Ahmdaabd News: અમદાવાદ કોર્પોરેશનને 700 કરોડથી વધુ રકમનું નુકસાન, કોના બાપની દિવાળી

રાજ્ય સરકારે કરેલા આદેશ રૂપિ સરક્યુલરનું પણ કોર્પોરેશનમાં ક્યાંય પાલન થતું હોય તેમ લાગતું નથી. વર્ષ 25 એપ્રિલ 2008 માં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે એક સરક્યુલર કર્યો હતો. ભાડુ વસુલવાની નવી નીતીને  27 જાન્યુઆરી 2012ની એએમસી સ્ટે.કમિટીમાં મંજૂરી પણ આપવામાં આવી હતી.

Ahmdaabd News: અમદાવાદ કોર્પોરેશનને 700 કરોડથી વધુ રકમનું નુકસાન, કોના બાપની દિવાળી

ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકામાં અંધરે વહીવટ ચાલતો હોય તેમ લાગી રહ્યું છે. કોર્પોરેશનના નઘરોળ અધિકારીઓના પાપે કરોડો રૂપિયાનું દેખીતું નુકસાન થઈ રહ્યું છે. પરંતુ અધિકારીઓનું પેટનું પાણી પણ નથી હલી રહ્યું છે. વાંચો બેદરકાર અમદાવાદ કોર્પોરેશનનો આ ખાસ અહેવાલ.

  • અમદાવાદ મહાનગરપાલિકામાં અંધેર વહીવટ
  • બેદરકારીને કારણે થઈ રહ્યું છે કરોડોનું નુકસાન
  • રોડ ઓપનિંગ મંજૂરી મામલે થયા ચોંકાવનારા ખુલાસા
  • બેદરકારીથી કોર્પોરેશનને કરોડોનું નુકસાન
  • નઘરોળ તંત્ર મામલે થયા ચોંકાવનારા ખુલાસા
  • રોડ ઓપનિંગ મંજૂરી મામલે થયા અનેક ખુલાસા
  • તંત્રના અધિકારીઓને વસુલાતમાં કેમ રસ નહીં?
  • શું અધિકારીઓનું કંપનીઓ સાથે સેટિંગ છે?

રાજ્યની સૌથી મોટી અને સૌથી વધુ આવક ધરાવતું કોર્પોરેશન એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન...વિવિધ કામના ખોદકામ માટે અપાતી રોડ ઓપનીંગ પરમિશન મામલે કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. ગેસ, વિજળી, ટેલીફોન સહીતની વિવિધ સરકારી-ખાનગી કંપનીઓ દ્વારા ખોદકામ કરવામાં આવે છે. આ ખોદકામ માટે એજન્સીઓ કે પછી કંપનીઓએ AMCની મંજૂરી લેવાની હોય છે. આ મંજૂરી માટે વન ટાઈમ રકમ વસુલવામાં આવે છે. પરંતુ વાર્ષિક ભાડાની વસુલાતમાં કોર્પોરેશનના કોઈ સત્તાધીશ કે અધિકારીને રસ જ નથી. 

કોર્પોરેશનની આ ઢીલી નીતિને કારણે અમદાવાદ કોર્પોરેશનને 700 કરોડથી વધુ રકમનું નુકસાન ગયું છે. રાજ્ય સરકારે કરેલા આદેશ રૂપિ સરક્યુલરનું પણ કોર્પોરેશનમાં ક્યાંય પાલન થતું હોય તેમ લાગતું નથી. વર્ષ 25 એપ્રિલ 2008 માં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે એક સરક્યુલર કર્યો હતો. ભાડુ વસુલવાની નવી નીતીને  27 જાન્યુઆરી 2012ની એએમસી સ્ટે.કમિટીમાં મંજૂરી પણ આપવામાં આવી હતી. પરંતુ મંજૂરી મળ્યા પછી પણ આજદીન સુધી વસુલાત મામલે તંત્રને કોઈ રસ જ ન હોય તેમ લાગી રહ્યું છે. 

  • અમદાવાદ કોર્પોરેશનને 700 કરોડથી વધુ રકમનું નુકસાન 
  • આદેશનું પણ પાલન નહીં 
  • રાજ્ય સરકારના આદેશ રૂપિ સરક્યુલરનું પણ કોર્પોરેશનમાં પાલન નહીં
  • વર્ષ 25 એપ્રિલ 2008મા શહેરી વિકાસ વિભાગે સરક્યુલર કર્યો હતો
  • 27 જાન્યુઆરી 2012ની AMC સ્ટે.કમિટીમાં મંજૂરી પણ આપી હતી
  • મંજૂરી મળ્યા પછી પણ આજદીન સુધી વસુલાત મામલે તંત્રને નથી રસ

કોર્પોરેશનની આ ઢીલી નીતિથી શહેરનો વિકાસ રુંધાઈ રહ્યો છે. કોર્પોરેશનની તિજોરી ખાલી રહેતા વિકાસના કામો થઈ શક્તા નથી. તો એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે કેટલીક મોટી કંપનીઓ તંત્રની માનીતી હોવાથી અધિકારીઓ વસુલાત કરતાં નથી. હવે જોવાનું રહેશે કે તંત્ર આ મામલે ક્યારે જાગે છે અને આ બાકી લેણાંની વસુલાત કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news