2021 સારવારની આશા લઇને આવી રહ્યું છે, વેક્સીનની તૈયારીઓ અંતિમ તબક્કામાં: PM મોદી
વર્ષ 2020માં સંક્રમણની નિરાશા હતી, ચિંતા હતી, ચારેય તરફ પ્રશ્નો હતા. પરંતુ 2021 સારવારની આશા લઇને આવી રહ્યું છે. વેક્સીનને લઇને જરૂરી તૈયારીઓ ચાલે રહી છે.
Trending Photos
અમદાવાદ: વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાજકોટ ખાતે નિર્માણ પામનાર એઇમ્સ(AIIMS) નો શિલાન્યાસ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નવું વર્ષ દસ્તક આપી રહ્યું છે. આજે દેશના મેડિકલ ઇંફ્રસ્ટ્રક્ચરને મજબૂત કરવાની એક કડી જોડાઇ રહી છે. રાજકોટમાં એમ્સના શિલાન્યાસથી ગુજરાત સહિત આખા દેશના સ્વાસ્થ્ય અને મેડિકલ એજ્યુકેશનને બળ મળશે.
વર્ષ 2020ને એક નવી નેશનલ હેલ્થ ફેસિલિટીની સાથે વિદાય આપવી, આ વર્ષના પડકારને જણાવે છે અને નવા વર્ષની પ્રાથમિકતાને પણ દર્શાવે છે. રાજકોટમાં AIIMSના શિલાન્યાસ સામે ગુજરાત સાથે-સાથે દેશમાં સ્વાસ્થ્ય અને મેડિકલના નેટવર્કને બળ મળશે.
સ્વાસ્થ્ય પર જ્યારે અસર પડે છે તો જીવનના દરેક પાસા પ્રભાવિત થાય છે અને ના ફક્ત પરિવાર જ પરંતુ સામાજિક દાયરો તેની ચપેટમાં આવી જાય છે. એટલા માટે આ અંતિમ દિવસે ભારતના લાખો ડોક્ટર્સ, હેલ્થ વોરિયર્સ, સફાઇકર્મીઓ, દવાની દુકાનોમાં કામ કરનાર, અને બીજા ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને યાદ કરવાના છે. કર્તવ્ય પથ પર જે સાથીઓએ પોતાનું જીવન આપી દીધું તેમને હું સાદર નમન કરું છું.
મુશ્કેલભર્યા વર્ષે બતાવ્યું કે ભારત જ્યારે એકજુટ થાય છે તો મુશ્કેલમાં મુશ્કેલ સંકટનો સામનો તે કેટલી અસરકારકતાથી કરી શકે છે. ભારતે એકજુટતા સાથે સમય પર પ્રભાવી પગલાં ભર્યા, તેના પરિણામે આજે આપણે એકદમ સારી સ્થિતિમાં છી. જે દેશમાં 130 કરોડથી વધુ લોકો હોય. ગીચ વસ્તી હોય. ત્યાં લગભગ 1 કરોડ લોકોએ આ બિમારી સાથે લડીને જીત મેળવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 2021 હેલ્થ સોલ્યૂશનનું વર્ષ રહેવાનું છે. ભારત હવે ફ્યૂચર ઓફ હેલ્થ, હેલ્થ ઓફ ફ્યૂચરમાં મહત્વપૂર્ણ રોલ ભજવશે. બિમારીઓ હવે ગ્લોબલી ફેલાઇ રહી છે, એવામાં તેની સારવાર પણ દુનિયાએ એકસાથે કરવી જોઇએ. જો અલગ-અલગ પ્રયત્ન કરશે તો ફાયદો નહી મળે.
આયુષ્માન ભારતથી મળી રહી છે મદદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 2014 પહેલાં ફક્ત 6 એમ્સ હતા, અમે 6 વર્ષમાં 10 એમ્સ પર કામ શરૂ કરી દીધું છે. એમ્સના તર્જ પર સુપરસ્પેશિલિટી હોસ્પિટલ પણ બનાવવામાં આવી રહી છે. PM મોદીએ જણાવ્યું કે આયુષ્માન ભારતના હેઠળ હેલ્થ સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી દોઢ કરોડ લોકોને તેનો ફાયદો મળી રહ્યો છે. આયુષમાન ભારત યોજના ગરીબોના 30 હજાર કરોડ રૂપિયાથી બચી ગયા છે. દેશમાં 7 હજાર જન ઔષધિ કેંદ્ર બનાવ્યા છે, જ્યાં ઓછી કિંમત પર દવાઓ મળી રહી છે.
વર્ષ 2020માં સંક્રમણની નિરાશા હતી, ચિંતા હતી, ચારેય તરફ પ્રશ્નો હતા. પરંતુ 2021 સારવારની આશા લઇને આવી રહ્યું છે. વેક્સીનને લઇને જરૂરી તૈયારીઓ ચાલે રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે