રાતોરાત પૈસા કમાઈ લેવાના કિસ્સાનો પર્દાફાશ; પોરબંદરમાંથી LCB એ એવું કારસ્તાન પકડ્યું કે...
પોરબંદરના છાયા ખડા વિસ્તારમાં રહેતો સ્મિત દીપક સાયાણી નામનો શખ્સ પોતાના કબ્જામાં ભારતીય ચલણની રૂપિયા 500ની 2 નોટ બોગસ હોવાનું જાણવા છતાં ઉપયોગ કરવાના ઇરાદાથી પોતાના કબજામાં રાખી હતી.
Trending Photos
અજય શીલુ/પોરબંદર: બોગસ ભારતીય ચલણી નોટો બજારમાં વહેતી કરી રાતોરાત પૈસા કમાઈ લેવાના અવાર-નવાર કિસ્સાઓના પર્દાફાશ થતા હોય છે. પોરબંદરમાંથી પણ એલસીબીએ આવા જ એક શખ્સને બોગસ ભારતીય ચલણી નોટ સાથે ઝડપી પાડયો છે.
પોરબંદરમાં બોગસ નોટ સાથે ઝડપાયેલા આ શખ્સ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી સીટી ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, પોરબંદરના છાયા ખડા વિસ્તારમાં રહેતો સ્મિત દીપક સાયાણી નામનો શખ્સ પોતાના કબ્જામાં ભારતીય ચલણની રૂપિયા 500ની 2 નોટ બોગસ હોવાનું જાણવા છતાં ઉપયોગ કરવાના ઇરાદાથી પોતાના કબજામાં રાખી હતી. પોલીસે આ શખ્સને ઝડપી લીધો છે. આરોપી ઇન્સ્ટાગ્રામ આઇડી ફેક કરન્સી નામના સંપર્કમાં આવ્યો હતો અને રાજસ્થાનના જયપુરના કોઈ મારાજ નામના શખ્સે તેને જયપુર બોલાવ્યો હતો.
સોશિયલ મીડિયાના માધ્યમથી જયપુરના શખ્સના સંપર્કમાં આવેલ આ શખ્સ જ્યારે જયપુર ગયો ત્યારે સ્મિતને 15,000માં 500 રૂપિયાની 50 અને 100 રૂપિયાની 25 નોટ એમ કુલ 27,500 રૂપિયાની બોગસ ચલણી નોટ આપવામાં આવી હતી અને હાલ તેની પાસેથી 2 નોટ મળી આવી છે જ્યારે રૂ. 26500 ની બોગસ નોટ બજારમાં તેણે વટાવી નાખી હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.
ચલણી નોટ બોગસ હોવાનું જાણવા છતાં આરોપીઓએ લેવડ દેવડ કરી, બજારમાં ઉપયોગ કરી હોવાથી બંને શખ્સ સામે પોલીસે ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે. વધુ તપાસ માટે આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. નકલી નોટ અંગેના આ પ્રકરણમાં રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારી હકીકત સામે આવે તેવું જણાઈ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે