JBL એ લોન્ચ કર્યા નોઇઝ કેન્સલેશનવાળા હેડફોન, જાણો- તેના Ultimate ફીચર્સ

આપણે મોટાભાગે જોઇએ છીએ કે પબ્લિક પ્લેસ હોય કે ઘર, અનિચ્છનીય અવાજ આપણને ઇરિટેડ કરી દે છે. વિચારો કે તમારી પાસે એવા હેડફોન હોય જે ના ફક્ત ફૂલ વોલ્યૂમમાં તમને ગીતો સાંભળવાની મજા આપે પરંતુ અનિચ્છનીય અવાજમાંથી મુક્તિ અપાવે. કંઇક એવા જ ફીચર છે આ અઠવાડિયે લોન્ચ થઇ રહેલા korg અને JBL ના નવા હેડફોનમાં.

JBL એ લોન્ચ કર્યા નોઇઝ કેન્સલેશનવાળા હેડફોન, જાણો- તેના Ultimate ફીચર્સ

નવી દિલ્હી: આપણે મોટાભાગે જોઇએ છીએ કે પબ્લિક પ્લેસ હોય કે ઘર, અનિચ્છનીય અવાજ આપણને ઇરિટેડ કરી દે છે. વિચારો કે તમારી પાસે એવા હેડફોન હોય જે ના ફક્ત ફૂલ વોલ્યૂમમાં તમને ગીતો સાંભળવાની મજા આપે પરંતુ અનિચ્છનીય અવાજમાંથી મુક્તિ અપાવે. કંઇક એવા જ ફીચર છે આ અઠવાડિયે લોન્ચ થઇ રહેલા korg અને JBL ના નવા હેડફોનમાં. નોઇઝ કેન્સલેશનનું આ ફીચર સામાન્ય રીતે સ્પેશલાઇઝ્ડ હેડફોન્સમાં જ આવે છે. પરંતુ  JBL એ માર્કેટમાં એક નવો ટ્રેન્ડ સેટ કરતાં પોતાના CLUB ONE નોઇસ કેન્સલેશનને માર્કેટમાં ઉતાર્યા છે. તો આવો જાણીએ આવા કેટલાક ફીચર્સ વિશે...

CLUB ONE સાથે લોન્ચ થયા, આ વધુ આ 2 હેડફોન્સ
JBL તમને CLUB સીરીઝમાં 3 વર્જન્સનું ઓપ્શન આપે છે, જે છે CLUB 700BT, CLUB 950NC અને CLUB ONE. ત્રણેય હેડફોન્સ ઓવર-ઇયર અને નોન-ઇયર મોડલમાં અવેલેબલ છે. આ હેડફોન્સમાં Google Assistant અને Amazon Alexa પણ ઇંટીગ્રેટેડ છે અને હેડ્સ ફ્રી કોલની ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. આ સાથે જ તેને JBL ના "MY જેબીએલ હેડફોન'' એપ વડે કનેક્ટ કરી શકાય છે. આ ત્રણે હેડફોન્સમાંથી CLUB ONE ના ANC સૌથી શ્રેષ્ઠ છે. 

લાઉડ મ્યૂઝિકમાં સ્પષ્ટ ઓડિયોની મજા
NC-Q1 માં હાઇબ્રિડ નોઇસ કેન્સલ છે, જેમ કે તમને Jabra Elite 85h માં મળે છે. એટલા માટે હેડફોનની બહાર અને અંદર બંને તરફ માઇક્રોફોન છે, જે એક સારો ઓડિયો એક્સપીરિયન્સ આપે છે. આ ઉપરાંત કોર્ગનો દાવો છે કે NC-Q1s ANC ની સાથે તમે લાઉડ મ્યૂઝિકમાં પણ સ્પષ્ટ ઓડિયો સ્પષ્ટ રીતે સાંભળી શકો છો જોકે બાકી ANC હેડફોન્સની સાથે પોસિબલ નથી. NC-Q1 માં 25kHz સુધીની ફ્રીક્વેંસી રિસ્પોન્સ છે. JBL ના આ બધા હેડફોન્સ બ્લેક કલરમાં લોન્ચ થવા એકદમ તૈયાર છે. 

DJ માટે છે હેડફોન્સ છે એકદમ યૂઝફોલ
કોર્ગે એનસી-ક્યૂ 1 નામથી ડીજે માટે એએનસી હેડફોન પણ શરૂ કર્યા છે. કંપનીનું કહેવું છે કે તેની એએનસી ''ડીજે બૂથે યુઝ માટે આઇડિયલ છે'' કારણ કે ડીજેને ખૂબ ઓછા સાઉન્ડમાં પણ મ્યુઝિકને મોનિટર કરવા દે છે, જે સાંભળવાની ક્ષમતાને યથાવત રાખે છે અને તમને હિયરિંગ પ્રોબ્લમ પણ ન આપે. તેની પાછળ સીધું કારણ એ છે કે DJ પ્લે કરનાર જ્યાં તમને એક કાનમાં મિક્સરનો અવાજ સાંભળી સાઉન્ડ મેનેજ કરી શકો છો તો બીજી તરફ સાઉન્ડ એમ્પ્લીફિકેશનનું કામ પણ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news