PM Modi ગુજરાત પ્રવાસ, બે દિવસમાં કરી ચાર સભા, બદલાયા રાજકીય સમીકરણો, સમગ્ર અહેવાલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના બે દિવસીય પ્રવાસ દરમિયાન ચાર ચૂંટણી જનસભા સંબોધી હતી. માદરે વતન ગુજરાતનો બે દિવસીય ચૂંટણી પ્રચાર કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણે રાજકીય વાતાવરણ બદલ્યું છે. હિંમતનગર, સુરેન્દ્રનગર, આણંદ અને અમરેલી ખાતે જનસભા સંબોધી વડાપ્રધાને ગુજરાતની તમામે તમામ 26 બેઠકો કમળને આપવાની જાણે ખાતરી લીધી અને જનતાએ પણ 'ફીર સે મોદી સરકાર' સૂર વ્યક્ત કર્યો. વડાપ્રધાન મોદીએ પ્રથમ દિવસે એક સાથે ત્રણ હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદ ખાતે તો બીજા દિવસે ગુરૂવારે સવારે અમરેલી ખાતે વિશાળ જનસભા સંબોધી. જેમાં ગુજરાતી હોવાનું ગૌરવ વ્યક્ત કર્યુ અને ગુજરાતી સપૂત દેશમાં ડંકો વગાડી રહ્યો છે જેમાં આપ સૌના આશીર્વાદની જરૂર હોવાનો મત વ્યક્ત કર્યો. સાથોસાથ વિકાસથી લઇને રાષ્ટ્રવાદ સહિતના મુદ્દે કોંગ્રેસ અને વિપક્ષીઓ સામે આકરા પ્રહાર કર્યા. પીએમ મોદીએ ચાર સભાઓમાં શું કહ્યું? આવો જાણીએ વિગતે...
Trending Photos
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના બે દિવસીય પ્રવાસ દરમિયાન ચાર ચૂંટણી જનસભા સંબોધી હતી. માદરે વતન ગુજરાતનો બે દિવસીય ચૂંટણી પ્રચાર કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણે રાજકીય વાતાવરણ બદલ્યું છે. હિંમતનગર, સુરેન્દ્રનગર, આણંદ અને અમરેલી ખાતે જનસભા સંબોધી વડાપ્રધાને ગુજરાતની તમામે તમામ 26 બેઠકો કમળને આપવાની જાણે ખાતરી લીધી અને જનતાએ પણ 'ફીર સે મોદી સરકાર' સૂર વ્યક્ત કર્યો. વડાપ્રધાન મોદીએ પ્રથમ દિવસે એક સાથે ત્રણ હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદ ખાતે તો બીજા દિવસે ગુરૂવારે સવારે અમરેલી ખાતે વિશાળ જનસભા સંબોધી. જેમાં ગુજરાતી હોવાનું ગૌરવ વ્યક્ત કર્યુ અને ગુજરાતી સપૂત દેશમાં ડંકો વગાડી રહ્યો છે જેમાં આપ સૌના આશીર્વાદની જરૂર હોવાનો મત વ્યક્ત કર્યો. સાથોસાથ વિકાસથી લઇને રાષ્ટ્રવાદ સહિતના મુદ્દે કોંગ્રેસ અને વિપક્ષીઓ સામે આકરા પ્રહાર કર્યા. પીએમ મોદીએ ચાર સભાઓમાં શું કહ્યું? આવો જાણીએ વિગતે...
હિંમતનગરમાં પીએમ મોદીનો લલકાર:
પીએમ મોદીએ કહ્યું કે,આજે મારી હિંમતનગરની હિંમત જોવી છે. હું અહી ઈઝરાયેલના પ્રધાનને લઈ આવ્યો હતો. એક જમાનો એવો હતો કે ભારતના વડાપ્રધાનને સાંબરકાઠા આવવાની ફુરસત ન હતી. આ એક જ વડાપ્રધાન એવો છે, જે અરવલ્લી-સાંબરકાંઠા-પંચમહાલની ગલીઓ જાણે છે. લોકોના નામ જાણે છે. આ વાતને લઈને તેમણે સભામાં ‘ફીર એક બાર મોદી સરકાર’નો નારો લગાવ્યો હતો. હિંમતનગર અને બોટાદે હંમેશા ગુજરાતને રાજકીય દિશા બતાવવાનું કામ કર્યું છે. કોંગ્રેસ પર નિશાન તાકતા તેમણે કહ્યું કે, નેવાના પાણી મોભે ચઢાવવાની તાકાત આપણામાં છે. દેશને તો હમણા ખબર પડી, પણ તમને તો ખબર છે ને. મારા સમયમાં ગુજરાતનું નુકશાન દિલ્હીવાળાઓએ કર્યું હતું. ગુજરાત સરકાર તોડવા માટે આકાશ-પાતાળ એક કર્યા હતા. એમને એવુ છે કે, આ ગુજ્જુ, આ ચાવાળો, અમારા ખાનદાનને જામીન લેવા પડે તેવું કરી નાંખ્યું. આખો પરિવાર જામીન પર છે. 5 વર્ષમાં તમારી છાતી ફૂલે તેવુ કામ અમે કર્યું છે. સરદાર અને મહાત્મા ગાઁધીની આ જ પરંપરા છે. ગુજરાત મારી પડખે ઉભુ છે, તે મારી મોટી તાકાત છે. (વધુ વાંચો)
સુરેન્દ્રનગર: જનતા મોંઘવારી શબ્દ ભૂલી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંમતનગર ખાતે ચૂંટણી સભાને સંબોધ્યા બાદ વડાપ્રધાન ગુજરાતની સુરેન્દ્રનગર બેઠક પર પહોચ્યાં હતા. સુરેન્દ્રનગર બેઠક પર સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઝવેરચંદ મેઘાણીની ભૂમી તથા મા ચામુંડાની ભૂમીને નમન કહીને ભાષણ શરૂ કર્યું હતું. મોટી સંખ્યામાં આવેલા કાર્યકર્તાઓએ મોદી મોદીના નારા પણ લગાવ્યા હતા. મહાવીર સ્વામીની જન્મજયંતિની શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાતમાં આવેલા વાવાઝોડામાં જે લોકોના મોત થયા તે લોકોના પરિવાર અંગે દુખ વ્યક્ત કર્યું હતું. ધાગ્રધ્રાના રાજમાતાના નિધન પર પણ શ્રદ્ધાજલિ અર્પી હતી. વડાપ્રધાને કહ્યું કે, આખા દેશમાં જમણ ત્યા સુધી સારુ ના લાગે જ્યાં સુધી સુરેન્દ્રનગરનું મીઠું ના ભળે..કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, જે લોકોએ દેશના 70 વર્ષ બરદાદ કર્યા તેમને તો 70મીનીટ ન આપવી જોઇએ. ભારતમાં ભષ્ટ્રાચારનો ભોરીંગ થયો હતો. 5 વર્ષમાં દેશના લોકો મોધવારી શબ્દભૂલી ગયા. ગોટાળા કરનારા લોકો ડરી રહ્યા છે. 2019માં મોદી સરકાર આવશે તો તમામ ગોટાળા કરનારા લોકો તીહાડ જેલમાં હશે. માટે તેઓ ડરી રહ્યા છે. (વધુ વાંચો)
આણંદ: અમે સરકારની વિચારધારા બદલી...
વડાપ્રધાન મોદીએ ભાષણની શરૂઆત કરતા કહ્યું કે, હિંમતનગર અને સુરેન્દ્રનગરમાં મોદી મોદી થઇ કહ્યું છે. તો કોંગ્રેસ વાળાને ઉંઘની ગોળીએ લેવી પડશે. સરકારી ક્ષેત્રે વિશ્વનું આકર્ષણ કરનાર અમૂલની ભૂમી છે. ચરોતરમાં સતત સુખદ અનુભવ થઇ રહ્યો છે.ગત પાંચ વર્ષોમાં મે સામાન્ય માનવીઓની મૂળભુત જરૂરિયાત પૂરી કરવાની વાત કરી છે. પહેલા કરતા 6 ઘણા વધારે લોકો માટે ઘર બનાવાનું કામ કર્યું છે. દરેક ગામડાઓમાં વિજળી પહોંચડવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. દેશના યુવાનો માટે સાત લાખ કરોડ રૂપિયા કોઇ પણ બેંક ગેરેંટીએ સ્વરોજગારી વિના આપ્યા છે. પાંચ વર્ષ પહેલા તમામ લોકોએ એક વોટ આપીને દિલ્હીની સરકારને બદલીનાખી અને એક ચોકીદારને બેસાડી દીધો હતો. અમે સરકારની વિચારધારા બદલી નાખી છે.દિલ્હીથી ચાલનારી સરકારને અમે દિલ્હીથી બહાર લાવીને દેશના દરેક ખુણામાં લાવી દીધી છે. સામાન્ય માણસ પર વિશ્વાસ કર્યો છે. પાંચ વર્ષેમાં ભારતનો આત્મ વિશ્વાસ વધ્યો હવેના ભારતને મહાસત્તા બનાવી છે. કોંગ્રેસે તેના મેનીફેસ્ટોમાં રાજદ્રોહ હટાવાની વાતો કરીને કાશ્મીરમાં પથ્થર બાજોને મજબૂત કરવાની વાતો કરી રહી છે. કાશ્મીરમાં કોંગ્રેસને સમર્થન આપનાર એક વ્યક્તિ બોલ્યો, કે જો કોઇએ પાકિસ્તાનને ગાળો આપી તો હું, ભારતને ગાળો આપીશ. આવા વ્યક્તિને વોટ આપવાની ભૂલ ના કરતા. (વધુ વાંચો)
અમરેલી: ભંગાર કહેનારાઓને સણસણતો જવાબ
ગુજરાતમાં આજે બીજા દિવસે પીએમ મોદીએ ઝંઝાવાતી પ્રચાર કર્યો. સૌરાષ્ટ્રની અતિ મહત્વની ગણાતી એવી અમરેલી બેઠક પર પ્રચાર દરમિયાન તેમણે કોંગ્રેસ પર એર સ્ટ્રાઈક, ગરીબી, આતંકી હુમલાઓ, સરદાર પટેલ સ્ટેચ્યુ જેવા મુદ્દાઓને લઈને પ્રહાર કર્યા હતા. તો સાથે જ સરદાર પટેલના સ્ટેચ્યુને કોંગ્રેસના નેતાઓ દ્વારા ભંગાર કહેવા અંગે પણ જવાબ આપ્યો હતો. પરેશ ધાનાણી પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, અહીંયા તમારા ભાઈએ સરદાર સાહેબનું અપમાન કરવામાં કહી બાકી નથી રાખ્યું. સરદાર સાહેબના સ્ટેચ્યુને ભંગાર કહ્યા. તેઓને શરમ નથી આવતુ આવુ બોલતા? આવા નેતાઓ તમારી સામે આવે તો શરમ આવવી જોઈએ. તેમણે કહ્યું કે, જેવી અમારી સરકાર બનશે તો અમે નક્કી કર્યું છે કે, 5 એકરનો નિયમ હટાવી દઈશું, અને બધા ખેડૂતોને લાભ આપવામાં આવશે. ગુજરાતે મને પાણીદાર બનાવ્યો છે. તેથી નવી સરકારમાં પાણી માટે જળશક્તિ મંત્રાલય બનાવવાનુ નક્કી કર્યું છે. (વધુ વાંચો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે