ગ્લોબલ વોર્મિંગને કારણે ખેતીમાં વિનાશ સર્જાશે! આગામી વર્ષોમાં જો બચવું હશે તો અપનાવો આ રસ્તો નહીં તો...
ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીઓમાંની એક નવસારીની કૃષિ યુનિવર્સિટીનો આજે 18 મો પદવી દાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ખાસ ઉપસ્થિતિમાં યુનિવર્સિટી પરિસરમાં યોજાયો હતો.
Trending Photos
ઝી બ્યુરો/નવસારી: ભારતમાં 1960 માં કૃષિ નિષ્ણાંતોએ વધતી વસ્તીને ધ્યાને રાખીને રાસાયણિક ક્રાંતિ કરી હતી, ત્યારે હવે હવા, પાણી અને ધરતીને ઝેરથી બચાવવા નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ નિષ્ણાંતો પ્રાકૃતિક ખેતી થકી ક્રાંતિ કરે એવી આશા સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવસારી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ડીગ્રી સાથે કાંસ્ય, રજત અને સ્વર્ણ પદક પણ એનાયત કરી ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.
ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીઓમાંની એક નવસારીની કૃષિ યુનિવર્સિટીનો આજે 18 મો પદવી દાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ખાસ ઉપસ્થિતિમાં યુનિવર્સિટી પરિસરમાં યોજાયો હતો. જેમાં યુનિવર્સિટી સંલગ્ન 8 કોલેજો અને તેના વિવિધ વિભાગોના સ્નાતક, અનુસ્નાતક અને ડોક્ટરેટના 723 વિદ્યાર્થીઓને આજે ડીગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાંથી 11 વિદ્યાર્થી અને 18 વિદ્યાર્થીનીઓ મળી કુલ 29 સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીઓને કાંસ્ય, રજત અને સ્વર્ણ મળી કુલ 47 પદક રાજ્યપાલ દેવવ્રતજીના હસ્તે પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે યુનિવર્સિટીના બે પ્રાધ્યાપકોને પણ શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જ્યારે યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમવાર કૃષિ શિક્ષણમાં અને કૃષિ સંશોધન ક્ષેત્રે યોગદાન આપનાર અસ્પી ફાઉન્ડેશનના ચેરમેન શરદ પટેલને યુનિવર્સિટીની માનદ ડોક્ટરેટ ડીગ્રી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ વિદ્યાર્થીઓને બદલાતા વાતાવરણ સામે ઉત્તમ ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદનો મેળવવા સંશોધનો સાથે જ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અનુરોધ કર્યો હતો.
કારણ ગ્લોબલ વોર્મિંગના વધવા પાછળ 24 ટકા ભાગ રાસાયણિક ખેતીનો પણ છે. જેથી ગુજરાતનો દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી ધરતીને ઝેરથી બચાવે એ જરૂરી છે. સાથે જ રાજ્યપાલે ભારતની વૈદિક ઋષિ પરંપરાના દ્રષ્ટાંતો સાથે તેમના કર્તવ્યને સમજાવી તેમના ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. જ્યારે વિદ્યાર્થીઓએ પદવી મેળવી આનંદ વ્યક્ત કર્યો હતો.
બીટેક બાયો ટેકનોલોજીની વિદ્યાર્થિની શિવાનીએ ગ્લોબલ વોર્મિંગ સામે કૃષિને બચાવવાના અભિયાનમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવાની ખેવના પણ વ્યક્ત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે