Gujarat Exit Poll Result 2022: સતત 7મી વખત ગુજરાત મોડલ હિટ, ભાજપે ધ્વસ્ત કર્યા તમામ રેકોર્ડ, મળશે આટલી સીટ!

Gujarat Election 2022 Exit Polls Result: ZEE NEWS માટે આ એક્ઝિટ પોલ BARC દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતની 182 વિધાનસભા મતવિસ્તારના લોકોને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. આ ચૂંટણીના પરિણામો નથી, આ EXIT POLLના પરિણામો છે, જે બંને રાજ્યોના ચૂંટણી પરિણામો દર્શાવે છે. ધ્યાનમાં રાખો કે EXIT POLL માં (+/-) 5 ટકા માર્જિન ઓફ એરર છે.

Gujarat Exit Poll Result 2022: સતત 7મી વખત ગુજરાત મોડલ હિટ, ભાજપે ધ્વસ્ત કર્યા તમામ રેકોર્ડ, મળશે આટલી સીટ!
LIVE Blog

Gujarat Assembly Election Exit Poll Result: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કામાં આજે 93 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. મતદાન પૂર્ણ થયા બાદ તરત જ એક્ઝિટ પોલના પરિણામો સામે આવશે, જેના કારણે ગુજરાતમાં આ વખતે કોની સરકાર બનવા જઈ રહી છે તે કેટલાંક અંશે સ્પષ્ટ થઈ જશે. અમે તમને એક્ઝિટ પોલના તમામ પાસાઓ વિશે માહિતી આપીશું. ગુજરાતમાં બીજા તબક્કામાં કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

05 December 2022
19:45 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભારતીય જનતા પાર્ટીને 110 થી 125 બેઠકો મળી શકે છે. ઝી 24 કલાકના એક્ઝિટ પોલમાં આ આંકડા સામે આવ્યા છે. જેના અનુસાર કોંગ્રેસને 45 થી 60 બેઠકો મળશે. જ્યારે આમ આદમી પાર્ટીને એક થી પાંચ બેઠકો મળશે. જ્યારે અન્ય પક્ષોને ચાર જેટલી બેઠકો મળી શકે છે. આ એક્ઝિટ પોલસ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને ગત વર્ષ કરતા વધુ બેઠકો મળતી જોવા મળી રહી છે. જ્યારે કોંગ્રેસની બેઠકમાં ઘટાડો થઈ શકે છે. જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખાતુ ખોલાવી શકે છે. ભાજપને વર્ષ 2017 કરતા 2022માં ફાયદો થશે તેવું એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે સામે આવી રહ્યું છે.

19:42 PM

મધ્ય ગુજરાતમાં કોને કેટલી સીટનું નફા નુકસાન?
ભાજપને 6 સીટનો ફાયદો, કોંગ્રેસને 8 સીટનું નુકસાન, આપને 1 સીટનો ફાયદો, અન્યને 1 સીટનો ફાયદો થઈ રહ્યો છે.

19:42 PM

મધ્ય ગુજરાતમાં કઈ પાર્ટીને કેટલો વોટ શેર?
ભાજપને 52 ટકા વોટ શેર, કોંગ્રેસને 42 ટકા વોટ શેર મળ્યો છે. આપને 3 ટકા વોટ શેર, અન્યને 3 ટકા વોટ શેર.

19:21 PM

એક્ઝિટ પોલ મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભાજપને ફાયદો.
સૌરાષ્ટ્ર-કચ્છની 54માંથી ભાજપને 35, કોંગ્રેસને 17, AAPને 2 બેઠક. તો મધ્ય ગુજરાતની 61માંથી ભાજપને 43, કોંગ્રેસને 14, AAPને 1, અન્યને 3 બેઠકનું અનુમાન.

19:20 PM

એક્ઝિટ પોલના આંકડા મુજબ દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં કમળ ખીલશે. દક્ષિણ ગુજરાતની 35માંથી ભાજપને 24, કોંગ્રેસને 6, AAPને 4 બેઠક. તો ઉત્તર ગુજરાતની 32માંથી ભાજપને 18, કોંગ્રેસને 14 બેઠકો મળવાનું અનુમાન.

19:01 PM

દક્ષિણ ગુજરાતની 35માંથી કોને કેટલી સીટ?
ભાજપને 24, કોંગ્રેસને 6, આપને 4, અન્યને 1 બેઠકનું અનુમાન
 

19:00 PM

ઉત્તર ગુજરાતમાં 32માંથી કોને કેટલી સીટ?
ભાજપને 18, કોંગ્રેસને 14 મળવાનું અનુમાન

18:18 PM

પાટિલે કોંગ્રેસના ઉમેદવાર ગાયબ થયાની ઘટનાને સ્ટંટ ગણાવ્યો
સીઆર પાટિલે કોંગ્રેસના દાંતાના ઉમેદવાર ગાયબ થયાની ઘટનાને સ્ટંટ ગણાવ્યો હતો. ઉમેદવારને સહેજ પણ ઇજા થઈ નથી. તેમણે કોઈ ફરિયાદ પણ કરી નથી. આવા સ્ટંટની મતદારો પર અસર થતી નથી. મતદારો પણ સમજી જાય છે કે આ સ્ટંટ છે.

