ગુજરાતનો સૌથી મોટો તિરંગો રાજકોટની ઈમારત પર ફરકાવાયો, હાઈટ છે 250 ફૂટ
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ :આજથી દેશમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ થયુ છે. જેથી સવારથી અનેક ઘર, ઓફિસો, ઈમારતોની બહાર તિરંગો લહેરાયો છે. પરંતુ ગુજરાતના એક શહેરમાં વિરાટ તિરંગો ફરકાવાયો છે. રાજકોટમાં હરઘર તિરંગા અભિયાન અંતર્ગત નાનામવા રોડ 250 ફુટ લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો છે. સિલ્વર હાઈટ્સ સોસાયટી દ્વારા 250 લાંબો તિરંગો 22 માળ ઉંચેથી ફરકાવ્યો છે. 1 કિલોમીટર દૂરથી પણ રાજકોટવાસીઓ આ નજારો જોઈ શકે છે. 150 ફૂટ રિંગ રોડ પર કોઈ પસાર થાય તો તેને પણ તિરંગો દેખાય તેટલો વિશાળ છે.
હર ઘર તિરંગા અભિયાનમાં આખો દેશ જોડાયો છે. રાજકોટવાસીઓ પણ આ અભિયાનમાં જોડાઈને રાષ્ટ્રપ્રેમ બતાવી રહ્યાં છે. ત્યારે રાજકોટના સૌથી વ્યસ્ત એવા નાના મવા રોડ પર આવેલી 22 માળની ઈમારત પર ગુજરાતનો સૌથી મોટો તિરંગો લહેરાવાયો છે. 22 માળની ઈમારત પર 250 ફૂટ ઊંચો તિરંગો ફરકાવાયો છે. આ તિરંગો હાલ રાજકોટવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
આજથી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન
રાજકોટના નામવા રોડ ખાતે સિલ્વર હાઈટ્સ સોસાયટીમાં 250 ફૂટ લાંબો તિરંગો ફરકાવ્યો#AzadiKaAmritMahotsav #HarGharTiranga #IndependenceDay #zee24kalak #Gujarat pic.twitter.com/AnkCKhQlLR
— Zee 24 Kalak (@Zee24Kalak) August 13, 2022
નાના મવા રોડ રાજકોટનો પોશ વિસ્તાર છે, જ્યાં આવેલી સિલ્વર હાઈટ્સ સોસાયટી 22 માળી છે. આ ઈમારત સૌરાષ્ટ્રની સૌથી ઉંચી ઈમારત છે. જેથી તેના પર લગાવાયેલો 250 ફૂટનો તિરંગો જોઈને લોકોમાં રાષ્ટ્રભક્તિની ભાવના પેદા થઈ રહી છે. લગભગ દોઢ કિલોમીટર સુધીના વિસ્તાર સુધી આ ઊંચો તિરંગો જોઈ શકાય છે. તો અનેક લોકો આ તિરંગા સાથેની તસવીર શેર કરી રહ્યાં છે. તો સાથે જ તેની સાથે સેલ્ફી લઈ રહ્યાં છે.
સિલ્વર હાઈટ્સ સોસાયટીના મુકેશભાઇ શેઠે જણાવ્યું હતું કે, અમારી સોસાયટીના એસોસિએશને સાથે મળી નક્કી કર્યું હતું કે આપણે પણ ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાશું. માટે અમે રાજકોટ ખાતે જ એક 250 ફૂટ લાંબો અને 24 ફૂટ પહોળો તિરંગો તૈયાર કરી બિલ્ડીંગ ઉપર લગાવ્યો છે. રાત્રિ દરમિયાન પણ દૂરથી લોકો નિહાળી શકે તે માટે લાઇટિંગ પણ કરવામાં આવ્યું છે. 150 ફૂટ રિંગ રોડ પરથી એક કિલોમીટર દૂરથી પણ આ તિરંગાને લોકો નિહાળી શકે.
ઉલ્લેખનીય છે કે, આટલો મોટો તિરંગો ખાસ ઓર્ડરથી બનાવાયો છે. જેના માટે અંદાજે એક લાખનો ખર્ચ કરાયો છે. આ તિરંગો તૈયાર કરી 15 ઓગસ્ટ સુધી બિલ્ડીંગ પર રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે