હાર્દિક પટેલનું હેલિકોપ્ટર અને ટ્વિટર એકાઉન્ટને લઈને જાણો બે મોટા સમાચાર

કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને ચૂંટણી પ્રચારમાં ચાર્ટર્ડ પ્લેન ફાળવ્યાની વાતથી ફરી સોશિયલ મીડિયામાં ચર્ચાઓ થઈ હતી. કોંગ્રસનો સ્ટાર પ્રચારક અને પાટીદાર નેતા હાલ હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ પ્લેનમાં ફરીને ચૂંટણી સભાઓમાં જઈ રહ્યો છે. ત્યારે લુણાવાડાના હેલિપેડ પર જમીન માલિક દ્વારા હાર્દિકનું હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી આપવામાં ન આવી. જોકે, હાલ કોંગ્રેસના સદસ્યો જમીન માલિકના ઘરે તેને મનાવવાના પ્રયાસોમાં લાગી ગયા છે.

હાર્દિક પટેલનું હેલિકોપ્ટર અને ટ્વિટર એકાઉન્ટને લઈને જાણો બે મોટા સમાચાર

અલ્પેશ સુથાર/મહીસાગર :કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને ચૂંટણી પ્રચારમાં ચાર્ટર્ડ પ્લેન ફાળવ્યાની વાતથી ફરી સોશિયલ મીડિયામાં ચર્ચાઓ થઈ હતી. કોંગ્રસનો સ્ટાર પ્રચારક અને પાટીદાર નેતા હાલ હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ પ્લેનમાં ફરીને ચૂંટણી સભાઓમાં જઈ રહ્યો છે. ત્યારે લુણાવાડાના હેલિપેડ પર જમીન માલિક દ્વારા હાર્દિકનું હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી આપવામાં ન આવી. જોકે, હાલ કોંગ્રેસના સદસ્યો જમીન માલિકના ઘરે તેને મનાવવાના પ્રયાસોમાં લાગી ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હાર્દિક પટેલ હાલ હેલિકોપ્ટર દ્વારા જઈને સભાને સંબોધન કરી રહ્યો છે. ત્યારે લુણાવાડામાં તેની સભાનું આયોજન કરાયું છે. આ માટે લુણાવાડા હેલિપેડ પર જમીન માલિક દ્વારા વિરોધ કરાયો છે. માલિકે હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી નથી આપી. તંત્ર પાસે મંજૂરી બાદ જમીન માલિક દ્વારા વિરોધ કરતા હાર્દિક પટેલ બાય રોડ લુણાવાડા આવશે. તો બીજી તરફ, જમીન માલિકને મનાવવા માટે જિલ્લા કોંગ્રેસ કમિટીના સદ્સ્યો તેમના ઘરે પહોંચ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, પંમચહાલ લોકસભા બેઠકના કોંગ્રેનસા ઉમેદવાર વી.કે.ખાટના પ્રચાર માટે હાર્દિક પટેલની મહીસાગર મુલાકાત ગોઠવવામાં આવી હતી. આ માટે રાતોરાત એક ખેતરમાં હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું હતું. હેલિપેડમાં હેલિકોપ્ટર ઉતારવા બાબતે ખેડૂતોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જેથી મહીસાગરના અધિક કલેક્ટરે હાર્દિકનું હેલિકોપ્ટર ઉતારવા માટે મંજૂરી રદ્દ કરી હતી.

હાર્દિક પટેલ ચૂંટણી પ્રચાર માટે ઉડશે, કોંગ્રેસે આપ્યું ચાર્ટર પ્લેન

હાર્દિકે ટ્વિટર પર બેરોજગાર શબ્દ હટાવ્યો
વડાપ્રધાન મોદી અને ભાજપના નેતાઓએ પોતાના નામની આગળ ટ્વિટર પર ચોકીદાર શબ્દ લગાવ્યો હતો. જેના બાદ હાર્દિક પટેલે પોતાના નામની આગળ બેરોજગાર શબ્દ લગાવ્યો હતો. તેના બાદ હાર્દિકની હેલિકોપ્ટરમાં સવાર થયેલી તસવીરો વાઈરલ થઈ હતી. અને હવે તો કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકને પ્રચાર માટે ચાર્ટર્ડ પ્લેન ફાળવી દેતા સોશિયલ મીડિયામાં હાર્દિક ફરી ચર્ચાનું પ્લેટફોર્મ બન્યો છે. હાર્દિક માટે ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કહ્યું હતુંક કે, ગુજરાતમાં બેરોજગારો હેલિકોપ્ટરમાં ફરે છે. આ નિવેદન હાર્દિકની તસવીર સાથે વાઈરલ થયું છે. જેથી હવે હાર્દિકે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોતાના નામના આગળથી બેરોજગાર શબ્દ હટાવી દીધો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news