હાડકાં થીજી જાય એટલી ઠંડીમાં વહેલી સવારે 300 વિદ્યાર્થીઓ નાહ્યા બરફ જેવા પાણીથી, હવે થશે આ ફાયદો

હાલમાં જૂનાગઢના સ્વામિનારાયણ ગુરુકુળમાં વિદ્યાર્થીઓ દ્વારા માઘ સ્નાન કરવામાં આવ્યું હતું જેમાં 300 જેટલા વિદ્યાર્થીઓએ એકસાથે માઘ સ્નાન કર્યું હતું. તેઓ એક મહિના સુધી રોજ માઘ સ્નાન કરશે. માઘ સ્નાન વખતે આખી રાત ખુલ્લા આકાશમાં પાણી ભરેલા માટલા રખાય છે

હાડકાં થીજી જાય એટલી ઠંડીમાં વહેલી સવારે 300 વિદ્યાર્થીઓ નાહ્યા બરફ જેવા પાણીથી, હવે થશે આ ફાયદો

હનીફ ખોખર, જૂનાગઢ :  હાલમાં જૂનાગઢના સ્વામિનારાયણ ગુરુકુળમાં વિદ્યાર્થીઓ દ્વારા માઘ સ્નાન કરવામાં આવ્યું હતું જેમાં 300 જેટલા વિદ્યાર્થીઓએ એકસાથે માઘ સ્નાન કર્યું હતું. તેઓ એક મહિના સુધી રોજ માઘ સ્નાન કરશે. માઘ સ્નાન વખતે આખી રાત ખુલ્લા આકાશમાં પાણી ભરેલા માટલા રખાય છે અને વહેલી સવારે આવા ઠંડા પાણીથી જ માધ સ્નાન કરાય છે. 

પોષ સુદ પુનમ થી મહા સુદ પુનમ એક માસ સુધી કડકડતી ઠંડીમાં વહેલી સવારે ઠંડા પાણી સ્નાન કરવું એ માઘ સ્નાન કહેવાય છે. ભારત ઋષિમુનિઓનો દેશ છે. ઋષિમુનિઓએ પોતાના જ્ઞાનના  અનુભવોના નિચોડ રુપે સમાજના કલ્યાણ માટે શાસ્ત્રો ની રચના કરી છે. આપણાં સ્વાસ્થ્ય તેમજ આનંદ માટે ઋતુ પ્રમાણે ઉત્સવોનું નિર્માણ કરેલ છે. ચાતુર્માસ દરમ્યાન વિવિધ વ્રતો, નવરાત્રી દરમ્યાન ઉપવાસ, એકાદશી ઉપવાસ, વગેરે વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ ઓરાગ્ય વર્ધક સાબિત થયા છે. આવા વ્રતો જો ભગવાને  પ્રસન્ન  કરવામાં આવે તો મોક્ષ મુલક બની જાય છે.

માઘ સ્નાન માટે માટીના કોરા માટલામાં સાંજે પાણી ભરવામાં આવે છે. વહેલી સવારે આ ઠંડાપાણીથી સ્નાન કરાય તેને માઘ સ્નાન કહેવાય છે. કડકડતી ઠંડીમાં માઘસ્નાનથી પ્રથમ શરીર થીજી ગયાની અનુભૂતિ થાય છે અને પછી ઠંડી જ ગાયબ થઇ જાય છે. આ માઘ સ્નાન સાહસિકતા અને ધાર્મિકતાના ગુણો વધારે છે. અરુણોદયથી આરંભીને પ્રાતઃકાળ પર્યંતના માઘસ્નાનના સમયને ઋષિમુનિઓએ પુણ્ય આપનારો કહેલો છે. તેનાથી પણ તારા દેખાતા હોય ને જે માઘસ્નાન કરવું તે સર્વોત્તમ સ્નાન કહેલું છે. તારા દેખાતા બંધ થાય તે સમયે જે સ્નાન કરવું, તે મધ્યમ સ્નાન કહેલું છે. અને સૂર્યોદય થાય ત્યારે સ્નાન કરવું તે કનિષ્ઠ સ્નાન કહેલું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news