ગુજરાતમાં દીપડાની દહેશત! રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દીપડો દેખાતો લોકોમાં ફફડાટ

આ પહેલીવાર નથી કે ગુજરાતમાં દીપડો જોવા મળ્યો હોય. આ પહેલાં પણ ગુજરાતમાં અનેકવાર દીપડાએ દેખા દીધી છે. ન માત્ર દેખા દીધી હોય પણ દીપડાએ રીતસરની દહેશત પણ ફેલાવેલી છે. ગમે ત્યારે ઘરમાં ઘુસીને માણસો પર હુમલો કરવો અને તેમને મારી ખાવા એ એ પ્રકારની દીપડાની દહેશત રહી છે. થોડા સમય પહેલાં પણ ગાંધીનગર સ્થિત સચિવાલયમાં દીપડો ઘુસી આવ્યો હતો. જેને કારણે આખી સરકારે થોડો સમય માટે સચિવાલયની બહાર રહેવું પડ્યું હતું. તે સમયે પણ ભારે જહેમત પછી દીપડાને રેસ્ક્યુ કરાયા બાદ સ્થિતિ સામાન્ય થઈ હતી.

ગુજરાતમાં દીપડાની દહેશત! રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દીપડો દેખાતો લોકોમાં ફફડાટ

હિતલ પારેખ, ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ફરી એકવાર દીપડો દેખાતા ફફડાટ ફેલાયો છે. શહેરના સેક્ટર 20ના બંધ મકાનમાં દીપડો હોવાની વાત સામે આવી હતી. અક્ષર ધામની પાછળ જ આ બંધ મકાન આવેલું છે. જેમાં દીપડો હોવાનો એક સફાઈ કામદારે દાવો કર્યો. જે બાદ પોલીસ અને જંગલ ખાતાના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા અને દીપડાને પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યો છે.

આ પણ ખાસ વાંચોઃ

દીપડાને જોનાર પ્રત્યક્ષદર્શી મહિલાના કહેવા પ્રમાણે તેઓ સફાઈ કર્મચારી છે અને નગરપાલિકા તરફ જતા હતા ત્યારે કુદરતી હાજતે જતા તેમણે દીપડો જોયો હતો. જે બાદ તેઓ ડરીને ભાગી ગયા હતા. રહેણાંક વિસ્તારમાં દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ભય છે અને તેઓ ઝડપથી દીપડો હોય તો પાંજરે પુરાય તેવી આશા રાખી રહ્યા છે.  ચાર દિવસ પહેલા જ ગાંધીનગરના સચિવાલય પાસે દીપડો દેખાયો હતો. આ પહેલા ગાંધીનગરના સંતસરોવર, સચિવાલય, આયુર્વેદ હોસ્પિટલ સંકુલ, દોલારાણા, વાસણા ગામથી દીપડો પકડાઈ ચુક્યો છે.

મહત્વનું છે કે, બનાસકાંઠાથી ગાંધીનગર સુધીનો સાબરમતી નદીના કિનારાનોજે વિસ્તાર છે તે દીપડા માટેનો કોરિડોર ગણવામાં આવે છે. એટલે કે આટલા વિસ્તારમાં દીપડાના આંટાફેર હોય શકે છે. આ પહેલા બે વાર એવું બન્યું છે કે, દીપડો દેખાયો હતો અને તેને પાંજરે પુરવામાં આવ્યો હતો. હવે ફરીથી દીપડાની દહેશત વધતા વન વિભાગ તેને પકડવાના કામે લાગ્યું છે.

આ પણ ખાસ વાંચોઃ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news