30 મુસાફરોને લઈ જતી લક્ઝરી બસે બારડોલી પાસે પલટી મારી, અકસ્માત બાદ ડ્રાઈવર ભાગી છૂટ્યો

30 મુસાફરોને લઈ જતી લક્ઝરી બસે બારડોલી પાસે પલટી મારી, અકસ્માત બાદ ડ્રાઈવર ભાગી છૂટ્યો
  • ઠંડીનું પ્રમાણ વધતા વાતાવરણ ધુમ્મસભર્યુ બની જતું હોય છે. આવામાં રાતથી વહેલી સવાર સુધી વિઝિબિલિટીમાં તકલીફ થતી હોય છે. તેથી ડ્રાઈવર્સને પણ રસ્તા પર આગળ જોવામાં તકલીફ થતી હોય છે. આવા સંજોગોમાં અકસ્માત સર્જાતા હોય છે

કિરણસિંહ ગોહિલ/સુરત :ઠંડીની મોસમ પડતા જ ગુજરાતમાં અકસ્માતોનો સિલસિલો શરૂ થયો છે. ત્યારે દક્ષિણ ગુજરાતના બારડોલીમાં મોટો અકસ્માત (accident) થતો રહી ગયો છે. પલસાણા હાઈવે પર લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી. જેમાં બસમાં સવાર 30 થી વધુ મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી છે. 

બસનો ચાલક ગાડી મૂકીને ફરાર થયો 
પ્રાપ્ત માહિતી અનુસાર, બારડોલી પાસેથી પસાર થતા પલસાણા હાઇવે પર આજે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. લક્ઝરી બસ ભૂસાવલથી અમદાવાદ જઈ રહી હતી, ત્યારે પલસાણા હાઇવે પર બ્રિજ નજીક ખાનગી લકઝરી બસ પલટી ખાઈ ગઈ હતી. બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઘટના ઘટી હતી. અકસ્માતને પગલે બસમાં સવાર 30 થી વધુ મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી છે. જેઓને તાત્કાલિક સારવાર અપાઈ હતી. બસ અકસ્માત બાદ બસનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બારડોલી પોલીસ તેમજ બારડોલી ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને તમામ માહિતી મેળવી હતી. 

આ પણ વાંચો : રાશિફળ 28 નવેમ્બર : આજે 3 રાશિની ગ્રહોની સ્થિતિ ખાસ છે, અટવાયેલા કામ પૂરા થશે 

ઠંડીમાં રસ્તા પર વિઝિબિલીટી ઘટી જાય છે 
ઉલ્લેખનીય છે કે, ઠંડીનું પ્રમાણ વધતા વાતાવરણ ધુમ્મસભર્યુ બની જતું હોય છે. આવામાં રાતથી વહેલી સવાર સુધી વિઝિબિલિટીમાં તકલીફ થતી હોય છે. તેથી ડ્રાઈવર્સને પણ રસ્તા પર આગળ જોવામાં તકલીફ થતી હોય છે. આવા સંજોગોમાં અકસ્માત સર્જાતા હોય છે. તેથી શક્ય હોય તો ઠંડીમાં રાત્રિ મુસાફરી ટાળવી જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news