ફરજિયાતપણે ઘરોમાં બંધ રહેવાથી ગુજરાતમાં માનસિક રોગોના દર્દીઓ વધ્યા

કોરોના (Corona virus) ના પગલે લગાવાયેલા લોકડાઉનની થઇ વિપરીત અસરો (lockdown side effects) સામે આવી છે. ફરજિયાતપણે ઘરોમાં બંધ રહેવાથી માનસિક રોગોના દર્દીઓ વધ્યા છે. ઘરમાં બંધ રહેતા લોકોને સતત કોરોના થવાનો ડર સતાવી રહ્યો છે. લાંબો સમય ઘરમાં રહેવાનો કારણે બાળકો અને સંતાનો વચ્ચે પ્રશ્નો ઉભા થયા છે. લોકડાઉનના પ્રથમ અઠવાડિયામાં જ બાળકોની તમામ એક્ટિવિટી પુરી થઇ જતાં બાળકો અકળાઈ ગયા છે. બાળકોમાં ચીડિયાપણું વધ્યું છે. તો બીજી તરફ, લોકડાઉનના કારણે અનિંદ્રા અને ડિપ્રેશન (depression)ના કેસોમાં પણ વધારો થયો છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડા અને એકલાપણુ, ગભરામણના કિસ્સા વધ્યા છે. આ તકલીફો વધવાથી 
ફરજિયાતપણે ઘરોમાં બંધ રહેવાથી ગુજરાતમાં માનસિક રોગોના દર્દીઓ વધ્યા

ગૌરવ પટેલ/અમદાવાદ :કોરોના (Corona virus) ના પગલે લગાવાયેલા લોકડાઉનની થઇ વિપરીત અસરો (lockdown side effects) સામે આવી છે. ફરજિયાતપણે ઘરોમાં બંધ રહેવાથી માનસિક રોગોના દર્દીઓ વધ્યા છે. ઘરમાં બંધ રહેતા લોકોને સતત કોરોના થવાનો ડર સતાવી રહ્યો છે. લાંબો સમય ઘરમાં રહેવાનો કારણે બાળકો અને સંતાનો વચ્ચે પ્રશ્નો ઉભા થયા છે. લોકડાઉનના પ્રથમ અઠવાડિયામાં જ બાળકોની તમામ એક્ટિવિટી પુરી થઇ જતાં બાળકો અકળાઈ ગયા છે. બાળકોમાં ચીડિયાપણું વધ્યું છે. તો બીજી તરફ, લોકડાઉનના કારણે અનિંદ્રા અને ડિપ્રેશન (depression)ના કેસોમાં પણ વધારો થયો છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડા અને એકલાપણુ, ગભરામણના કિસ્સા વધ્યા છે. આ તકલીફો વધવાથી 
મનોચિકિત્સકને ત્યાં સલાહ માટેના ફોન કોલ્સનો આંકડો પણ વધી ગયો છે. આવા કેસની સંખ્યામાં અઠવાડિયામાં ૩૦ થી ૪૦ ટકા સુધીનો વધારો થયો છે. સતત કામમાં રહેતા વર્કોહોલીક લોકોને અત્યારે ઘરમાં નવરા બેસવાનું આવતાં સ્થિતિ વધારે બગડી છે તેવું અમદાવાદના સિનિયર સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણીએ જણાવ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું કે, લોકડાઉનને સ્વીકારી લેવાથી સમસ્યા થોડી હળવી થઇ શકશે.

વડોદરામાં શ્રીલંકાથી આવેલા કોરોના દર્દીનું મોત, ગુજરાતમાં કુલ 7ના મોત 

કહેવાય છે કે, આપણા મનમાં કોઈ પણ બાબતનું અતિરેક સારું નથી હોતું. જેમ ઘરની બહાર સતત રહેવું રહેવુ શારીરિક અને માનસિક સ્વાસ્થય માટે સારુ નથી, તેવી જ રીતે ઘરમાં વધુ સમય સુધી રહેવાના પણ સાઈડ ઈફેક્ટ્સ છે. હાલ, કોરોના વાયરસના લોકડાઉનને કારણે ઘરમાં રહેવુ સુરક્ષાના હેતુથી બહુ જ જરૂરી છે. પંરતુ તેના સાઈડ ઈફેક્ટ્સને નકારી ન શકાય. કેટલાક લોકોમાં એકલા રહેવાને કારણે એન્ક્ઝાયટીની સમસ્યા વધી રહી છે. જેનાથી લડવુ બહુ જ જરૂરી છે. 

ડો. પ્રશાંત ભીમાણીનું કહેવુ છે કે, હકીકતને સ્વીકારી લો. હાલ જે સ્થિતિ છે, તેના પર વિચારો. જુઓ કે, બીમારીથી મરનારાઓનો આંકડો સતત વધી રહ્યો છે. સાથે જ કેટલાક લોકો એવા છે જે સાજા થઈ રહ્યાં છે. 

  • સૌથી પહેલા તો તમારા દિનચર્યામાં કેટલાક એવા જરૂરી કામ સામેલ કરો, જેને કરવાથી તમને ખુશી મળે છે. તેમાંથી તમારો તણાવ દૂર થઈ શકશે.
  • તમારી ઊંઘ સાથે કોમ્પ્રોમાઈઝ ન કરો. જો તમને તણાવે કારણે ઉંઘ નથી આવતી તો મ્યૂઝિક સાંભળઓ. અનેક કિસ્સામા સંગીત સાંભળતા ઉંઘ આવી જાય છે.
  • વર્ક ફ્રોમ હોમ કરો. તો વચ્ચે વચ્ચે બ્રેક લેતા રહો. તેનાથી તમને થાક નહિ લાગે. પ્રયાસ કરો કે, તમે માત્ર તમારા કામ માટે જ વિચારો.
  • હેલ્ધી ફૂડ ખાઓ. ખોરાકની તમારી શારીરિક અને માનસિક હેલ્થ પર બહુ મોટી અસર થાય છે. જંક ફૂડના સેવનથી દૂર રહો. ઘરે જ કંઈક સ્પેશિયલ બનાવીને મૂડ સારો રાખો. 
  • તમારા મિત્રો સાથે સતત સારી વાતો કરતા રહો. તેઓને મળવાનું તો શક્ય નથી, પણ ફોન, મેસેજ અને વીડિયો કોલિંગથી કનેક્ટ રહો.
  • તમારા શોખ માટે સમય કાઢો. તમારુ મગજ કોઈ રચનાત્મક કામમાં લગાવો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news