RBI એ ગુજરાતની આ 5 સહકારી બેંકોને ફટકાર્યો 5 લાખ રૂપિયા સુધીનો દંડ, તમારું છે તેમાં ખાતું? જાણો શું છે મામલો

ભારતીય રિઝર્વ બેંકે પોતાના નિયમોના અનુપાલનમાં અનેક ખામીઓના પગલે ગુજરાતની પાંચ સહકારી બેંકોને દંડ કરવા માટે તેમના પર છેલ્લા એક મહિનામાં 50,000 રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો છે.

RBI એ ગુજરાતની આ 5 સહકારી બેંકોને ફટકાર્યો 5 લાખ રૂપિયા સુધીનો દંડ, તમારું છે તેમાં ખાતું? જાણો શું છે મામલો

ભારતીય રિઝર્વ બેંકે પોતાના નિયમોના અનુપાલનમાં અનેક ખામીઓના પગલે ગુજરાતની પાંચ સહકારી બેંકોને દંડ કરવા માટે તેમના પર છેલ્લા એક મહિનામાં 50,000 રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો છે. કેન્દ્રીય બેંકે ગુરુવારે અલગ અલગ નિવેદનોમાં જણાવ્યું કે 13 ડિસેમ્બર 2023ના બહાર પાડેલા આદેશમાં તેણે વડોદરાની શ્રી ભારત સહકારી બેંક પર અન્ય બેંકોમાં ડિપોઝિટ રાખવા સંલગ્ન તેમના દિશાનિર્દેશોના અનુપાલનમાં નિષ્ફળતાની સાથે 2016ના ડિપોઝિટ પર વ્યાજ નિયમોના ભંગ બદલ પાંચ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. 

આ મામલે આરબીઆઈએ કહ્યું કે આ પાંચ બેંકોમાંથી દરેક પર દંડ વિનિયામક અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ બેંક દ્વારા પોતાના ગ્રાહકો સાથે કરવામાં આવેલી કોઈ પણ લેવડદેવડ કે સમજૂતિની માન્યતા પર આદેશ આપવાનો નથી. આરબીઆઈએ એક અન્ય મામલામાં સાત ડિસેમ્બરે 2024ના રોજ બહાર પાડેલા આદેશમાં છોટા ઉદેપુર જિલ્લાના સંખેડામાં આવેલી સંખેડા નાગરિક સહકારી બેંક પર ડાઈરેક્ટરો, સંબંધીઓ, અને ઈચ્છિત ફર્મો/સંસ્થાઓને કરજ અને એડવાન્સ આપવામાં નિર્દેશોનું પાલન ન કરવા અને પ્રાથમિક સહકારી બેંકો દ્વારા અન્ય બેંકોમાં રહેલી ડિપોઝિટો પર માપદંડોનો ભંગ કરવા બદલ પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 

કેન્દ્રીય બેંકે આઠ ડિસેમ્બર 2023ના રોજ બહાર પાડેલા આદેશમાં કેવાયસી (તમારા ગ્રાહકને જાણો) નિર્દેશોનું પાલન ન કરવા અને ડિપોઝિટ પર વ્યાજ દરોને પૂરા ન કરવા બદલ કચ્છની ભૂજ વાણિજ્યિક સહકારી બેંક પર 1.50 લાખ રૂપિયાનો દંડ ઠોક્યો છે. આરબીઆઈએ 13 ડિસેમ્બરના એક આદેશમાં ડિપોઝિટ દરોનું પાલન ન કરવા પદલા ગુજરાતના દાહોદ જિલ્લાના લીમડીમાં આવેલી લીમડી નગરીય સહકારી બેંક પર 50,000 રૂપિયાનો દંડ કર્યો. આરબીઆઈએ સાત ડિસેમ્બર 2023ના રોજ અન્ય એક આદેશમાં વિવિધ નિર્દેશોનું પાલન ન કરવા બદલ ગુજરાતના પારલાખેમુંડી સ્થિત સહકારી શહેરી બેંક પર 1.50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news