સરકારનો સંકેત! 'શિક્ષકો સહિત સરકારના કોઈ કર્મચારીઓ ચિંતા ના કરે, જૂની પેન્શન યોજના લાગુ થશે'

સરકારનો સંકેત! ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીએ કહ્યું લોકસભાની ચૂંટણી આવી રહી છે. સરકાર તમામ કર્મચારીઓની ચિંતા કરી રહી છે. લાખો સરકારી કર્મચારીઓનો મુદ્દો છે. જલ્દી નિર્ણય લેવાશે. મોદી સરકાર જ રામ મંદિરની જેમ જૂની પેન્શન વ્યવસ્થા લાગુ કરશે.

સરકારનો સંકેત! 'શિક્ષકો સહિત સરકારના કોઈ કર્મચારીઓ ચિંતા ના કરે, જૂની પેન્શન યોજના લાગુ થશે'

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત સરકારના લાખો કર્મચારી પોતાના પડતર પ્રશ્નોને લઈને વારંવાર સરકાર સમક્ષ રજૂઆતો કરતા આવ્યાં છે. એમાંય ખાસ કરીને જૂની પેન્શન યોજનાને લઈને ભારે ઓહાપોહ મચ્યો છે. ત્યારે ગુજરાત સરકારના શિક્ષણમંત્રીએ કહ્યું કે, શિક્ષકોએ કે ગુજરાત સરકારના કોઈપણ કર્મચારીઓએ કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. શિક્ષકો જ નહીં સરકારના તમામ કર્મચારીઓ માટે  મોદી સરકાર જ રામ મંદિરની જેમ જૂની પેન્શન વ્યવસ્થા લાગુ કરશે. આ રીતે તેમણે
ગુજરાત સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના શરૂ કરવા સરકારનો આડકતરો ઈશારો આપી દીધો છે.

ઉલ્લેખનીય છેકે, ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી સાથે વિવિધ કર્મચારી મંડળોની માગણી વચ્ચે રાજ્ય સરકારે હકારાત્મક નિર્ણય લેવાનો આડકતરો ઈશારો કર્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રીએ એક સમારંભમાં એવો વાયદો કર્યો હતો કે માત્ર શિક્ષકો જ નહીં, સરકારના ૨૬ વિભાગોના કર્મચારીઓના હિતમાં કન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવાશે. સાબરકાંઠામાં યોજવામાં આવેલા એક શિક્ષક સંમેલનમાં રાજ્યના શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરાવ્યું છે તેમ લાખો કર્મચારીઓના હિતમાં ભાજપની સરકાર જૂની પ્રણાલિને જાગૃત કરશે તેમાં કોઇએ ચિંતા કરવા જેવું નથી. લોકસભાની ચૂંટણી આવી રહી હોવાનો ઉલ્લેખ કરી તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું.

હાલ કયા કયા રાજ્યોમાં લાગૂ છે જૂની પેન્શન યોજના?
દેશમાં રાજસ્થાન સરકારે એપ્રિલ ૨૦૨૨માં, છત્તીસગઢ સરકારે ડિસેમ્બર ૨૦૨૨માં, ઝારખંડ અને પંજાબ સરકારે ઓક્ટોબર ૨૦૨૨માં જૂની પેન્શન યોજના લાગુ કર્યા પછી હિમાચલ પ્રદેશ સરકારે ૧૭મી એપ્રિલ ૨૦૨૩ના રોજ જૂની પેન્શન યોજના શરૂ કરવાની સૂચના આપી હતી.

દેશના અન્ય રાજ્યોમાં આ સ્કીમ ફરી શરૂ થતાં ગુજરાતમાં પણ કર્મચારીઓ જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવાની માગણી સાથે સમયાતરે આંદોલન કરી રહ્યા છે. જૂની પેન્શન યોજના હેઠળ સરકારી કર્મચારીઓનો પગાર તેમની નિવૃત્તિ પર આધારિત હતો. આ યોજના હેઠળ નિવૃત્ત કર્મચારીના મૃત્યુ પછી તેના પરિવારજનોને પેન્શન આપવ આપવામાં આવતું હતું. જો કે કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન સુધારાના ભાગરૂપે જૂની પેન્શન યોજના જાન્યુઆરી ૨૦૦૪થી રદ કરવામાં આવી હતી. મહત્વનું છે કે જૂની પેન્શન સ્કીમમા કર્મચારીના પગારમાંથી કોઈ રૂપિયા કાપવામાં આવતા ન હતા પરંતુ નવી સ્કીમમાં ૧૦ ટકા કાપવામાં આવે છે. એટલું જ નહીં નવી સ્કીમમાં જીપીએફની સુવિધા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news