નિત્યનંદિતાએ Facebook પર Video અપલોડ કરી સૌને ચોંકાવ્યા, ગૃહમંત્રી અમિત શાહના પુત્રના નામનો કર્યો ઉલ્લેખ

આશ્રમમાંથી નાસી ગયેલી નિત્યાનંદિતાએ સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યો છે. છેલ્લા અનેક સમયના ઘટનાક્રમ અંગે વર્ણન કરતા આ વીડિયોમાં નિત્યનંદિતાએ ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહનો ઉલ્લેખ કરીનો સૌને ચોંકાવી દીધા છે. તેણે આ વીડિયોમાં પોતાના પિતા તેને કેવી રીતે ધમકી આપે છે તે વિશે ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે, મારા પિતાના મને કહે છે કે, તેઓના બહુ પોલિટિકલ કોન્ટેકટ છે. અમિત શાહના પુત્ર સાથે પણ કોન્ટેકટ છે. એટલે ચિંતા ના કરે. તેઓ મને સ્વામી નિત્યાનંદ સામે પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધવાનું કહે છે. આ બધી વાતો સાંભળવી યોગ્ય ન લાગતા મેં ફોન કટ કરી નાખ્યો હતો.’

નિત્યનંદિતાએ Facebook પર Video અપલોડ કરી સૌને ચોંકાવ્યા, ગૃહમંત્રી અમિત શાહના પુત્રના નામનો કર્યો ઉલ્લેખ

આશ્કા જાની/અમદાવાદ :આશ્રમમાંથી નાસી ગયેલી નિત્યાનંદિતાએ સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યો છે. છેલ્લા અનેક સમયના ઘટનાક્રમ અંગે વર્ણન કરતા આ વીડિયોમાં નિત્યનંદિતાએ ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહનો ઉલ્લેખ કરીનો સૌને ચોંકાવી દીધા છે. તેણે આ વીડિયોમાં પોતાના પિતા તેને કેવી રીતે ધમકી આપે છે તે વિશે ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે, મારા પિતાના મને કહે છે કે, તેઓના બહુ પોલિટિકલ કોન્ટેકટ છે. અમિત શાહના પુત્ર સાથે પણ કોન્ટેકટ છે. એટલે ચિંતા ના કરે. તેઓ મને સ્વામી નિત્યાનંદ સામે પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધવાનું કહે છે. આ બધી વાતો સાંભળવી યોગ્ય ન લાગતા મેં ફોન કટ કરી નાખ્યો હતો.’

નિત્યનંદિતાનું ફેસબુક પર મા નિત્યનંદિતા નામની એકાઉન્ટ છે. જ્યાં તેણે આજે સવારે એક વીડિયો શેર કર્યો છે. તેણે પોતાના પિતા જનાર્દન શર્માના વર્તનમાં એકાએક આવેલા ફેરફરનો ઉલ્લેખ વીડિયોમાં કર્યો છે. તેણે 1 નવેમ્બરના રોજ ટેલિફોનિક વાતચીતમાં પોતાના પર દબાણ લાવવા જનાર્દન દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યો છે. તેણે કહ્યું કે, આ બધું 1 નવેમ્બરે થયુ ત્યારે પોલીસની આવન જાવન વધી. આશ્રમમાં લોકો પરેશાન થવા લાગ્યા. સ્વામી સામે કોઈ ષડયંત્ર રચાવાનું હોવાથી હું ટ્રાવેલિંગમાં નીકળી ગઈ. 

તેણે વીડિયોમાં પોતાના પિતા વિરુદ્ઘ ક કહ્યું કે, હવે બધુ બહુ જ વધી ગયું છે. જનાર્દને હાઈકોર્ટમાં હેબિયર્સ કોર્પસ દાખલ કરી છે. તે મને અને સંસ્થાને ધમકી આપી રહ્યો છે. તે મને સતત ધમકી આપી રહ્યો છે. હુ શોક્ડ છું, કારણ કે જર્નાદન કંઈ પણ કરી શકે છે. તે મને સતત સ્વામી સામે પોસ્કો એક્ટમાં ફરિયાદ દાખલ કરવા કહી રહ્યો છે. તે મને સતત કહી રહ્યો છે તે તેના અનેક મોટા રાજકીય લોકો સાથે સંપર્ક છે. તેણે એમ પણ કહ્યું કે, અમિત શાહનો પુત્ર પણ મને સારી રીતે ઓળખે છે. તે મને સતત કહી રહ્યો છે કે તે આ બધાનો ઉપયોગ કરી શકે છે.  

2 સાધ્વીની ધરપકડ કરાઈ
નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે સગીર બાળકો ગુમ થવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ 2 સાધ્વીઓની ધરપકડ કરી છે. આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા સહિત 2ની ધરપકડ કરાઈ છે. બંનેની સગીરાનું અપહરણ કરી ગેરકાયદેસર ગોંધી રાખવાના ગુના હેઠળ ધરપકડ કરાઈ છે. 

ગુમ બાળકોના માતાપિતા આશ્રમ સાથે સંકળાયેલા હતા
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ નિત્યાનંદ આશ્રમ કેસમાં યુવતીના પિતા જનાર્દન શર્મા બેંગ્લોરના નિત્યાનંદ પીઠમમાં સેવા આપતા હતા. તેમના પત્ની પણ સેવામાં જોડાયેલા હતા. મોટી પુત્રી લોપામુદ્રાને બે વર્ષ અગાઉ બેંગ્લોરના સંચાલકોએ વિદેશ મોકલી હતી.  

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news