સુરત : સગીર પ્રેમિકા સાથે પ્રેમીએ 60 ફૂટ ઊંચા પુલ પરથી કૂદીને આત્મહત્યા કરી, બંનેના મોત

સુરત : સગીર પ્રેમિકા સાથે પ્રેમીએ 60 ફૂટ ઊંચા પુલ પરથી કૂદીને આત્મહત્યા કરી, બંનેના મોત
  • બંને જણા એક્ટિવા પર પુલ સુધી આવ્યા હતા અને 60 ફૂટ ઉંચા પુલ પરથી નીચે ઝંપલાવ્યું હતું
  • પ્રેમી પંખીડાઓએ આ સ્યૂસાઈડ નોટ સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરી હતી

ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાકાળમાં આત્મહત્યાના કિસ્સા વધી રહ્યાં છે. તેમજ ધીરજ ગુમાવી ચૂકેલા પ્રેમી પંખીડાઓ મોતનો રસ્તો અપનાવી રહ્યાં છે. ત્યારે સુરત પાસેના મહુવા તાલુકામાં અંબિકા નદીના પુલ પરથી વધુ એક પ્રેમી પંખીડાઓએ પડતુ મૂકીને આત્મહત્યા કરી છે. બંનેએ સ્યૂસાઈડ નોટ સોશિયલ મીડિયા પર મૂકીને આત્મહત્યા કરી છે. જોકે, આ કિસ્સામાં મૃતક પ્રેમિકા સગીર વયની હોવાનું જાણવા મળ્યું છે. 

મરતા પહેલા સ્યૂસાઈડ નોટ સોશિયલ મીડિયા પર મૂકી 
ગઈકાલે બપોરે 3 વાગ્યાના અરસામાં વેલણપુર ગામની સીમમાંથી પસાર થતી અંબિકા નદીના પુલ પરથી એક પ્રેમીએ તેની સગીર પ્રેમિકા સાથે નીચે ઝંપલાવ્યુ હતુ. બંનેના કરુણ મોત નિપજ્યા હતા. ઘટના સ્થળેથી પોલીસને સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, અમે અમારી મરજીથી સ્યુસાઈડ કરીએ છીએ અને મારી મમ્મીને અમારાથી બહુ પ્રોબ્લેમ છે. સ્પેશિયલી મારાથી ઓલરેડી એને તો મને એવુ કઈ જ દીધેલુ હતુ કે મરી જા એટલે અમે સ્યુસાઈડ કરીએ છીએ. જોકે, પ્રેમી પંખીડાઓએ આ સ્યૂસાઈડ નોટ સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરી હતી. 

60 ફૂટ ઊંચા પુલ પરથી મોત વ્હાલુ કર્યું 
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતક પ્રેમી તેજસ બલ્લુભાઈ પટેલ (ઉમર 19 વર્ષ) ડોલવણ તાલુકાના બેડા રાયપુરા ગામનો વતની છે. તો પ્રેમિકા નવસારી જિલ્લામાં રહેતી 16 વર્ષની સગીરા છે. બંને જણા એક્ટિવા પર પુલ સુધી આવ્યા હતા અને 60 ફૂટ ઉંચા પુલ પરથી નીચે ઝંપલાવ્યું હતું. 

ઘટના સ્થળે જ બંનેના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. તેમના મોતની જાણ થતા જ પરિવાર દોડી આવ્યો હતો. ત્યારે પરિવાર પણ આઘાત પામી ગયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news