Udhana Gujarat Chutani Result 2022 : હાઈ પ્રોફાઈલ જંગ, ઉધના બેઠક પર ભાજપની જીત, વિપક્ષની મહેનત એળે ગઈ
Udhana Gujarat Chutani Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.
Trending Photos
Udhana Gujarat Election Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. સુરત શહેર આટલો સ્ટ્રોંગ હોલ્ડ હોવા છતા કોંગ્રેસ તેમજ આપ અહીં બેઠકો તોડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. જો કે નગરપાલિકાની ચૂંટણીઓમાં એકતરફી ભાજપનો ભગવો લહેરાયો હતો. ઉધના વિધાનસભા બેઠક પર કુલ 267653 મતદાર છે, જેમાં 155106 પુરૂષ મતદાર અને 112531 મહિલા મતદાર સંખ્યા છે. ઉધનામાં 80 હજાર ગુજરાતી મતદારો અને 65 હજાર મરાઠી મતદારો મુખ્ય છે.
સુરત
- ઉધના વિધાનસભાના ભાજપના ઉમેદવાર મનુ પટેલનો વિજય
- 70 હજાર લીડથી થયો વિજય
- મતદારોનો અભિવાદન કરવા બાઈક રેલી યોજી
- મોટી સંખ્યામાં રેલીમાં કાર્યકરો જોડાયા
જીલ્લો - સુરત
બેઠક- ઉધના
પક્ષ- BJP
ઉમેદવાર- મનુ ભાઈ પટેલ(ફોગવા)
રાઉન્ડ - 7
મતથી આગળ- 25340
2022ની ચૂંટણી
આ વખતની ચૂંટણીમાં ભાજપે ચાલુ ધારાસભ્યની ટીકીટ કાપીને મનુ પટેલને ઉમેદવાર બનાવ્યા. કોંગ્રેસે ફરીથી ધનસુખ રાજપૂતને ઉમેદવાર બનાવ્યા છે. તો આપે મહેન્દ્ર પાટીલને ઉમેદવારી કરાવી છે.
2017ની ચૂંટણી
ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિવેક પટેલે કોંગ્રેસના ઉમેદવાર સતીશ પટેલને હરાવ્યા હતા. ભાજપના વિવેક પટેલ 42528 મતોની લીડથી જીત્યા હતા.
2012ની ચૂંટણી
2012ની ચૂંટણીમાં ભાજપના નરોત્તમ પટેલે કોગ્રેસના ધનસુખ રાજપૂતને 32754 મતોની લીડથી હરાવી જીત મેળવી હતી..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે