી નદીમાં ઘોડાપૂર આવતા રસ્તો બંધ થયો છે. આ સાથે જ જૂનાગઢ જંગલ વિસ્તારમાં વરસાદ પડતા સોનરખ નદી બે કાંઠે વહેતી જોવા મળી. ગીર સોમનાથના વેરાવળ પાસે આવેલી દેવકા નદીમાં ઘોડાપૂર આવ્યા. દ્વારકાના કલ્યાણપુર પંથકમાં વરસાદના કારણે રાણ ગામની કુંતી નદીમાં પૂર આવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે