વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતની સૌથી મોટી લોકસભા બેઠક ‘કચ્છ’નું ચૂંટણી ગણિત
આમ તો છેલ્લા અઢી દશકથી કચ્છની બેઠક ભાજપના કબજામાં છે પરંતુ આ વખતે અગાઉ જેવી જીત ભાજપને થશે તે કહેવું ભૂલ ભરેલું છે. કચ્છમાં અનેક કાંડ થઇ ગયા અને તેના પડઘા આખા રાજ્યમાં પડ્યા. આના કારણે અને કચ્છ ભાજપમાં જૂથવાદના કારણે ભાજપ માટે જીત આસાન નથી. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર થવાના એંધાણ છે કચ્છ બેઠક ઉપર કેવા પરિબળો ભાગ ભજવશે.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/ભુજ: આમ તો છેલ્લા અઢી દશકથી કચ્છની બેઠક ભાજપના કબજામાં છે પરંતુ આ વખતે અગાઉ જેવી જીત ભાજપને થશે તે કહેવું ભૂલ ભરેલું છે. કચ્છમાં અનેક કાંડ થઇ ગયા અને તેના પડઘા આખા રાજ્યમાં પડ્યા. આના કારણે અને કચ્છ ભાજપમાં જૂથવાદના કારણે ભાજપ માટે જીત આસાન નથી. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર થવાના એંધાણ છે કચ્છ બેઠક ઉપર કેવા પરિબળો ભાગ ભજવશે?
વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી લોકસભા અને ગુજરાતમાં ૨૬ સીટ પૈકીના પ્રથમ ક્રમમાં આવેલી કચ્છની બેઠક આમ તો 1996થી ભાજપના જ કબજામાં છે. આ વખતે ભાજપના વિનોદ ચાવડાની સામે કોંગ્રેસે નરેશ મહેશ્વરીને મેદાને ઉતર્યા છે. ભાજપ માટે કપરા ચઢાણ એટલા માટે રહેશે કારણ કે, ભાજપમાં આંતરિક જુથવાદ, સેક્સકાંડ, ભાનુશાળી મર્ડર કેસ અને આવા મુદ્દા મુશ્કેલી સર્જી શકે છે. 2014ની લોકસભાની સરખામણીમાં ભાજપને 2017 માં ૨.૨૮ લાખ મતો ઓછા મળ્યા હતા. આટલા ઓછા મતો હાર જીતનું કારણ બની શકે છે. જોકે કોંગ્રેસમાં પણ કાર્યકરોને એક તાંતણએ બાંધી શકે તેવો કોઈ નેતા નથી. આ માટે જ એક તરફી કોઈ નિર્ણય આવે તેવું અત્યારે ન કહી શકાય.
કોંગ્રેસે તેના સમયમાં સેનાનો જુસ્સો ઘટે તેવું જ કામ કર્યું: સીએમ વિજય રૂપાણી
આ જ્ઞાતિઓ ભજવશે મહત્વનો ભાગ
કચ્છ જીલ્લામાં કુલ સાત વિધાન સભા બેઠક આવેલી છે, આમાં ભાજપ પાસે માંડવી, ભુજ, અંજાર અને ગાંધીધામ એમ ચાર છે. તો કોંગ્રેસ પાસે અબડાસા, રાપર અને મોરબી એમ ત્રણ છે. આખા જીલ્લામાં ક્ષત્રીય, દલિત, બ્રાહ્મણ, વણિક, લોહાણા, આહીર, ઓબીસી અને પટેલ જ્ઞાતિ મુખ્ય છે.
ગણપત વસાવાનું વિવાદિત નિવેદન, રાહુલ ગાંધીને કહ્યું પૂંછડી પટપટાવતું ગલુડિયું
આ રહ્યા કચ્છ બેઠકના સળગતા મુદ્દાઓ
- જખૌ બંદર ઉપર માછીમારો માટે કોઈ ખાસ સુવિધા ન હોવી
- દેશમાં પ્રથમ નંબરનું કંડલા પોર્ટ પુરત અધિકારીઓની કમીથી ઝઝૂમે છે.
- પાકિસ્તાન તરફથી થતી ઘુસણખોરી રોકવા કોઈ હજુ વધુ વ્યવસ્થા નથી
- લાંબા અંતરની ટ્રેનો માત્ર ગાંધીધામ સુધી જ આવે છે.
- પીવાના પાણીની સમસ્યા
- નર્મદાનું પાણી ન મળવું
- પુરાતત્વનો વારસો બરાબર નથી સચવાતો
- સુરજબારીનો પુલ બરાબર સાચવતો નથી.
આ વખતે ભાજપનો આંતરિક જુથવાદ ક્યાંક મોટી સમસ્યા ન બને, કારણ કે તમામ નેતાઓમાં એકતા નથી. આમ તો કચ્છ ઔદ્યોગિક રીતે ગુજરાતનું પ્રવેશદ્વાર બની શકે છે. પરંતુ નબળી નેતાગીરીને કારણે આ વિસ્તારને બહુ લાભ થયો નથી. હવે જોવાનું એ છે કે, શું ભાજપ પોતાની જીતની પરંપરા જાળવી શકશે કેસ પછી કોંગ્રેસ પોતાનો વનવાસ પૂરો કરશે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે