PM મોદી આજે દેશના 3 કોરોના વેક્સીન સેન્ટરની મુલાકાત લેશે, શરૂઆત અમદાવાદથી થશે
Trending Photos
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ પ્રવાસે છે. પીએમ મોદી અમદાવાદની ઝાયડ્સ કેડિલા કંપનીના પ્લાન્ટની મુલાકાત લેવાના છે. ત્યારે ઝાયડસના પ્લાન્ટને ફરતે સઘન સુરક્ષા ગોઠવી દેવાઈ છે
ઝી મીડિયા/બ્યૂરો :પ્રધાનમંત્રી મોદી (Narendra Modi) આજે શનિવારે પૂણે, અમદાવાદ અને હૈદરાબાદની મુલાકાત કરશે. અહી તેઓ બનાવવામાં આવી રહેલી કોવિડ 19ની રસી સાથે જોડાયેલ કામગીરીની સમીક્ષા કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયે આ માહિતી આપી છે. પીએમઓ દ્વારા ટ્વીટ કરાઈ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રસીની પ્રોસેસની વ્યક્તિગત સમીક્ષા કરવા માટે ત્રણ મોટા શહેરોની મુલાકાત કરશે. તેઓ અમદાવાદના ઝાડયસ કેડિડા પાર્ક (zydus cadila), હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ પ્રવાસે છે. પીએમ મોદી અમદાવાદની ઝાયડ્સ કેડિલા કંપનીના પ્લાન્ટની મુલાકાત લેવાના છે. ત્યારે ઝાયડસના પ્લાન્ટને ફરતે સઘન સુરક્ષા ગોઠવી દેવાઈ છે.
PM Modi to embark on a 3 city visit today to personally review the #COVID19 vaccine development and manufacturing process.
He will visit the Zydus Biotech Park in Ahmedabad (Gujarat), Bharat Biotech in Hyderabad (Telangana) and Serum Institute of India in Pune (Maharashtra). pic.twitter.com/4qryejbarw
— ANI (@ANI) November 28, 2020
સવારે 9 વાગ્યે અમદાવાદ પહોંચશે પીએમ મોદી
આજે પીએમ મોદીની અમદાવાદની મહત્વપૂર્ણ મુલાકાત લેવાના છે. પીએમ મોદી ઝાયડસ કેડિલાની કંપનીના પ્લાન્ટમાં બની રહેલી કોરોનાની રસી (Corona Vaccine)મામલે મુલાકાત લેવાના છે. અમદાવાદના ચાંગોદર સ્થિત ઝાયડસ કેડિલા કંપનીનો પ્લાન્ટ આવેલો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટેના આગમન માટે તાત્કાલિક હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે આજે પીએમ મોદીની મુલાકાતને પગલે ગઈકાલે પોલીસ રિહર્સલ પણ યોજાઈ હતી. આજે સવારે લગભગ 8.55 વાગ્યાની આસપાસ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. જેના બાદ તેઓ પ્લાન્ટ વિઝીટમાં જશે.
કેડિલા કંપની દ્વારા બનાવાઈ વેક્સીન
ઝાયડસ કેડિલા કંપનીમાં બનતી ઝાયકો-ડી નામની દવા મામલે પીએમ મોદી પ્લાન્ટની વિઝીટ કરવાના છે. ઝાયકોવ-ડી નામની દવા પ્લાઝમીડ ડીએનએ વેક્સીન છે.
કંપની દ્વારા ઝાયકોવ-ડી દવાની 2 ટ્રાયલ પૂર્ણ કરી લેવાઈ છે. ડિસેમ્બર સુધીમાં આ દવાની ત્રીજી ટ્રાયલ શરૂ કરવામાં આવશે. કંપની દ્વારા 10 કરોડ દવાઓનો ડોઝ અગાઉથી જ બનાવીને તૈયાર કરાયો છે. ડોઝ બનાવવા માટે એક નવો પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદથી પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ જશે મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 28 તારીખે અમદાવાદથી પૂણે જવા નીકળે. બપોરે 12:30 વાગે તેઓ પૂણે જશે. અહીં પ્રધાનમંત્રી પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે. જ્યાં લગભગ એક કલાક સુધી રહેશે. આ દરમિયાન પ્રધાનમંત્રી કોરોના વેક્સીન પર તમામ જાણકારીઓ મેળવશે. પૂણે બાદ તેઓ હૈદરાબાદ માટે જવા રવાના થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે