એવું તો શું થયું છે કે રાજ્યના 30 હજાર મકાન માલિકોને તંત્રએ આપી નોટિસ, શું ખાલી કરવું પડશે ઘર?
ગુજરાતના અનેક શહેરોમાં હાઉસિંગ બોર્ડને બનાવેલા મકાનો છે. પરંતુ આ મકાનો ઘણા વર્ષો થવાને કારણે જર્જરિત થઈ ગયા છે. લાંબા સમયથી હાઉસિંગ બોર્ડ તેનું સમારકામ કરવા માંગે છે પરંતુ આ મકાનોમાં રહેતા લોકો રાજી ન હોય તેમ લાગી રહ્યું છે. 30થી 50 વર્ષ જૂના આ મકાનો હાલ ખંડેર જેવી સ્થિતિમાં આવી ગયા છે. મકાનોના સ્લેબ, છત તથા અન્ય ભાગો ધરાશાયી થવાની અનેક ઘટનાઓ બની રહી છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત હાઉસિંગ બોર્ડે બાંધેલા અનેક મકાન હવે જર્જરિત સ્થિતિમાં આવી ગયા છે. સરકારે આવા મકાનોને રિડેવલપમેન્ટ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ કેટલાક ઘરમાલિકો જ આ સ્કીમના જરૂરી નિયમોનું પાલન ન કરતા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે હવે હાઉસિંગ બોર્ડે કડક કાર્યવાહી કરતા નોટિસ ફટકારી છે.
ગુજરાતના અનેક શહેરોમાં હાઉસિંગ બોર્ડને બનાવેલા મકાનો છે. પરંતુ આ મકાનો ઘણા વર્ષો થવાને કારણે જર્જરિત થઈ ગયા છે. લાંબા સમયથી હાઉસિંગ બોર્ડ તેનું સમારકામ કરવા માંગે છે પરંતુ આ મકાનોમાં રહેતા લોકો રાજી ન હોય તેમ લાગી રહ્યું છે. 30થી 50 વર્ષ જૂના આ મકાનો હાલ ખંડેર જેવી સ્થિતિમાં આવી ગયા છે. મકાનોના સ્લેબ, છત તથા અન્ય ભાગો ધરાશાયી થવાની અનેક ઘટનાઓ બની રહી છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર એક્ટિવ થઈ ગયું છે. પરંતુ હાલ લોકો જ તેમાં અંગત રસ ન દાખવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજ્યભરની 127 કોલોનીના 30 હજાર મકાનોને રીપેર કરાવવા કે રીડેવલપમેન્ટ સ્કીમમાં જોડાવવા માટેની નોટિસ ફટકારી છે. 30 થી 50 વર્ષ જુના અને રીપેરીંગ માંગતા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના સ્લેબ, છત કે અન્ય ભાગો પડવાના બનાવો વારંવાર સામે આવતા હોય છે ત્યારે સુરક્ષાને ધ્યાને રાખી હાઉસિંગ બોર્ડે અતિ જર્જરિત આવાસોની યાદી બનાવી નોટિસો આપી છે.
રિડેવલપમેન્ટ માટે રાજી કેમ નથી લોકો?
- હાઉસિંગ બોર્ડે જર્જરિત મકાનોને ફટકારી નોટિસ
- 127 કોલોનીના 30 હજાર મકાનોને નોટિસ
- હાઉસિંગ બોર્ડે સ્કીમ મુકી પરંતુ લોકો નથી રાજી
- જર્જરિત મકાનમાં રહેતા લોકોને રસ કેમ નહીં?
- સ્કીમના નિયમોનો હવે વાંક કાઢી રહ્યા છે લોકો
હાઉસિંગ બોર્ડ આવ્યું હરકતમાં
રાજ્યભરની 127 કોલોનીના 30 હજાર મકાનોને રીપેર કરાવવા નોટિસ આપી છે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં થોડા સમય પહેલા જ હાઉસિંગની એક સોસાયટીની છત ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ રાજ્ય સરકારે રીડેવલપમેન્ટ સ્કીમ જાહેર કરી છે. પરંતુ આ સ્કીમ જાહેર કરાયા બાદ પણ લોકો તેમાં જોડાઈ નથી રહ્યા. આ મામલે અમે અમદાવાદના શિવાલય અને ગણેશ એપાર્ટમેન્ટમાં પહોંચ્યા હતા. ત્યાં અમે સ્થાનિક લોકોને મળ્યા. સ્થાનિકોએ તંત્રનો વાંક કાઢતા જવાબ આપ્યા. કોઈએ સ્કીમમાં પૈસા વધારે હોવાનું કારણ આપ્યું તો, કોઈએ નિયમોનું કારણ આગળ ધર્યું છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડે બનાવેલી અનેક સોસાયટીઓ આજે 30થી 50 વર્ષ જૂની થઈ ગઈ છે. જેના કારણે અનેક સોસાયટી આજે જર્જરિત થઈ ગઈ છે. સરકારે રીડેવલપમેન્ટ સ્કીમ હેઠળ તમામને નવા ઘર મળે અને મૂળ મકાનના 40 ટકા વધારે બાંધકામ વાળા મળતા હોવા છતાં અનેક જગ્યાઓ પર લોકો ખંડેર સોસાયટીઓમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે પરંતુ રીડેવલપમેન્ટ સ્કીમમાં જવા તૈયાર નથી થઈ રહ્યા. જેના કારણે આગામી સમયમાં જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો કોને જવાબદાર ગણવા તે એક સવાલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે