'મહારાજ' ફિલ્મને લઈ વૈષ્ણવો લાલઘૂમ: જૂનાગઢ બાદ હવે જેતપુરમાં ઉઠ્યો વિરોધનો વંટોળ
તપુરમાં વૈષ્ણવો દ્વારા બાવાશ્રીની આગેવાનીમાં ઓટીટી પ્લેટ ફોર્મ પર આવી રહેલ મહારાજા ફિલ્મ સાથે જોડાયેલ મુખ્ય વ્યક્તિઓ વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવી સમાજમાં અશાંતિ ફેલાવવાની ફિલ્મના મુખ્ય લોકો સામે લેખિત ફરીયાદ...
Trending Photos
ઝી બ્યુરો/જેતપુર: જેતપુરમાં વૈષ્ણવો દ્વારા બાવાશ્રીની આગેવાનીમાં ઓટીટી પ્લેટ ફોર્મ પર આવી રહેલ મહારાજા ફિલ્મ સાથે જોડાયેલ મુખ્ય વ્યક્તિઓ વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવી સમાજમાં અશાંતિ ફેલાવવાની ફિલ્મના મુખ્ય લોકો સામે લેખિત ફરીયાદ આપી આ ફિલ્મના વાંધાજનક દ્રશ્યો, ડાયલોગ દૂર ન થાય ત્યાં સુધી તેના પર પ્રતિબંધ અને મુકવાની માંગ કરી હતી.
મહારાજ ફિલ્મ વિવાદોમાં આવી ગઈ છે, આ ફિલ્મ વિરુદ્ધ આજે જેતપુરની પુરષોત્તમધામ હવેલીના આશ્રયબાવાશ્રીની આગેવાની વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકોએ એક લેખિત ફરીયાદ સીટી પોલીસને આપી હતી. આ ફરીયાદ મુજબ આ ફિલ્મ ભગવાન શ્રી કૃષ્ણ અને આચાર્યશ્રી વલ્લભાચાર્યના વંશજોને ખરાબ અને વ્યભિચારી બતાવવામાં આવ્યા છે.
આ ફિલ્મ સાથે જોડાયેલ લોકોએ ઇરાદાપૂર્વક વૈષ્ણવો અને સનાતની હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાનું દુષ્કૃત્ય કરેલ છે હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ ભારતના ઇતિહાસની આ પહેલી ફિલ્મ છે જે ટ્રેલર વિના ખુફિયા રીતે એક ષડયંત્રના ભાગરૂપે સિનેમાઘરોમાં રિલીઝ કરવાને બદલે ઓટીટી પ્લેટફોર્મ પર નેટફ્લિક્ષ દ્વારા રજૂ કરવામાં આવી રહી છે.
આ ફિલ્મ રીલીઝ થઇ તો પુરા હિંદુ સમાજ આક્રોશિત થઇ જશે જેથી કાયદો અને વ્યવસ્થા બગડવાની પૂરી સંભાવનાઓ છે. માટે આ ફિલ્મ સાથે જોડાયેલ લોકો સામે આઈપીસી ૧૮૬૦ની સેક્શન ૧૫૩-એ, ૨૯૫-એ ૫૦૫ અને ૩૪ મુજબ ક્રિમિનલ ફરીયાદ નોંધવાની માંગ કરી હતી.
આ ફિલ્મની તમામ સામગ્રીની કાયદેસર અને યોગ્ય તપાસ થઇ જાય નહિ અને આપત્તિજનક ભાગો અને ડાયલોગ્સ, સીન જેવી ધાર્મિક લાગણી દુભાવતી તમામ સામગ્રી હટાવી દેવામાં ન આવે ત્યાં સુધી રીલીઝ ન થવા દેવાની અને ફિલ્મ ઉપર બેન લાગે તેવી વૈષ્ણવોએ માંગ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે