યાત્રાધામ અંબાજીમાં મેઘો ત્રાટક્યો; ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 3 દિવસ છે મહાખતરો!

હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગે ભયાનક આગાહી કરી છે. આગામી ત્રણ કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામશે.

યાત્રાધામ અંબાજીમાં મેઘો ત્રાટક્યો; ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 3 દિવસ છે મહાખતરો!

ઝી ન્યૂઝ/અંબાજી: રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે અંબાજીમાં મેઘો ત્રાટક્યો છે. યાત્રાધામ અંબાજીમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. આજે બપોર બાદ અંબાજીમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. બીજી બાજુ, ભરઉનાળામાં ખેડૂતો પર આફત બનીને વરસાદ ત્રાટક્યો છે. ધીમી ધારે વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગની આગાહી 
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગે ભયાનક આગાહી કરી છે. આગામી ત્રણ કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામશે. દક્ષિણ ગુજરાતના નવસારી અને ડાંગમાં હળવો વરસાદ. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં, ઉત્તર ગુજરાતમાં બનસકાંઠામાં પણ વરસાદની આગાહ છે. આગામી ત્રણ કલાકમાં 40 km/h ની ઝડપે પવન ફૂંકાશે.

હવામાન વિભાગના ડાયરેકટ મનોરમા મહોન્તિએ જણાવ્યુ છે કે, રાજસ્થાન પર એક સરક્યુલેશન સક્રિય થશે. જેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળશે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી ભેજ આવશે. અને અમુક વિસ્તારમાં થંડર સ્ટ્રોમ સાથે વરસાદ થશે.

હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 5, 6 અને 7 માર્ચે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતના કચ્છ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરાઈ છે. 5 માર્ચે પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર તરફ વરસાદ વરસશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અને ઇસ્ટરલી ટ્રફને કારણે ગુજરાતમાં વરસાદ રહેશે. હાલમાં 2 થી 5 ડિગ્રી સામાન્ય કરતા વધુ તાપમાન રહેશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ હિટવેવની કોઈ આગાહી નથી. અમદાવાદ અને ગાંધીનગર 37 ડિગ્રી તાપમાન નોધાયું છે, જ્યારે સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું છે.

બીજી બાજુ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 4,5,6 તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી છે. પવનોનો દિશા બદલાતા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા, નવસારી, કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને અમરેલીમાં કમોસમી વરસાદની આગાહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news