18:13 PM

ભાજપ અધ્યક્ષ સી આર પાટિલની પ્રેસ કોન્ફરન્સ
ભાજપ અધ્યક્ષ સી આર પાટિલે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ મતદાનની પ્રક્રિયામાં શાંતિ પૂર્ણ રીતે ભાગ લીધો છે. તે માટે મતદારોનો આભાર..પીએમ મોદી પ્રત્યે મતદારોએ ભરોસો દાખવ્યો છે. પ્રજાનો પીએમ મોદી સાથે લાગણીનો સેતુ છે એ પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન બતાવ્યો છે. પીએમ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું... કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઉમેદવારો પસંદગી પ્રક્રિયાથી વ્યૂહરચના સુધી તેમણે કામગીરી નિભાવી તે માટે તેમનો આભાર. ભાજપના સૌ કાર્યકર મિત્રોનો પણ આભાર.. સી આર પાટિલે વધુમાં જણાવ્યું હતું કે, 8 ડિસેમ્બરે મત ગણતરી શરૂ થશે, ત્યારે અમે રેકોર્ડ બનાવીશું એવી અપેક્ષા છે જે પૂરી થશે. મતદાનનો અંતિમ આંકડો આવતા હજુ વાર લાગશે. 

17:55 PM

બીજા તબક્કાના મતદાન બાદ ગુજરાતમાં ઘણા મોટા પાયે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કયા પક્ષને બહુમતી મળશે અને કોની સરકાર બનશે. આજે બીજા તબક્કાના મતદાન દરમિયાન સવારે થોડું નીરસ માહોલ જણાતું હતું પરંતુ ત્યાર પછી બપોર પછી થોડી સ્પીડ પકડી હતી અને આખરે ઘણું ખરું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું.
 

17:51 PM

શું છે હાલ ગુજરાત વિધાનસભાની સ્થિતિ?
હાલ ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 111, કોંગ્રેસ પાસે 62 અને અન્ય પાસે 9 બેઠકો છે. 2017ની ચૂંટણીના પરિણામો બાદ ભાજપને 99 બેઠકો, કોંગ્રેસને 77 બેઠકો અને અન્યને 6 બેઠકો મળી હતી.
 

17:44 PM

સાંજે 6.30 વાગ્યા સુધી  ‘એક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 ના સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત દ્વારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના ‘‘એક્ઝિટ પોલ’’  પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા સંદર્ભે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અને ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, બિહાર અને છત્તીસગઢની તારીખ 8 નવેમ્બર અને તારીખ 11 નવેમ્બરના રોજ જાહેર થયેલી પેટા ચૂંટણીઓ સંદર્ભે હવે આજે તારીખ 5-12-2022 ને સોમવારે સાંજે 6:30 વાગ્યા સુધી પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારના ‘એક્ઝિટ પોલ’ કે તેના પરિણામો પ્રકાશિત નહીં કરી શકે, કે અન્ય કોઈપણ રીતે તેનો પ્રચાર-પ્રસાર નહીં કરી શકે.
 

17:43 PM

બીજા તબક્કામાં 833 ઉમેદવારો
બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થશે. બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં 69 મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. 13 બેઠકો અનુસુચિત જનજાતિ માટે રિઝર્વ બેઠકો છે. આ સાથે 6 બેઠકો અનુસુચિત જાતિ માટે અનામત છે. બીજા તબક્કાની ચૂંટણીના મતદારોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના 7 મંત્રીઓ, ભાજપના ઉમેદવાર હાર્દીક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા નેતાઓના ભાવિ પણ મતદારો નક્કી કરશે.

17:42 PM

પહેલા તબક્કાના મતદાનની ટકાવારી
ગુજરાતમાં પહેલી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજોયું હતું. મતદાનના બીજા દિવસે ચૂંટણી પંચ તરફથી મતદાનના અધિકૃત આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે 19 જિલ્લાની 89 બેઠકો પર 63.14 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં 78.24 ટકા નોંધાયું છે. બોટાદ જિલ્લામાં સૌથી ઓછું 57.58 ટકા મતદાન નોંધાયું છે. અમરેલી જિલ્લામાં 57.59 ટકા મતદાન નોંધાયું છે.

17:39 PM

કેવું હતું 2017નું પરિણામ?
ગત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાની 93 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને 51 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 39 બેઠકો મળી હતી. આ સિવાય ત્રણ બેઠકો અપક્ષ ઉમેદવારોના ફાળે ગઈ હતી.

17:26 PM

ગુજરાત ચૂંટણી 2022 ના એક્ઝિટ પોલ
બીજા તબક્કામાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી તમામ 93 પર લડી રહી છે. જ્યારે કોંગ્રેસ માત્ર 90 સીટો પર ચૂંટણી લડી રહી છે. આ સિવાય કોંગ્રેસના સહયોગી એનસીપીએ બે બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. અન્ય પક્ષોની વાત કરીએ તો માયાવતીના નેતૃત્વવાળી બહુજન સમાજ પાર્ટી એટલે કે બસપા પાસે 44 ઉમેદવારો છે અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી પાસે 12 ઉમેદવારો છે. 1 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું, જેમાં 89 બેઠકો પર 63.31 ટકા મતદાન થયું હતું. ગુજરાત ચૂંટણી 2022 ના એક્ઝિટ પોલ વિશે અહીં જાણો.

Trending news