ગરમી અપાર, જનતા પરેશાન, દેશના અનેક રાજ્યો કાળઝાળ ગરમીથી ત્રસ્ત

Heatwave in India:  દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ભારે ગરમીને કારણે લોકો પરેશાન છે. તો ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ગરમીએ રેકોર્ડ તોડી દીધો છે. 

ગરમી અપાર, જનતા પરેશાન, દેશના અનેક રાજ્યો કાળઝાળ ગરમીથી ત્રસ્ત

નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં એન્ટ્રી કરેલ ચોમાસું નબળું પડી ગયું છે... જેના કારણે તે વિસ્તારોમાં ઠંડકનું વાતાવરણ છે.... પરંતુ અમુક રાજ્યોમાં કાળઝાળ ગરમીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.... ત્યારે દેશમાં કેવો છે મોસમનો મિજાજ?... હવામાન ખાતાની શું છે આગાહી?... જોઈશું આ અહેવાલમાં....

દેશના અનેક રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી તો થઈ ગઈ છે.... પરંતુ તે નબળું પડતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.... કેમ કે દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે.... તેની વચ્ચે હજુ દેશના લોકોની મુશ્કેલી દૂર થવાની નથી...  કેમ કે હવામાન વિભાગે....

ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્લી, ચંદીગઢમાં ભારે હીટવેવનું અલર્ટ છે... જ્યારે મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુના કેટલાંક ભાગમાં 2 દિવસ સુધી હીટવેવની સ્થિતિ રહેશે...

દેશમાં ગરમીના કારણે કેવી સ્થિતિ સર્જાઈ છે તેના પર પણ નજર કરી લઈએ... આ દ્રશ્યો ઉત્તર પ્રદેશના લખનઉ શહેરના છે... અહીયા ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જતાં લોકોની સાથે સાથે સ્ટ્રીટે વેન્ડર્સની મુશ્કેલી પણ વધી છે.... કેમ કે લોકો તો પોતાના ઘરમાં બેસી જશે કે ઓફિસમાં બેસીને કામ કરશે... પરંતુ સ્ટ્રીટ વેન્ડર્સને તો કાળઝાળ ગરમી હોય કે વરસાદ હોય.... રસ્તા પર ઉભા રહીને જ પોતાનો સામાન વેચીને ગુજારો કરવાનો હોય છે.

ચંદીગઢમાં પણ ગરમીનો આવો જ સિતમ જોવા મળી રહ્યો છે.... અહીંયા ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.... જેથી રસ્તા પર લોકોની અવર-જવર પણ ઓછી જોવા મળે છે.... લોકો ગરમીમાંથી રાહત મેળવવા માટે ઠંડી પીણાનો સહારો લઈ રહ્યા છે.... 

એકતરફ દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે... તો બીજીબાજુ નવી દિલ્લીના લોકો પણ ગરમીની સાથે સાથે જળસંકટથી ત્રસ્ત છે... કેમકે છેલ્લાં ઘણા દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં લોકોને પીવાના પાણી માટે ટેન્કરની રાહ જોવાની નોબત આવી ગઈ છે.... લોકો ટેન્કર આવતાં જ પાણી માટે રીતસરની લૂંટ ચલાવે છે.....

દેશમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ગયું છે.... પરંતુ ચોમાસું નબળું પડી ગયું છે... ત્યારે દેશના લોકો આશા રાખી રહ્યા છે કે મેઘરાજા ઝડપથી મન ભરીને વરસે... જેથી લોકો ભીષણ ગરમીમાં રાહત મેળવે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news