લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ભૂકંપ: માણાવદર ધારાસભ્ય જવાહર ચાવડાએ આપ્યું રાજીનામું

લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ભૂકંપના ઝટકા આવી રહ્યા છે. કોંગ્રેસમાં ધારાસભ્યોમાં નારાજગીના દોર ચાલી રહ્યો તેમ એક પછી એક ધારાસભ્યો રાજીનામાં આપી રહ્યાં છે. માણાવદર કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધા બાદ તેઓ આજે ભાજપમાં જોડાઇ ભગવો ખેસ ધારણ કરશે.

લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ભૂકંપ: માણાવદર ધારાસભ્ય જવાહર ચાવડાએ આપ્યું રાજીનામું

અમદાવાદ: કોંગ્રેસમાં ધારાસભ્યોમાં નારાજગીના દોર ચાલી રહ્યો તેમ એક પછી એક ધારાસભ્યો રાજીનામાં આપી રહ્યાં છે. આશાબેન પટેલ બાદ કોંગ્રેસમાં વધુ એક રાજીનામું પડ્યું છે. માણાવદર કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છું. ત્યારે તેઓ આજે સાંજ સુધીમાં ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ વધી ગઇ છે. જોકે, આ અગાઉ પણ ઉંઝાના કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપ્યું હતું. અને ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા.

એક બાજુ અલ્પેશ ઠાકોર સહિતના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ પાર્ટીથી નારાજ હોવાના કારણે રાજીનામું આપી શકે છે તેવી અટકળોએ જોર પકડ્યું હતું. ત્યારે આજે દિલ્હીમાં અહેમદ પટેલ સાથે બેઠક મળ્યા બાદ અલ્પેશ કોંગ્રેસમાંથી રાજીનામું નહીં આપે તે વાત સ્પષ્ટ થઇ ગઇ છે. તો બીજી બાજુ લોકસભા ચૂંટણીને લઇને માણાવાદરના કોંગ્રેસ ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપી દીધું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જવાહર ચાવડા માણાવદરના અગ્રણી આહીર નેતા છે. અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ તેઓ આજ સાંજ સુધીમાં ભાજપમાં જોડાઇ કેસરીઓ ખેસ ધારણ કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news