Leopard Attack: શાળા બહાર આદમખોર દીપડો અને અંદર ધડકતા હૈયે ચાલતું ભણતર...
જિલ્લાના બગસરા પંથકમાં છેલ્લા ૭૨ કલાકથી દીપડાની દહેશતને પગલે બગસરા ગ્રામીણના લુઘીયા ગામે બપોરે ૧૨ વાગ્યાના સુમારે દિપડાના સગડ નિશાન જોવા મળતા વન વિભાગ દોડતું થયું. ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં દિપડાએ દેખા દેતા ડર પેસી ગયો છે. શાળાના વિદ્યાર્થીઓ પોતાની શાળામાં બારણું બંધ કરીને શિક્ષણના પાઠ લઈ રહ્યા છે. શાળાના આચાર્ય અને શિક્ષકોમાં પણ વિદ્યાર્થીઓએ જોયેલ દીપડાને કારણે ભયનો માહોલ જોવા મળે છે. વિદ્યાર્થીઓને રીશેષના સમયે શાળાના શિક્ષકો શાળાના શિક્ષકો સાથે રાખીને વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા.
Trending Photos
અમરેલી: જિલ્લાના બગસરા પંથકમાં છેલ્લા ૭૨ કલાકથી દીપડાની દહેશતને પગલે બગસરા ગ્રામીણના લુઘીયા ગામે બપોરે ૧૨ વાગ્યાના સુમારે દિપડાના સગડ નિશાન જોવા મળતા વન વિભાગ દોડતું થયું. ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં દિપડાએ દેખા દેતા ડર પેસી ગયો છે. શાળાના વિદ્યાર્થીઓ પોતાની શાળામાં બારણું બંધ કરીને શિક્ષણના પાઠ લઈ રહ્યા છે. શાળાના આચાર્ય અને શિક્ષકોમાં પણ વિદ્યાર્થીઓએ જોયેલ દીપડાને કારણે ભયનો માહોલ જોવા મળે છે. વિદ્યાર્થીઓને રીશેષના સમયે શાળાના શિક્ષકો શાળાના શિક્ષકો સાથે રાખીને વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા.
જ્યારે લુંઘીયા ગામમાં વિદ્યાર્થીઓમાં બેસેલા ભયને કારણે વિદ્યાર્થીઓના વાલીઓ શાળાની બહાર આવીને બેઠા છે. પોતાના વહાલસોયા બાળકને નરભક્ષી દીપડાને બચાવવા વાલીઓમાં પણ ચિંતાનું મોજું જોવા મળે છે. બપોરે શાળામાં આવતા સમયે જય નામના વિદ્યાર્થીએ લુંઘીયા પ્રાથમિક શાળાના ૫૦ મીટરના અંતરે કપાસ વચ્ચે દીપડાને જોયો હતો. ભયભીત થયેલા જઈએ આવીને શાળાના શિક્ષકને વાત કરતાં ધોરણ ૧ થી ૮ સુધીની પ્રાથમિક શાળાના 222 વિદ્યાર્થીઓમાં ભય પેસી ગયો હતો. હાલ તમામ શાળાઓનું બંધ બારણે શિક્ષણ કાર્ય અંદર ઓરડામાં રાબેતા મુજબ ચાલુ છે.
બગસરાના લૂંધીયામાં દીપડાની દહેશત.લૂંધીયાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ નજરે નિહાળ્યો દીપડો. પ્રાથમિક શાળા ના બારણા બંધ કરીને શરૂ છે શિક્ષણ કાર્ય.વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભયનો માહોલ.વિદ્યાર્થીના વાલીઓ શાળા બહાર બેઠા.દીપડાના ભયથી લોકો ભયભીત.શાળા બહાર વાલીઓનો જમાવડો.તંત્ર દીપડાને પકડવા કે ઠાર કરવામાં નિષ્ફળ રહેતા નાગરિકો જીવના જોખમે બહાર નિકળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે