ગુજરાતનાં ત્રણ જિલ્લામાં દીપડાનો આતંક; એક જિલ્લામાં તો 7 વર્ષના બાળક પર હુમલો કરતા કરૂણ મોત

અમરેલીના તરક તળાવ ગામની સીમ વિસ્તારમાં મોડી સાંજે 7 વર્ષના બાળક ઉપર હુમલો કરાયો છે, જ્યારે સાબરકાંઠામાં આંટાફેરા મારતો દીપડાનો વીડિયો વાયરલ થયો હતો. તે રાજકોટમાં પણ દીપડાનાં ભયને લઈ વન વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતનાં ત્રણ જિલ્લામાં દીપડાનો આતંક; એક જિલ્લામાં તો 7 વર્ષના બાળક પર હુમલો કરતા કરૂણ મોત

કેતન બગડા/અમરેલી: ગુજરાતમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. અમરેલીના તરક તળાવ ગામની સીમ વિસ્તારમાં મોડી સાંજે 7 વર્ષના બાળક ઉપર હુમલો કરાયો છે, જ્યારે સાબરકાંઠામાં આંટાફેરા મારતો દીપડાનો વીડિયો વાયરલ થયો હતો. તે રાજકોટમાં પણ દીપડાનાં ભયને લઈ વન વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. અમરેલી તાલુકાના તરક તળાવ ગામની સીમ વિસ્તારમાં મોડી સાંજે 7 વર્ષના બાળક ઉપર દીપડાએ હુમલો કરતા બાળકના મોત બાદ ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો છે. વનવિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરા ગોઠવી કવાયત હાથ ધરી છે, પરંતુ હજુ સુધી દીપડો પાંજરે નહિ પુરાતા દહેશત યથાવત છે.

અમરેલી તાલુકાના તરકતળાવ ગામ નજીક વાડી વિસ્તારમાં ખેત મજૂર તરીકે મધ્યપ્રદેશનો પરિવાર કામ કરી રહ્યો હતો. 7 વર્ષીય અમીત નામનો માસૂમ બાળક પાણી ભરવા માટે જતા દીપડો પાછળથી આવી પકડી દૂર સુધી ઢસડી જતા બાળક લોહીયાણ હાલતમાં મોત થતા પરિવાર ઘટના સ્થળે દોડ્યો બુમા બૂમ કરતા દીપડો નાચી છૂટ્યો હતો. ઘટનાને લઈ મૃતકને પીએમ માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડાયા બાદ વનવિભાગની ટીમ રાત ભર પાંજરા ગોઠવી દીપડાને પકડવા દોડધામ કરી રાત ભર તેમ છતાં દીપડો હજુ સુધી નહિ પકડાતા બીજા દિવસે ખેત મજૂરો અને ખેડૂતોમાં ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો છે.

વનવિભાગની ટીમ દ્વારા હાલમાં ઘટના સ્થળે 2 પાંજરા ગોઠવ્યા છે દીપડાના સગડના આધારે તપાસ હાથ ધરી ઉપરાંત મજૂરો ખેડૂતો થર થર ધ્રુજી ઉઠ્યા છે. આ વિસ્તારમાં ખેતીમાં કપાસનું વાવેતર હોવાને કારણે મોટા પ્રમાણમાં વણ હોવાને કારણે જંગલ જેવી જાડીઓ હોવાને કારણે દીપડો ક્યાંથી ક્યાં નાચી છૂટ્યા બાદ અલગ અલગ આસપાસના વાડી વિસ્તારના ખેડૂતોમાં ભય હોવાને કારણે ખેડૂતોએ પણ દીપડાને પકડવા માંગ ઉઠાવી છે કેમકે દીપડાની દેહશતના કારણે મજૂરો ખેતી કામ કરવા જતાં ડરી રહ્યા છે. જેથી દીપડો ઝડપથી પાંજરે પુરાય તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે. 

આ કામગીરીમાં અમરેલી લીલીયા રેન્જ સહિત મદદ માટે દોડી આવી વધારાનો સ્ટાફ સતત આસપાસના વિસ્તારોમાં નજર રાખી રહ્યો છે બીજી તરફ માસૂમ મધ્યપ્રદેશના બાળક નું દીપડાના હુમલામાં મોત થયા બાદ ચારે તરફ ભયનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. 

અમરેલી લીલીયા વનવિભાગની ટીમો દિવસ ભર દીપડાનું સ્કેનિંગ કરી રાતે મોટો સ્ટાફ બોલાવી મેગા ઓપરેશન કરી દીપડાને પકડવા માટેની કવાયત શરૂ કરશે કેમકે સમગ્ર વિસ્તારમાં દીપડાના આતંકથી સ્થાનિકોનો ભય દૂર કરવા વનવિભાગના કર્મચારીઓ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે અને વધુ પાંજરા ગોઠવવા માટે દોડધામ કરી રહ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news